________________
મનુષ્ય-દેવગતિના દુઃખો
૨૬૫
तिरिया कसंकुसारा - निवायवहबंधमारणसयाई ।
न वि इहयं पाविंता, परत्थ जइ नियमिया हुंता ॥ २८१॥ ... અર્થ—“જો તિર્યંચો (હાથી, ઘોડા, બળદ વગેરે) પરભવે (પૂર્વભવે) નિયમવાળા થયા હોત, તો આ ભવે તેઓ કશા (કોરડાનો માર), અંકુશ, આર (પરોણા), નિપાત (પૃથ્વીપર પાડી નાંખવું), વઘ (દંડાદિથી મારવું), બંધન (દોરડા, સાંકળ વગેરેથી બાંધવું) અને મારણ (જીવિતનો નાશ) તે સર્વ દુઃખોને સેંકડોગમે પામ્યા ન હોત.’’
હવે મનુષ્યગતિનાં દુઃખોનું વર્ણન કરે છે—
आजीवसंकिलेसो, सुक्खं तुच्छं उवद्दवा बहुया । નીયનળસિકા વિ ય, અભિદવાસો અ માળુસ્સે ૨૮૨ા
અર્થ—“વળી મનુષ્યભવમાં યાવજીવન સંક્લેશ (મનની ચિંતા), તુચ્છ એટલે અલ્પ કાળ રહેનારું એવું વિષયાદિકનું સુખ, અગ્નિ ચોર વગેરેથી ઉત્પન્ન થતા ઘણા ઉપદ્રવો, નીચ (અથમ) લોકોના આક્રોશાદિક દુર્વચનો સહન કરવાં અને અનિષ્ટ સ્થાને પરતંત્રતાથી વસવું—એ સર્વે દુઃખના હેતુઓ છે.’’
चारगनिरोहवहबंध-रोगधणहरणमरणवसणाई । મળસંતાવો' અનસો, વિોવળયા ય માણુસ્સે ॥૨૮॥
અર્થ “વળી કોઈ પણ અપરાધને લીધે કારાગૃહમાં સંઘન, દંડાદિકના માર, રજ્જુ શૃંખલા વગેરેથી બંઘન, વાત પિત્ત અને કફથી ઉત્પન્ન થતા રોગો, ધનનું હરણ, મરણ અને વ્યસન (કષ્ટ), તથા મનનો સંતાપ, અપયશ અને બીજા પણ ઘણા પ્રકારનાં વિગોપનો (વગોણાં)એ સર્વે મનુષ્યભવમાં દુઃખના કારણો છે તો ત્યાં શું સુખ છે ? કાંઈ જ નથી.’’
चिंतासंतावेहि य, दारिहरु आहिं दुप्पउत्ताहिं । लद्धूण वि माणुस्सं, मरंति केई सुनिव्विण्णा ॥ २८४॥ અર્થ—“મનુષ્યભવ પામીને પણ કેટલાક પ્રાણીઓ કુટુંબના ભરણપોષણાદિકની ચિંતા વડે અને ચોરાદિથી ઉત્પન્ન થતા સંતાપ વડે તથા પૂર્વભવમાં કરેલાં દુષ્કર્મોએ પ્રેરેલાં એવા દારિદ્રય અને ક્ષયાદિક રોગો વડે સુનિર્વિણ્ણ એટલે અત્યંત નિર્વેદ પામ્યા સતા ખેદ પામીને મરણ પામે છે. માટે એવી રીતે ચિંતાદિ વડે મનુષ્યભવ નિષ્ફલ જવા દેવો યોગ્ય નથી; કિંતુ અમૂલ્ય મનુષ્યજન્મ પામીને ધર્મકાર્યમાં ઉદ્યમ કરવો યોગ્ય છે એ તાત્પર્યાર્થ છે.’
હવે દેવતાઓને પણ સુખ નથી એ વાત સ્પષ્ટપણે કહે છે–