________________
૨૦.
ઉપદેશમાળા ઘડઈ ઘડઈતિ' એવો ઉત્તર આપે છે.” રાજાએ પણ ક્રોઘથી તેને શલીએ ચઢાવો એવી આજ્ઞા આપી. સેવકો તેને લઈને શૂલી પાસે આવ્યા. તે સમયે કોઈ એક વિકરાળ રૂપઘારી પુરુષ આવીને કહેવા લાગ્યો કે “હે માણસો! જો તમે આને હણશો તો હું તમને સર્વને હણી નાખીશ.” એ પ્રમાણે કહેવાથી તેની સાથે રાજપુરુષોને યુદ્ધ થયું. તેણે સર્વને હાંકી કાઢ્યા. તેઓ નાસીને રાજા પાસે આવ્યા. તેઓની પાસેથી બનેલ વૃત્તાંત સાંભળી રાજા પોતે યુદ્ધ કરવા આવ્યો. તે વખતે તેણે એક કોસ પ્રમાણ પોતાનું શરીર વિકવ્યું. તે જોઈ રાજાએ વિચાર કર્યો કે “આ કોઈ મનુષ્ય નથી, આ તો કોઈ યક્ષ કે રાક્ષસ હોય એમ જણાય છે. પછી ધૂપ-દીપ વગેરેથી તેની પૂજા કરીને કહ્યું કે “તમે અમારા અપરાઘને ક્ષમા કરો.” એટલે તે પ્રત્યક્ષ થઈ પોતાનું શરીર નાનું કરીને બોલ્યો
હે રાજ! સાંભળ. મારું નામ દુષમકાળ છે. લોકો મને કલિ એમ કહે છે. હમણાં ભરતક્ષેત્રને વિષે મારું રાજ્ય પ્રવર્તે છે. મહાવીર સ્વામીના નિર્વાણથી ત્રણ વર્ષ ને સાડા આઠ મહિના પછી મારું રાજ્ય પ્રવર્તેલું છે. મારા રાજ્યમાં આ ખેડૂતે આવો અન્યાય કેમ કર્યો? તેણે શૂન્ય ક્ષેત્રમાં બમણું મૂલ્ય મૂકીને એક ચીભડું શા માટે લીધું? તેથી તે મારો ચોર છે. એટલે ચીભડાને બદલે મસ્તક બતાવીને મેં પ્રત્યક્ષ અને શિક્ષા આપી છે. હવે પછી કોઈ પણ એવો અન્યાય કરશે તો તેને હું સંકટમાં નાંખીશ.” પછી શ્રેષ્ઠીપુત્ર પણ જીવતો થયો, અને તે રાજાની સમીપે આવ્યો. રાજાએ તેને પોતાના ખોળામાં બેસાડ્યો. અર્જુનનું પણ ઘણું સન્માન કર્યું. પછી કલિએ રાજાને પોતાનું સર્વ માહાભ્ય કહી છેવટે કહ્યું કે “હે રાજ! મારા રાજમાં રામચંદ્ર રાજાની જેમ જાયઘર્મનું પાલન કેમ કરે છે? હવે પછી જો તેમ કરીશ તો ન્યાયઘર્માચરણના નિમિત્તે હું તને દુઃખી કરીશ.' આ પ્રમાણે કહીને તેણે રાજાને છળ્યો. પછી કલિ અદ્રશ્ય થયો. સર્વ પોતપોતાના સ્થાને ગયા. અર્જુન પણ પોતાના સ્થાને ગયો.
ત્યારથી રણસિંહ રાજા પ્રત્યક્ષ અનીતિ જોઈને ન્યાયઘર્મ તેજી અન્યાય આચરણ કરવા લાગ્યો. લોકોએ વિચાર્યું કે “રાજાને શું થયું છે કે જેથી તે આવો અન્યાય આચરે છે? તેને અટકાવવાને કોઈ સમર્થ નથી. તે સમયે તેવી સ્થિતિમાં આવી પડેલા પોતાના ભાણેજ રણસિંહ કુમારને પ્રતિબોઘ આપવા માટે શ્રી જિનદાસગણિ તે નગરના ઉપવનને વિષે પઘાય. રાજા પણ પરિવાર સહિત તેમને વાંદવા ગયો. વિનય પૂર્વક નમસ્કાર કરી બે હાથ જોડીને તે આગળ બેઠો. ગુરુએ પણ સકળ ક્લેશનો નાશ કરનારી દેશના આપીને કહ્યું કે “હે રાજ! કલિનું રૂપ જોઈને તારું મન ચલિત થઈ ગયું છે, પરંતુ આ અસાર સંસારને વિષે પુણ્ય પાપના નિમિત્તથી જ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે.