________________
૨૬૭
ઘર્મની દુર્લભતા આજ્ઞા ઉઠાવવાની જેમ જો શ્રી જિનેશ્વરની આજ્ઞા ઉઠાવે, તો તેઓ સર્વનું સ્વામીપણું પામે તેમ છે, માટે જિનપ્રરૂપિત ઘર્મની આજ્ઞા માનવી જોઈએ.”
संसारचारए चारए व्व, आवीलियस्स बंधेहिं ।
उब्विग्गो जस्स मणो, सो किर आसन्नसिद्धिपहो ॥२८९॥ અર્થ–“કારાગૃહ જેવા આ ચાર ગતિવાળા સંસારના ભ્રમણમાં કર્મરૂપ બંઘનો વડે પીડા પામેલા (બંધાયેલા) એવા જે પુરુષનું મન ઉદ્વેગ પામેલું હોય, તે પુરુષને નિચે આસન્નસિદ્ધિપથ (જેને સિદ્ધિમાર્ગ નજીકમાં રહેલો છે તેવો) જાણવો. આ પરિમિત સંસારીનું (જેના સંસારનું પ્રમાણ થયું છે તેનું) લક્ષણ છે. __ आसन्नकालभवसिद्धि-यस्स जीवस्स लक्खणं इणमो ।
विसयसुहेसु न रज्जइ, सव्वत्थामेसु उज्जमइ ॥२९०॥ અર્થ–“જેની અલ્પકાળમાં જ ભવથકી-સંસારથકી સિદ્ધિ (મુક્તિ) થવાની છે એવા જીવનું એ લક્ષણ છે કે તેવો જીવ પાંચ ઇન્દ્રિયોના શબ્દાદિક વિષયોમાં રંજિત થતો નથી, અને સર્વત્ર (તપ સંયમાદિ અનુષ્ઠાનમાં) પોતાની સર્વ શક્તિ વડે ઉદ્યમ કરે છે.” અહીં ગાથામાં પ્રાકૃત ભાષા હોવાથી તૃતીયાના અર્થમાં સપ્તમી વિભક્તિ છે.
हुञ्ज व न व देहबलं, धिइमइसत्तेण जइ न उज्जमसि । • . अथिहिसि चिरं कालं, बलं च कालं च सोयंतो ॥२९१॥
અર્થ–“હે શિષ્ય! દેહનું બળ (સામથ્થ) હોય કે ન હોય તો પણ જો તું શ્રુતિ (મનની ધીરજ), મતિ (પોતાની બુદ્ધિ) અને સત્ત્વ (સાહસ) વડે કરીને ઘર્મમાં ઉદ્યમ નહીં કરીશ, તો પાછળથી બળનો (એટલે શરીરનું સામર્થ્ય હાલ નથી એમ) અને કાળનો (એટલે ઘર્મ કરવાનો આ સમય નથી એમ) શોચ કરતો ચિરકાળ સુધી સંસારમાં રહીશ, ભ્રમણ કરીશ; અર્થાત્ ઘર્મ નહીં કરવાથી તું પાછળથી ઘણા કાળ સુધી શોક કરીશ કે હવે શું કરું?” . लद्धिल्लियं च बोहिं, अकरितोऽणागयं च पत्थिंतो ।
અન્ન તારું વોહિં, હમતિ જ્યરેખ ? ૨૬૨ ' અર્થ–“હે મૂર્ખ! આ ભવે પ્રાપ્ત કરેલી બોથિને (જૈન ઘર્મની પ્રાપ્તિને) નહીં કરતો નહીં આચરતો) અને અનાગત એટલે આવતા ભવ સંબંઘી ઘર્મની પ્રાપ્તિની પ્રાર્થના કરતો (ઇચ્છતો) એવો તું બીજા ભવમાં તે બોધિને કયા મૂલ્ય વડે પામીશ? અર્થાત્ આ ભવમાં તું ઘર્મને પામ્યા છતાં તેનું આરાઘન કરતો નથી, તો આવતા ભવમાં તું શી રીતે તેને પામીશ?”
ફરીથી ઘર્મના ઉદ્યમરહિત પુરુષોને ઉપદેશ આપે છે–