________________
૨૯૮
ઉપદેશમાળા
संघयणकालबलदू-समारुयालंबणाई चित्तूणं ।
सव्वं चिय नियमधुरं, निरुज्जमाओ पमुच्चंति ॥२९३॥ અર્થ–“નિરુદ્યમી (આલસ્યવાળા) મનુષ્યો સંહનન (આજે પ્રથમના જેવું બળવાન સંઘયણ નથી), કાળ (હાલ ખરાબ કાળ વર્તે છે), બળ (પ્રથમના જેવું આજે બળ નથી), દુષમકાળ (હાલ પાંચમો આરો વર્તે છે), અને અરજ (આજે નીરોગીપણું નથી) એવા આલંબનોને ગ્રહણ કરીને પ્રાપ્ત થયેલા ચારિત્ર, ક્રિયા, તપ વગેરે સર્વ નિયમોની ઘૂંસરીને (ભારને) “જિય' એટલે નક્કી મૂકી દે છે, પણ તેવું આલંબન લેવું યોગ્ય નથી, અને સમય પ્રમાણે આળસ તજીને યથાશક્તિ ઘર્મમાં ઉદ્યમ કરવો જોઈએ.”
कालस्स य परिहाणी, संयमजोगाइ नत्थि खित्ताई। .....
जयणाइ वट्टिअव्वं, न हु जयणा भंजए अंग ॥२९४॥ અર્થ–“વળી દિવસે દિવસે કાળની હાનિ થતી જાય છે, અને સંયમને યોગ્ય એવા ક્ષેત્રો પણ હાલમાં રહ્યાં નથી, તેથી શું કરવું? એવા શિષ્યના પ્રશ્નનો ગુરુ ઉત્તર આપે છે કે યતનાપૂર્વક વર્તવું કેમકે હુ એટલે નિશ્ચ યતના રાખવાથી ચારિત્રરૂપી અંગ ભાંગતું નથી–ચારિત્રનો વિનાશ થતો નથી. તેથી યતનાપૂર્વક યથાશક્તિ ચારિત્રમાં ઉદ્યમ કરવો એ તાત્પર્યાર્થ છે.” ' . समिइ-कसाय-गारव-इंदिय-मय-बंभचेर-गुत्तीसु।
सज्झाय-विणय-तवसत्तिओ अ जयणा सुविहियाणं ॥२९॥ અર્થ–“સારું છે વિહિત (આચરણ) જેમનું એવા સુવિહિત સાધુઓને ઈર્યાદિક પાંચ સમિતિનું પાલન કરવું, ક્રોઘાદિક કષાયનો નિગ્રહ કરવો, ઋદ્ધિ, રસ અને સાતા એ ત્રણ ગારવનું નિવારણ કરવું, ઇન્દ્રિયોને વશ કરવી, જાતિ વગેરે આઠ પ્રકારના મદનો ત્યાગ કરવો, નવ પ્રકારની બ્રહ્મચર્યગતિનું પાલન કરવું તથા વાચનાદિક પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો, દશ પ્રકારનો વિનય કરવો, બાહ્ય અને અત્યંતર ભેદે કરીને બાર પ્રકારનું તપ કરવું તથા પોતાની શક્તિનું ગોપન ન કરવું–ઇત્યાદિક યતના કરવી જોઈએ.” હવે યતનાનું જ નિરૂપણ કરે છે–
जुगमित्तंतरदिट्ठी, पयं पयं चक्खुणा विसोहितो ।
अव्वक्खित्ताउत्तो, इरियासमिओ मुणी होइ ॥२९६॥ અર્થ-“યુગમાત્ર (ચાર હાથ પ્રમાણ) ક્ષેત્રની અંદર દ્રષ્ટિ રાખનાર, પગલે પગલે ચક્ષુ વડે પૃથ્વીનું વિશોઘન કરતો એટલે સારી રીતે અવલોકન કરતો, તથા શબ્દાદિક વિષયોમાં વ્યાક્ષેપરહિત (સ્થિર મનવાળો) હોવાથી ઘર્મધ્યાનમાં જ