________________
૨૭છે.
ઉપદેશમાળા कोहो माणो माया, लोभो हासो रई य अरई य । - લોગો માં દુછા, પન્નવા વછી એ સવ્વ રૂ૦૧
અર્થ “ક્રોઘ (અપ્રીતિ), માન (બીજાના ગુણનું અસહન), માયા (કપટ), લોભ (ગૃદ્ધતા), હાસ (હાસ્ય), રતિ (પ્રીતિ), અરતિ (અપ્રીતિ), શોક, ભય અને જુગુપ્સા એ સર્વે સાક્ષાત્ કલિ એટલે ક્લેશરૂપ છે. એ દશેને ક્લેશરૂપ જાણવા.” પ્રથમ ક્રોઘના ભેદ (પર્યાયો) કહે છે–
कोहो कलहो खारो, अवरुप्परमच्छरो अणुसओ अ।.. चंडत्तणमणुवसमो, तामसभावो अ संतावो ॥३०२॥ નિડા નિમંછ, નિરભુવત્તિર સંવાણી . . .
कयनासो अ असम्म, बंधइ घणचिक्कणं कम्मं ॥३०३॥ અર્થ “ક્રોઘ (અપ્રીતિ), કલહ (વચનની મારામારી), ખાર (બીજા પર દુષ્ટ આશય રાખવો), પરસ્પર મત્સર (માંહોમાંહે અદેખાઈ કરવી), અનુશય (પશ્ચાત્તાપ, ક્રોઘ કરવાથી પાછળથી પશ્ચાત્તાપ થાય છે માટે અનુશય પણ ક્રોઘનું નામ કહેવાય), ચંડત્વ (ભૃકુટિ ચડાવવી), અનુપશમ (ઉપશમનો અભાવ, શાંતપણું ન રાખવું), તામસ ભાવ (તમોગુણ), અને સત્તાપ (એ સર્વે ક્રોઘના પર્યાયોબીજા નામો છે).
વળી નિછોટન (ક્રોથથી આત્માનું મલિન થવું), નિર્ભર્લ્સન (ક્રોથથી બીજાની તર્જના કરવી), નિરનુવર્તિત્વ (ક્રોઘથી બીજાની મરજી પ્રમાણે ન વર્તવું), અસંવાસ (પરિવાર સાથે ન રહેવું, ક્રોઘથી માણસ એક્લો વિચરે છે, માટે અસંવાસ પણ ક્રોઘનો પર્યાય કહેવાય), કૃતનાશ (કોઈએ કરેલા ઉપકારનો નાશ કરવો) તથા અશામ્ય (સમપણાનો અભાવ) એ સર્વે ક્રોઘના ફળરૂપ હોવાથી ક્રોઘના પર્યાયો છે. તેમાં વર્તતો જીવ ગાઢ ચીકણા (અત્યંત કટુરસવાળાં નિકાચિત). કર્મ બાંધે છે. માટે ક્રોઘનો ત્યાગ કરવો, એ અહીં તાત્પર્યાર્થ છે.” હવે માનના પર્યાયો કહે છે–
माणो मयहंकारो, परपरिवाओ अ अत्तउक्करिसो। परपरिभवो वि य तहा, परस्स निंदा असूआ य ॥३०४॥ हीला निरोवयारित्तणं, निरवणामया अविणओ अ।
परगुणपच्छायणया, जीवं पाडंति संसारे ॥३०५॥ અર્થ-“માન એટલે સામાન્ય રીતે અભિમાન, મદ (જાતિ વગેરેનો ઉત્કર્ષ), અહંકાર (અહંતા, હુંપણું), પરનો પરિવાદ (અવર્ણવાદ તે પણ માનનું નામ છે), અને આત્મોત્કર્ષ (પોતાનો ઉત્કર્ષ, આપવડાઈ), (પિ નો અર્થ સમુચ્ચય-સમુદાયરૂપ