________________
યતનાનું નિરૂપણ
૨૬૯ રહેલો એવો મુનિ ઈર્યા(ગમન)માં સમિત એટલે સારી રીતે ઉપયોગવાળો (ઈર્યાસમિતિનું પાલન કરનાર) કહેવાય છે.”
कजे भासइ भासं, अणवजमकारणे न भासइ य । विग्गहविसुत्तियपरिवजिओ अ जइ भासणासमिओ ॥२९७॥
અર્થ–“જ્ઞાનાદિક કાર્ય માટે (ઉપદેશ અને પઠનપાઠનાદિ નિમિત્તે) અનવદ્ય ( નિષ) ભાષા (વચન) બોલે અને કારણ વિના બોલે જ નહીં, તથા ચાર વિસ્થા અને વિરુદ્ધ વચન બોલવા (ચિંતવવા) વડે વર્જિત (રહિત) એવો યતિ ભાષા સમિત એટલે બોલવામાં સાવઘાન કહેવાય છે.”
વામેિલાગો, મોવળતો જ પં સોડા
सो एसणाइ समिओ, आजीवी अन्नहा होई ॥२९८॥ અર્થ “જે બેંતાળીશ પ્રકારની એષણાને (આહારના દોષને) તથા સંયોજના વગેરે પાંચ પ્રકારના ભોજનના દોષોને શુદ્ધ કરે છે, એટલે તેવા દોષરહિત આહાર કરે છે તે સાધુ એષણામાં (આહારમાં) સમિત (ઉપયોગવાન) કહેવાય છે, (એષણાસમિત કહેવાય છે). અન્યથા એટલે અશુદ્ધ અને દોષથી દુષ્ટ થયેલો આહાર ગ્રહણ કરે, તો તે આજીવી (આજીવિકાકારી) કહેવાય છે. અર્થાત્ સાધુનો વેષ ઘારણ કરીને તેના વડે આજીવિકા (ઉદરનિર્વાહ) કરનાર કહેવાય છે.”
પુäિ વરઘુપરિલિય, માં નો વે nિg૬ વાગ આ ગાથાનમંડનિવ-વાફ સમિણો મુળ હારશા ' અર્થ-“જે (નિ) વસ્ત ગ્રહણ કર્યા પહેલાં ચક્ષુવડે પરીક્ષા કરીને (સારી રીતે જોઈને) પછી રજોહરણાદિક વડે પ્રમાર્જના કરીને (પંજીને) કોઈ પણ વસ્તુ “ભૂમિ પર સ્થાપન કરે (મૂકે) છે, અથવા ભૂમિપરથી ગ્રહણ કરે છે, તે મુનિ આદાન (ભૂમિ પરથી વસ્તુનું ગ્રહણ) અને ભાંડના (ઉપકરણના નિક્ષેપ (પૃથ્વી પર સ્થાપન)માં સમિત (સાવઘાન) હોય છે, અર્થાત્ યતના પૂર્વક કોઈ પણ વસ્તુને ગ્રણે કરતો અથવા મૂકતો સાઘુ આદાનનિક્ષેપણાસમિત કહેવાય છે.”
उच्चारपासवणखेल-जल्लसिंघाणए य पाणविही । - सुविवेइए पएसे, निसिरंतो होइ तस्समिओ ॥३०॥
અર્થ–“ઉચ્ચાર (વડીનીતિ), પ્રસ્ત્રવણ (લઘુનીતિ), ખેલ (મુખનો મળ-કફ વગેરે), જલ્લ (શરીરનો મેલ), અને સિંઘાણ (નાસિકાનો મેલ) તથા ૪ શબ્દથી બીજા પણ પરિષ્ઠાપન કરવા યોગ્ય (પરઠવવા યોગ્ય) અશુદ્ધ ભક્તપાન વગેરે–તે સર્વને સુવિવિક્ત એટલે ત્રસસ્થાવર જંતુરહિત એવા સારી રીતે શોધેલા પ્રદેશમાં પરિષ્ઠાપન કરતો મુનિ પારિષ્ઠાપનિકા સમિતિવાળો હોય છે, કહેવાય છે.”