________________
(૬૫) ચંડાલની કથા
૨૫૭ સાથે કોઈ દિવસ વાતચીત કરી નહીં, અને આ અપવિત્ર તથા આશાતના કરનાર ભીલની સાથે પ્રત્યક્ષ થઈને વાતચીત કરી.” તે સાંભળીને મહાદેવ બોલ્યા કે “હે વત્સ! તે ભીલની અને તારી ભક્તિમાં કેટલું અંતર છે તે હું તને દેખાડીશ.” તે સાંભળીને તે મુગ્ધ પોતાને ઘેર ગયો.
બીજે દિવસે તે જ પ્રમાણે મુગ્ધ શિવપૂજા કરવા આવ્યો. તે વખતે શિવે પોતાનું એક ત્રીજું ભાળમાં રહેલું નેત્ર અદ્રશ્ય કર્યું. તે જોઈને તે મુગ્ધ પણ મનમાં ખેદ પામ્યો અને “અરેરે! આ શું થયું? કોઈ પાપીએ આ પરમેશ્વરના ભાળમાં રહેલું નેત્ર કાઢી નાખેલું જણાય છે.” એમ કહીને તે મોટે સ્વરે રુદન કરવા લાગ્યો. એ રીતે ઘણી વાર સુધી રુદન કરીને પછી તેણે પૂજાદિક નિત્ય કૃત્ય કર્યું. થોડી વારે ભીલ પણ ત્યાં આવ્યો. તેણે પણ શિવનું ભાળનેત્ર જોયું નહીં, એટલે તેણે ક્ષણવાર શોક કરીને તરત જ પોતાના બાણવડે પોતાનું એક નેત્ર કાઢીને શિવના ભાળમાં ચોટાડ્યું, એટલે ત્રણે લોચન પૂરાં થયાં. પછી તેણે નિત્યનિયમ પ્રમાણે પૂજા કરી. તે વખતે શિવ પ્રત્યક્ષ થઈને બોલ્યા કે “હે વત્સ! તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માટે આજથી તને ઘણી સંપત્તિ પ્રાપ્ત થશે.” એ પ્રમાણે તેને વરદાન આપીને શિવે પેલા મુથને કહ્યું કે “તારી અને ભીલની ભક્તિમાં કેટલું અંતર છે તે મેં જોયું? અમે આંતર ભક્તિથી પ્રસન્ન થઈએ છીએ, માત્ર બાહ્ય ભક્તિથી પ્રસન્ન થતા નથી.” એમ કહીને શિવ અદ્રશ્ય થયા. ' જેમ તે ભીલે શિવની આંતર ભક્તિ કરી, તે પ્રમાણે બીજા શિષ્યોએ પણ જ્ઞાનદાતા ગુરુની ભક્તિ કરવી, એ આ કથાનું તાત્પર્ય છે. રૂરિ મીક સંબંધઃ // - સીહાળે નિસત્ર, લોવાનું જિગો નરવરિયો |
विजं मग्गइ पयओ, इअ साहुजणस्स सुअविणओ ॥२६६॥ અર્થ–બસિંહાસન પર પોતે જ બેસાડેલા શ્વપાક (ચાંડાલ) પાસે નરવરેન્દ્ર શ્રેણૂિંક રાજાએ પ્રણામ કરીને એટલે બે હાથ જોડીને વિદ્યા માગી, અર્થાત્ શ્રેણિક રાજાએ વિદ્યાને માટે શ્વપાકનો પણ વિનય કર્યો, તેવી રીતે સાધુજનનો શ્રુતવિનય શિષ્યોએ પણ કરવો; અર્થાત્ શ્રુતજ્ઞાન આપનાર ગુરુનો વિનય કરવો.”
ચંડાલની કથા - મગઘદેશમાં રાજગૃહ નામે નગર છે. તેમાં “શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતા. તેને “ચેલણા' નામે રાણી હતી. તેને એકદા ગર્ભના પ્રભાવથી ચોતરફ વાડી સહિત એક સ્તંભવાળા પ્રાસાદમાં વસવાનો મનોરથ (દોહદ) થયો. તે વાત રાજાએ અભયકુમારને જણાવી. અભયકુમારે દેવતાની આરાધના કરીને સર્વ ઋતુના ફળફૂલવાળાં વૃક્ષો સહિત તથા ચોતરફ કિલ્લા સહિત એક સ્તંભવાળો મહેલ !