________________
(૮) બ્રહ્મદત્ત ચક્રીની કથા છે કે જેણે આવું નીચ કામ કર્યું, એણે પોતાને હાથે જ મૃત્યુ માગી લીધું છે. એ જોકે બુદ્ધિમાન છે છતાં પણ નીચ હોવાથી ઉપેક્ષા કરવા યોગ્ય છે. કહ્યું છે કે
लूणह घुणह कुमाणसह ए त्रिहुं इक्कसहाओ। जिहां जिहां करे निवासडो, तिहां तिहां फेडे ट्राओ॥ લૂણો, ઘુણો ને કુમાણસ એ ત્રણે એક સરખા સ્વભાવવાળા હોય છે. તે જ્યાં જ્યાં નિવાસ કરે છે ત્યાં ત્યાં રહેવાનાં સ્થાનકનો જ નાશ કરે છે.' લૂણો ભીંત વગેરેને પાયમાલ કરે છે; ઘણો લાકડામાં થાય છે, તે તેને કોતરી નાખે છે, અને ખરાબ માણસ જે આશ્રય આપે તેને જ પાયમાલ કરે છે. તેથી આ પ્રઘાન વધ્ય છે.” એમ વિચારી ચંડાલને બોલાવીને કહ્યું કે એને વઘભૂમિમાં લઈ જઈને મારી નાખો.' રાજાની આજ્ઞા થતાં ચંડાલ નમુચિને વઘભૂમિએ લઈ ગયો. પણ ત્યાં તેને વિચાર આવ્યો કે અરે! કોઈ માઠા કર્મના યોગથી આ કામ થયેલું છે. વિનાશકાલે બુદ્ધિમાન પુરુષોની બુદ્ધિ પણ નાશ પામે છે. કહ્યું છે કે.. न निर्मिता केन न दृष्टपूर्वा, न श्रूयते हेममयी कुरंगी ।
तथाऽपि तृष्णा रघुनंदनस्य, विनाशकाले विपरीतबुद्धिः ॥. ' “સોનાની હરિણી કોઈએ બનાવેલી નથી, કોઈએ પૂર્વે જોયેલી નથી તેમ સાંભળેલી પણ નથી, તો પણ તેને માટે રઘુનંદન(રામ)ની તૃષ્ણા થઈ, માટે વિનાશકાળે વિપરીત બુદ્ધિ જ થાય છે. વળી કહ્યું છે કે
રાવજી તને , ગોતરો વૃદ્ધિ વસે;
છીપાવેal, gવે વૃદ્ધિ ન સંવરી. - રાવણના કપાળમાં એકસો ને આઠ બુદ્ધિઓ વસતી હતી, છતાં પણ જ્યારે લંકાનો ફાટણ (વિનાશ) કાલ આવ્યો ત્યારે એકે બુદ્ધિ સ્મરણમાં આવી નહીં.”
વળી ચાંડાલે વિચાર્યું કે આ પ્રઘાન મહા બુદ્ધિવાળો છે અને મારા ઘરમાં બે છોકરા ભણવા લાયક થયા છે, પણ બીજો કોઈ તેમને ભણાવશે નહીં, તેથી જો આ પ્રઘાન તેમને ભણાવવાનું કબૂલ કરે તો હું તેનો બચાવ કરું.’ એ પ્રમાણે વિચારી તેણે નમુચિને પૂછ્યું કે જો તું મારા પુત્રોને ભણાવે તો હું તારું રક્ષણ કર્યું. તેણે તેમ કરવાનું કબૂલ કર્યું, તેથી ચાંડાલે તેને ગુસપણે પોતાના ઘરે આપ્યો અને રાજાના ભયથી તેને ભોંયરામાં રાખો. ત્યાં રહીને તે ચિત્ર અને સંભૂતિ નામના ચાંડાલપુત્રોને ભણાવવા લાગ્યો. તેઓ બુદ્ધિમાન હોવાથી થોડા વખતમાં સકલ શાસ્ત્રમાં પારંગત થયા. નમુચિ પ્રઘાન ત્યાં રહેતો સતો ચિત્રસંભૂતિની માતાની સાથે પ્યારમાં પડ્યો. અહો! આ કામનો દુષ્ટ સ્વભાવ જ દુસ્યજ છે–દુઃખે કરીને ત્યાગી શકાય છે. કારણ કે આવી અવસ્થાને પામ્યા છતાં પણ નીચ માણસ વિષયની આશંસા તજતો નથી. કહ્યું છે કે