________________
(૫૫) અર્ણિકાપુત્ર સંબંધ
૨૧૯
અને પોતાની વહુ બતાવીને કહ્યું કે ‘આટલું મેળવીને હું આવ્યો છું.’ તે વખતે પૌત્ર અને પુત્રવધૂને જોઈને માતાપિતા ઘણા ખુશી થયા અને પિતાએ પોતાના પૌત્રનું ઉચિત નામ પાડ્યું, પરંતુ અર્ણિકાપુત્ર એવું નામ વિશેષપણે લોકમાં પ્રસિદ્ધ થયું.
અનુક્રમે અર્ણિકાપુત્ર યુવાન થયો, પરંતુ વિષયમાં વિરક્ત હોવાથી તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. તેણે આગમનું રહસ્ય જાણી, ઘણા જીવોને પ્રતિબોધ પમાડીને આચાર્યપદ મેળવ્યું. પછી સાધુસમુદાય સાથે વિહાર કરતા પુષ્પભદ્ર નગરે પધાર્યા. ત્યાર પછી જે હકીકત બની તે ઉપર કહેલી પુષ્પચૂલાની કથાથી જાણી લેવી. *
सुहिओ न चयइ भोए, चयइ जहा दुक्खओ त्ति अलियमिणं । चिक्कणकम्मोलित्तो, न इमो न इमो परिच्चयइ ॥ १७२॥ અર્થ—“જેમ દુઃખી માણસ વિષયભોગાદિકનો ત્યાગ કરે છે તેમ સુખી માણસ ભોગાદિકનો ત્યાગ કરી શકતો નથી, એમ લોકો જે કહે છે તે અસત્ય છે, નિયત વાક્ય નથી. કેમકે ચીકણાં કર્મોથી અવલિત થયેલો સુખી કે દુઃખી કોઈ પણ ભોગને તજતો નથી.’’ જો કર્મની લઘુતા હોય, હળુકર્મી હોય તો જ ભોગોને તજી શકે છે, તે સિવાય કોઈ તજી શકતો નથી, એમ સિદ્ધ થાય છે.
जह चयइ चक्कवट्टी, पवित्थरं तत्तियं मुहुत्तेण । ન યક્ તદા ગહશો, તુબુદ્ધી હવ્વર તમો ।।૧૭૩૫ અર્થ—જેમ ચક્રવર્તી એક ક્ષણવારમાં ઘણા વિસ્તારવાળી રાજ્યલક્ષ્મીને તજી દે છે, તેમ અઘન્ય (અપુણ્યશાળી) અને દુષ્ટ બુદ્ધિવાળો ભિખારી ગાઢ કર્મથી અવલિત હોવાથી માત્ર એક ખર્પર જે ભિક્ષા માગવાનું પાત્ર તેને પણ તજી શકતો
નથી.
19
देहो पिपीलियाहिं, चिलाइपुत्तस्स चालणी व्व कओ । तणुओ वि मणपउसो, न चालिओ तेण ताणुवरिं ॥१७४॥ અર્થ “કીડીઓએ ચિલાતીપુત્રના દેહને ચાલણી જેવો છિદ્રવાળો કરી નાંખ્યો, તોપણ તેણે તે કીડીઓ પર થોડો પણ મનમાં દ્વેષ કર્યો નહીં.’’
पाणच्चए वि पावं, पिपीलियाए वि जे न इच्छंति । ते कह जई अपावा, पावाइं करंति अन्नस्स ॥१७५॥ અર્થ—જેઓ પ્રાણનો નાશ થાય તોપણ કીડીઓ જેવા જીવો પર પણ પાપ કર્મ કરવા ઇચ્છતા નથી, તેવા પાપરહિત મુનિઓ બીજા જીવો પર પાપકર્મ તો ક્યાંથી જ કરે ? અર્થાત્ બીજાઓ પર તો પ્રતિકૂળ આચરણ સર્વથા ન જ કરે.’ શરીરને ચાલણી જેવું કરનાર કીડીઓનો વિનાશ પણ જે ન ઇચ્છે, તે અન્યનું અહિત તો કરે જ કેમ ? એ તાત્પર્ય સમજવું.