________________
(૫) પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત
चला विभूतिः क्षणभंगि यौवनम् कृतान्तदंतान्तरवर्ति जीवितं । तथाऽप्यवज्ञा परलोकसाधने अहो नृणां विस्मयकारि चेष्टितम् ॥ આ વિભૂતિઓ ચલિત છે, યૌવન ક્ષણભંગુર છે, જીવિત યમરાજાના દાંતની મધ્યે રહેલું છે, તથાપિ પરલોકસાધનમાં માણસ અવજ્ઞા કરે છે; માટે અહો! મનુષ્યોની ચેષ્ટા અતિ આશ્ચર્યકારક છે!’
3333
૪૩
આ પ્રમાણે શુભ ધ્યાનમાં લીન થયેલા પ્રસન્નચંદ્ર મુનિએ ક્ષણેક્ષણે ખરાબ અધ્યવસાયથી બાંધેલા કર્મદલોને મૂળમાંથી ઉખેડી નાખ્યા. શુભ અધ્યવસાયના બળથી સાતે નરકભૂમિને યોગ્ય કર્મદલોનું છેદન કરીને અને ઉત્તરોત્તર સર્વાર્થસિદ્ધિ વિમાન પર્યંત જવા યોગ્ય કર્મદલને મેળવીને અનુક્રમે વૃદ્ધિ પામતી શુભ પરિણામની ઘારાવડે પરમપદની પ્રાપ્તિમાં પરમ કારણરૂપ ક્ષપક શ્રેણીનો આશ્રય કરી, ઘાતીકર્મનો નાશ કરી તરત જ અતિ ઉજ્જવલ કેવળજ્ઞાન મેળવ્યું. તેના પ્રભાવથી દેવતાઓ એકઠા થઈ ગીતગાનાદિ પૂર્વક તેનો મહોત્સવ કરે છે.”
આ પ્રમાણે પ્રભુના મુખથી સાંભળીને શ્રેણિક રાજાએ સવિસ્મય વારંવાર પોતાનું મસ્તક ધુણાવ્યું, અને વીરપ્રભુને વંદન કરી સંદેહરહિત થઈ સ્વસ્થાને ગયા. પ્રભુએ પણ અન્ય સ્થાને વિહાર કર્યો. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પણ ઘણાં વર્ષો સુધી કેવલીપણે ભૂમિ ઉપર વિહાર કરીને પ્રાંતે મોક્ષપદ પ્રાપ્ત કર્યું.
આ દૃષ્ટાંત ઉપરથી સાર એ ગ્રહણ કરવો કે આત્મસાક્ષીએ કરેલું આચરણ જ પુણ્યપાપના ફળને આપનાર છે.
હવે એકલા વેષની અપ્રામાણ્યતા બતાવે છે
वेसो वि अप्पमाणो, असंजमपएसु वट्टमाणस्स । किं परियत्तियवेसं, विसं न मारेइ खज्जंतं ॥२१॥ અર્થ—“અસંયમમાર્ગમાં વર્તતા મુનિનો વેષ પણ અપ્રમાણ છે. કેમકે શું વેષ પરાવર્તન કરેલ મનુષ્યને વિષ ખાધું સતું નથી મારતું? મારે છે.”
ભાવાર્થ-ષટ્કાયના આરંભાદિકમાં વર્તતા એવા મુનિનો રજોહરણાદિ વેષ કામનો નથી, કેવલ વેષવડે આત્મશુદ્ધિ થતી નથી. અહીં દૃષ્ટાંત કહે છે કે એક વેષ મૂકીને બીજો વેષ લીધો હોય, તે જો વિષ ખાય તો મરણ ન પામે? પામે જ. તેમ સૈક્લિષ્ટ ચિત્તરૂપ વિષ અસંયમ માર્ગમાં પ્રવર્તનારા મુનિને મુનિવેષ છતાં પણ ભાવમરણ કરાવે, અનેક જન્મ મરણ આપે.
અહીં કોઈ એમ કહે કે ત્યારે તો વેષનું શું કામ છે? કેવળ ભાવશુદ્ધિ જ કરવી. તેને ગુરુ કહે છે કે એમ નહીં, વેષ પણ ધર્મનો હેતુ હોવાથી મુખ્ય છે. તે આ પ્રમાણે—