________________
(૧) રણસિંહુ કથા
આવાસે આવ્યાં; અને ત્રણે સુંદરીઓની સાથે દોગંદુક દેવની જેમ વિષયસુખ ભોગવવા લાગ્યા.
૧૯
એકદા કુમારે વિજયપુર નગરની પાસે આવેલા શ્રી પાર્શ્વપ્રભુના પ્રાસાદમાં અષ્ટાદ્ઘિકોત્સવ કર્યો. તે વખતે ચિંતામણિ યક્ષે પ્રત્યક્ષ થઈને કહ્યું કે ‘હે વત્સ! અહીંથી જઈને તારા પિતાનું રાજ્ય ભોગવ.' એ પ્રમાણે યક્ષનું વાક્ય સાંભળી તે મોટા સૈન્ય સહિત વિજયપુર આવ્યો. તે વખતે સ્વલ્પ સૈન્યવાળો નગરમાં રહેલો રાજા દુર્ગ મધ્યે જ રહ્યો; તે બહાર નીકળ્યો નહીં તેમ નગર પણ છોડ્યું નહીં. તે વખતે યક્ષે રણસિંહ કુમારની સેનાને આકાશમાંથી ઊતરતી તેને બતાવી. તે સેનાને જોઈને મધ્યે રહેલ રાજા નગર તજીને નાસી ગયો. પછી કુમારે વિજયપુરમાં પ્રવેશ કર્યો. નગરજનો હર્ષ પામ્યા. સર્વ પ્રધાન પુરુષોએ મળીને કુમારને તેના પિતા વિજયસેનના સ્થાને સ્થાપિત કર્યો. રણસિંહ રાજા થયો. તે સજ્જન પુરુષોને માન આપતો હતો ને દુર્જનોની તર્જના કરતો હતો. તેમજ રામચંદ્રની સદૃશ નીતિવાન થઈ પોતાના રાજ્યનું પરિપાલન કરતો હતો.
એવા અવસરમાં એક દિવસ પાસેના ગામમાંથી અર્જુન નામનો કોઈ કણબી નગર તરફ આવતો હતો, તેને માર્ગમાં ક્ષુધા તથા તૃષા લાગવાથી તેણે સ્વામીરહિત ચીભડાના ક્ષેત્રને જોઈ ત્યાં બમણું મૂલ્ય મૂકીને એક ચીભડું લીધું, અને તે વસ્ત્રમાં વીંટીને કેડે બાંધ્યું. પછી જેવો તે નગરમાં પ્રવેશ કરે છે તેવો જ જે દુર્ગપાલકો કોઈ શ્રેષ્ઠીપુત્રનો ઘાત કરી તેનું મસ્તક લઈને નાસી ગયેલ ચોરની તપાસ કરતાં કરતાં અહીં તહીં ફરતા હતા તેઓના જોવામાં આવ્યો. તેઓએ તેને પૂછ્યું કે ‘તારી કેડે આ શું બાંધ્યું છે?” તેણે ઉત્તર આપ્યો કે ‘ચીભડું છે.’ રાજસેવકોએ તપાસતાં મસ્તક દીઠું એટલે તેને ચોર ધારી બાંધીને પ્રધાન સમીપે લઈ ગયા. પ્રધાને કહ્યું કે ‘અરે ! તને ધિક્કાર છે. તેં દુર્ગતિના કારણરૂપ બાળકને મારવાનું કામ શા માટે કર્યું?” તેણે કહ્યું કે ‘સ્વામિન્! હું કંઈ જાણતો નથી.' આટલું કહેવા ઉપરાંત ઘડઈ ઘડઈત્તિ એટલું તે બોલ્યો. તેથી તેને રાજાની સમીપે લઈ જવામાં આવ્યો. રાજાએ પૂછ્યું કે ‘અરે ! આ કાર્ય તેં શા માટે કર્યું?” ત્યારે તેણે ‘ઘડઈ ઘડઈત્તિ' એટલો જ ઉત્તર આપ્યો. રાજાએ કહ્યું કે ‘અરે મૂર્ખ! વારંવાર ‘ઘડઈ ઘડઈત્તિ’ એ શબ્દો કેમ બોલે છે? તેનો પરમાર્થ કહે.' અર્જુન બોલ્યો કે ‘હે સ્વામી ! આ સ્થિતિમાં હું તેનો પરમાર્થ કહીશ તોપણ તે કોણ સત્ય માનશે? વળી કોણ જાણે હજુ પણ મારા કર્મથી ફરી શું બનશે? માટે હું કાંઈ પરમાર્થ જાણતો નથી.’
તે સાંભળી દુર્ગપાળના પુરુષોએ કહ્યું કે ‘આ કોઈ ધૃષ્ટ જણાય છે, કેમકે અમે તેની પાસેથી જ સાક્ષાત્ મસ્તક કઢાવ્યું છે છતાં તે સત્ય બોલતો નથી ને