________________
(૩૦) પ્રદેશી રાજાનું દૃષ્ટાંત
૧૫૧
ઉપર કિંચિત્ પણ ક્રોથ કર્યા વિના પૌષઘશાલામાં આવી, દર્ભનો સંથારો કરી, ઈશાન કોણ સન્મુખ બેસી, ભગવાન ધર્માચાર્ય શ્રીકેશીગણઘરને નમસ્કાર કરી, પોતે લીધેલાં વ્રતમાં લાગેલા અતિચારોની સમ્યક્ પ્રકારે આલોચના પ્રતિક્રમણા કરીને તેણે કાળ કર્યો, અને સૂર્યાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમ આયુષ્યવાળો સૂર્યભ નામનો દેવ થયો. પછી ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં અવતરીને મોક્ષે જશે.
આ પ્રમાણે નરકમાં જવાને તૈયાર થયેલા અતિપાપી પ્રદેશી રાજાએ જે દેવવિમાન પ્રાપ્ત કર્યું તે કેશીગણધરનું જ માહાત્મ્ય છે. માટે “દુઃખનું નિવારણ કરનાર અને સુખને પ્રાપ્ત કરાવનાર ધર્માચાર્યોની જ પ્રયત્નપૂર્વક સેવા કરવી” એવો આ કથાનો ઉપદેશ છે. ।। કૃતિ પ્રવેશીનૃપ જ્યા ॥ આ જ હકીકત ગાથા ૧૦૩ માં ગ્રંથકર્તા પોતે જ કહે છે તે આ પ્રમાણે— नरयगइगमणपडि- हत्थाए कए तह पएसिणा रन्ना । ઝમરવિમાળ પત્ત, તેં આયરિયમવેળ ૧૦૩॥
અર્થ—“તેમજ નરકગતિએ જવાનું પ્રસ્થાન કર્યા છતાં પ્રદેશી રાજાએ જે દેવવિમાન પ્રાપ્ત કર્યું તે આચાર્યના પ્રભાવથી જ જાણવું.” તેથી ગુરુની સેવા જ મોટા ફળને આપનારી છે. વળી–
धम्मम्मएहि अइसुंदरेहि कारणगुणोवणीएहिं । पलहायंतो य मणं सीसं चोएइ आयरिओ ॥ १०४ ॥ અર્થ—આચાર્ય ઘર્મમય, અતિસુંદર અને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ કારણ સંબંધી ગુણોએ સહિત એવાં વચનો વડે (શિષ્યના) મનને આનંદ ઉપજાવતા સતા શિષ્યને પ્રેરણા કરે છે–શિક્ષા આપે છે.’
ધર્મમય એટલે ધર્મની પ્રચુરતાવાળાં અને અતિ સુંદર એટલે દોષરહિત એવાં વચન જાણવાં.
जीयं काऊण पणं, तुरुमिणी दत्तस्स कालिअत्रेण । अविय सरीरं चत्तं, न य भणिअमहम्मसंजुत्तं ॥१०५॥ અર્થ—“તુરુમિણી નગરીમાં કાલિકાચાર્યે દત્ત રાજાની આગળ જીવિતવ્યનું પણ (મૂલ્ય) કરીને શરીર પણ (મનવર્ડ) તજ્યું પરંતુ અધર્મસંયુક્ત (અસત્ય વચન) બોલ્યા નહીં.’’
ભાવાર્થ-દત્ત રાજાએ યજ્ઞનું ફળ પૂછ્યુ સતે કાલિકાચાર્યે તેનો ભય માત્ર અવગણીને, મનવડે શરીર પણ તજી દઈને ‘તેનું ફળ નરક છે' એમ સ્પષ્ટ કહ્યું, પણ ધર્મ વિરુદ્ધ ઉત્તર આપ્યો નહીં. એ પ્રમાણે અન્ય મુનિએ ભયના પ્રસંગમાં પણ અસત્ય વચન બોલવું નહીં. અહીં કાલિકાચાર્યનો સંબંધ જાણવો.