________________
૫૮
ઉપદેશમાળા
સર્પને જોયો, એટલે સર્પને ગાળ દીધી કે અરે દુરાત્મન્ ! મારા ભાઈને હણીને તું ક્યાં જાય છે? એવાં તેનાં વચન સાંભળીને ક્રોધિત થયેલો સર્પ કૂદીને તેને પણ કરડ્યો. બન્ને ભાઈઓ મૃત્યુ પામ્યા. બીજા ભવમાં કાલિંજર પર્વતની અંદર હરિણીની કુક્ષિમાં તેઓ મૃગપણે ઉત્પન્ન થયા. તેઓ પરસ્પર અતિ સ્નેહયુક્ત થયા. એકદા કોઈ શિકારીના બાણપ્રહારથી તેઓ મરણ પામ્યા. ત્રીજા ભવમાં ગંગા નદીના કિનારે હંસીની કુક્ષિને વિષે હંસપણે ઉપન્યા. તે ભવમાં પણ તેઓ પરસ્પર ઘણા સ્નેહવાળા થયા. તેઓ ગંગા કિનારે રહેલા કમલના બિસતંતુઓ ખાય છે અને સુખમાં કાલ વ્યતીત કરે છે. તેવામાં કોઈ એક શિકારીએ તે બન્નેને મારી
નાખ્યા.
ચોથે ભવે સાધુવેષની નિંદા કરવાના કારણે કાશી નગરમાં કોઈ ચંડાલને ઘરે પુત્રપણે ઉત્પન્ન થયા. તે ચંડાલે પુષ્કળ ધન ખર્ચી તે બન્ને છોકરાનાં નામ ચિત્ર અને સંભૂતિ પાડ્યાં. તેઓ પૂર્વભવના સ્નેહથી અન્યોન્ય અતિ રાગયુક્ત થયા. એક ક્ષણ પણ એક-બીજાનો વિયોગ સહન કરી શકતા નહોતા.
હવે તે નગરનો જે રાજા છે તેની સભામાં નમુચિ નામનો પ્રઘાન છે. તે પ્રધાન રાજાનું પરમ વિશ્વાસસ્થાન છે. પરંતુ તેં રાજાની પટ્ટરાણીની સાથે પ્યારમાં સંલગ્ન થયો છે, અને તેની સાથે દ૨૨ોજ ભોગ ભોગવે છે. પટ્ટરાણીને પણ તેની સાથે અત્યંત સ્નેહ બંધાયો છે, તેથી તે પોતાના ભર્તારની અવગણના કરીને તે નમુચિની સાથે ભોગ ભોગવે છે. અહો ! કામની અંઘતા અપૂર્વ છે. કહ્યું છે કે—
दिवा पश्यति नो घूकः, काको नक्तं न पश्यति । अपूर्वः कोऽपि कामान्धो, दिवा नक्तं न पश्यति ॥
‘ઘુવડ દિવસે જોઈ શકતો નથી, કાગડો રાત્રિએ દેખતો નથી; પણ કામાંધ તો કોઈ અપૂર્વ સંઘ છે કે જે દિવસે તેમજ રાત્રિએ જોઈ શકતો નથી.’ વળી– यां चिन्तयामि सततं मयि सा विरक्ता साऽप्यन्यमिच्छति जनं स अस्मत्कृते च परितुष्यति धिक् तां च तं च मदनं च इमां च मां च ॥
जनोऽन्यसक्तः । . काचिदन्या
‘જે સ્ત્રીનું હું હંમેશાં ચિંતવન કરું છું તે મારાથી વિમુખ રહે છે અને તે અન્ય પુરુષને ઇચ્છે છે, તે પુરુષ બીજી સ્ત્રીમાં આસક્ત થયેલો છે, અને તે બીજી કોઈ સ્ત્રી મને ચાહે છે; માટે તે રાણીને ઘિક્કાર છે, તેના યારને ઘિક્કાર છે, મંદનને (કામને) ધિક્કાર છે, તે સ્ત્રીને ધિક્કાર છે અને મને પણ ધિક્કાર છે.’
એ પ્રમાણે ઘણા દિવસો જતાં તેનું પાપ કોઢની માફક ફૂટી નીકળ્યું. રાજાએ તે વાત જાણી, એટલે તે મનમાં વિચાર કરવા લાગ્યો કે “આ પાપાત્મા પ્રધાન દુષ્ટ