________________
૧૮
ઉપદેશમાળા
અવર્ણવાદ બોલાય. જોકે તેણે અપરાઘ કર્યો છે તો પણ મારે તે વિષે વિચાર કરવો યોગ્ય નથી. કારણકે ઉપકારીના પ્રતિ પ્રત્યુપકાર કરવો એમાં કાંઈ આશ્ચર્ય નથી. પણ અપકાર કરવાવાળાની ઉપર ઉપકાર કરવો એ જ સત્પુરુષોનું લક્ષણ છે. કહ્યું છે કે ઉપકાર કરનાર ઉપર વા મત્સર વિનાના મનુષ્ય ઉપર દયા બતાવવામાં આવે તેમાં વિશેષતા શું છે? પણ જે અહિત કરનાર પ્રત્યે તેમજ સહસા અપરાધ કરનાર પ્રત્યે દયા બતાવે તે જ પુરુષોમાં અગ્રણી છે.”
એ પ્રમાણે વિચાર કરી કમલવતીએ કુમાર પાસે વરદાન માગ્યું. કુમારે કહ્યું કે “જે તારી ઇચ્છા હોય તે માગી લે. કમલવતી બોલી કે “જો તમે ઇચ્છિત વસ્તુ આપતા હો તો મારી ઉપર જેવા સ્નેહવાળા છો તેવા રત્નાવતી પ્રતિ સ્નેહવત થાઓ. જોકે તેણે અપરાઘ કર્યો છે તો પણ તે ક્ષમ્ય છે. કેમકે તમે ઉત્તમકુળમાં જન્મ્યા છો અને કુળવાન પુરુષોને ચિરકાળ સુધી ક્રોઘ રાખવો યોગ્ય નથી. કહ્યું છે કે “કુળવાન પુરુષોને ક્રોઘ થતો નથી. કદાચ થાય તો તે લાંબા કાળ સુધી રહેતો નથી; જો કદાચ લાંબા કાળ સુઘી રહે તો તે ફળતો નથી. તેથી સત્પુરુષોનો કોપ નીચ જનોના સ્નેહ જેવો છે.” વળી સ્ત્રીઓનું હૃદય પ્રાયે નિર્દય હોય છે. કહ્યું છે કે “અસત્ય, સાહસ, માયા, મૂર્ણત્વ, અતિલોભ, અસ્વચ્છતા અને નિર્દયપણું એ સ્ત્રીઓના સ્વાભાવિક દોષો છે. પોતાનો સ્વાર્થ સાધવા માટે તે નીચ આચરણ પણ આચરે છે.” આ પ્રમાણે કમલવતીના કહેવાથી કુમારે રનવતીનું પણ સન્માન કર્યું.
'પછી કેટલાક દિવસ ત્યાં રહીને પુરુષોત્તમ રાજાની આજ્ઞા લઈ કુમારે કનકપુર તરફ પ્રયાણ કર્યું. પિતાએ રત્નવતીને ઘણા દાસ, દાસી, અલંકાર, દ્રવ્ય વગેરે આપીને વિદાય કરી અને કુમારને પણ ઘણા હાથી, અશ્વ, રથ, પાયદળ, સુવર્ણ, મોતી વગેરે અર્પણ કર્યા. ચાલતાં ચાલતાં અનુક્રમે તેઓ પાડલીપુર સમીપે આવ્યા. ત્યાં જેણે પોતાની પુત્રીનું સર્વ વૃત્તાંત જાણ્યું છે એવો કમલસેન રાજા સન્મુખ આવી મહોત્સવપૂર્વક જમાઈને પોતાના ઘરે લઈ ગયો. કમલવતીને પણ બહુ સન્માન આપ્યું. નગરનાં લોકોએ તેની ઘણી પ્રશંસા કરી. તેની માતાએ પણ સ્નેહવડે તેને આલિંગન કર્યું. પછી ઘણા દિવસ ત્યાં રહીને કુમાર કનકપુર તરફ ચાલ્યો. કનકશેખર રાજા પણ કુમારનું આગમન સાંભળીને આનંદ સહિત સન્મુખ આવ્યો, વિસ્મયપૂર્વક મળ્યો અને કુમારને નગરમાં પ્રવેશ કરાવ્યો. તે સમયે ઘણા પુરલોકો અને સ્ત્રીઓ તેમને જોવા આવ્યા. તેઓ પરસ્પર આનંદ સહિત બોલવા લાગ્યા કે “આ કમલવતીને જાઓ કે જે પોતાના શીલના પ્રભાવથી યમ સમીપ જઈ તેના મુખમાં ધૂળ નાખીને પણ પાછી આવી. વળી તેના ગુણથી રંજિત થયેલો રણસિંહ કુમાર પણ તેની પાછળ મૃત્યુને આલિંગન દેવા તત્પર થયો. એ સતીમાં મુખ્ય એવી કમલવતીને ઘન્ય છે ! એ પ્રમાણેની પ્રશંસા સાંભળતા કુમાર પોતાના