________________
ઉપદેશમાળા
૨૬૪
પંડિત પુરુષે ક્ષાંત્યાદિક દશ પ્રકારના ધર્મના આરાઘનમાં એક નિમેષમાત્ર પણ પ્રમાદ શા માટે કરવો જોઈએ ? અર્થાત્ સર્વથા પ્રમાદ ન જ કરવો જોઈએ.’
दिव्वालंकारविभू-सणाइ रयणुञ्जलाणि य घराई । रूवं भोगसमुदओ, सुरलोगसमो कओ इहयं ॥ २७७॥ અર્થ—“આ (મનુષ્ય) લોકમાં સુરલોક જેવાં દિવ્ય અલંકારો (સિંહાસન, છત્ર વગેરે) અને મુકુટાદિક આભૂષણો, રત્નોએ કરીને ઉજ્જવળ (નિર્મળ) ગૃહો, રૂપ (શરીરનું સૌભાગ્ય) અને ભોગસમુદાય એટલે ભોગનો સંયોગ—એ સર્વ ક્યાંથી હોય ?” અર્થાત્ સર્વથા ન જ હોય, માટે ધર્મકાર્યમાં ઉદ્યમ કરવો, જેથી તેવાં સુખ પ્રાપ્ત થાય, એ આ ગાથાનો ઉપદેશ છે.”
देवाण देवलोए, जं सुक्खं तं नरो सुभणिओ वि । ન માફ વાલસા વિ, ખલ્લ વિનીહાલય દુ ૨૭૮૫
અર્થ—“જે કોઈ પુરુષને સો જિહ્વા હોય તેવો સુભણિત (વાચાળ) માણસ પણ સો વર્ષે કરીને પણ, દેવલોકમાં દેવતાઓને જે સુખ છે તે સુખને કહી શકતો જે નથી; અર્થાત્ સો જિહ્વાવાળો વાચાળ પુરુષ સો વર્ષ સુધી દેવતાઓના સુખનું જ વર્ણન કર્યા કરે, તોપણ તે સુખના વર્ણનનો પાર ન આવે. એટલાં બધાં સુખ દેવલોકમાં છે; તો બીજો સાધારણ માણસ તો તે સુખનું વર્ણન શી રીતે કરી શકે?’’
नरएसु जाइ अइक - क्खडाइ दुक्खाइ परम तिक्खाइ । જો વશેરી તારૂં, નીવંતો વાલજોડી વિ ધારછા
અર્થ—“નરકમાં અતિ કર્કશ (દુસ્સહ) અને વિપાકની વેદના વડે પરમ (અતિ) તીક્ષ્ણ એવા ક્ષુઘા, તૃષા, પારવશ્યાદિ જે દુઃખો છે, તે દુઃખોને કરોડ વર્ષો સુધી પણ જીવતો એવો કયો મનુષ્ય વર્ણન કરવા શક્તિમાન છે? કોઈ જ નથી; અર્થાત્ તે દુઃખો સતત કરોડ વર્ષો સુધી કહેતાં પણ કહી શકાય નહીં.’’ कक्खडदाहं सामलि - असिवण वेयरणि पहरणसएहिं । जा जायणाउ पावंति, नारया तं अहम्मफलं ॥ २८०॥ અર્થ—“નારકીઓ કર્કશ દાહ (અગ્નિમાં પકાવવું), શાલ્મલિ (શાહ્મલિ વૃક્ષનાં પત્રોવડે અંગનું છેદન), અસિવન (ખડ્ગ જેવાં પાંદડાં હોય છે તેવા વૃક્ષવાળા વનમાં ભમવું), વૈતરણી (વૈતરણી નામની નદીના તપાવેલા સીસા જેવા જળનું પાન કરવું) અને કુઠારાદિક સેંકડો જાતિનાં પ્રહરણ (શસ્ત્રો) વડે અંગછેદન—તે વડે જે યાતનાઓ (પીડાઓ) પામે છે, તે સર્વ અધર્મનું (પાપોનું) ફળ જાણવું.” હવે તિર્યંચગતિનાં દુઃખોનું વર્ણન કરે છે—