________________
ઉપદેશમાળા
સ્વામિન્! તમે તમારી મરજી મુજબ ગમે તે પરસ્ત્રીને ભોગવો છો છતાં પણ તમને મારવા કોઈ શક્તિમાન થતું નથી તે કોના બળથી?’ ત્યારે સત્યકીએ કહ્યું કે હે સુંદર લોચનવાળી સ્ત્રી! મારી પાસે વિદ્યાનું બળ છે, તેના પ્રભાવથી મને કોઈ મારી શકતું નથી.' ફરી વેશ્યાએ પૂછ્યું કે ‘તમે તે વિદ્યાને કોઈ વખત દૂર રાખો છો કે નહીં?’ ત્યારે સત્યકીએ કહ્યું કે જ્યારે હું વિષયસેવન કરું છું ત્યારે તે વિદ્યાને દૂર રાખું છું.'
૨૧૦
તે સાંભળીને તે ઉભા વેશ્યાએ જઈ રાજાને કહ્યું કે ‘સત્યકીને મારવાનો એક જ ઉપાય છે. પરંતુ જો તમે મારો બચાવ કરો તો તેને ખુશીથી મારો.' એ પ્રમાણે પ્રસ્તાવના કરીને તેણે સર્વ હકીકત કહી બતાવી. એટલે રાજાએ પોતાના સેવક પાસે તે વેશ્યાના ઉદર ઉપર કમલપત્રો રખાવી તે કમલપત્રોને છેદી નંખાવ્યા, પરંતુ વેશ્યાના શરીર ઉપર જરા પણ ખગ લાગ્યું નહીં, કે ઇજા થઈ નહીં. એમ કરી ‘આવી રીતે તારો બચાવ કરીશું' એવો વિશ્વાસ ઉત્પન્ન કરાવીને તેને ઘેર મોકલી. પછી રાત્રિએ પોતાના સેવકોને, બન્નેને મારી નાખવાનું સમજાવીને, તેને ઘેર મોકલ્યા. તે સેવકોને વેશ્યાએ ગુપ્ત રીતે રાખ્યા. તેવામાં સત્યકી આવ્યો અને ઉમા સાથે વિષયસેવન કરવા લાગ્યો એટલે ગુપ્ત રહેલા રાજસેવકોએ આવીને બન્નેનાં મસ્તકો છેદી નાખ્યાં.
સત્યકી વિદ્યાધરના નંદીશ્વર નામના ગણે (શિષ્ય) તે હંકીકત જાણી, એટલે તે ક્રોધિત થઈ ત્યાં આવ્યો અને આકાશમાં શિલા વિકુર્તીને કહેવા લાગ્યો કે ‘તમે મારા વિદ્યાગુરુને માર્યા છે, તેથી જેવી સ્થિતિમાં તેને માર્યા છે તેવી જ સ્થિતિમાં તેની મૂર્તિ બનાવીને જો તમે સર્વ નગરજનો પૂજશો તો હું તમને છોડીશ, નહીં તો આ શિલાથી સર્વને ચૂર્ણ કરી નાખીશ.' એવું સાંભળી ભયભીત થયેલા રાજા આદિ સર્વ લોકોએ તેવી જ સ્થિતિવાળી યુગ્મરૂપ મૂર્તિ કરાવીને એક મકાનમાં સ્થાપી, અને સર્વ પૂજા કરવા લાગ્યા. સત્યકી કાળ કરીને નરકમાં ગયો. પછી કેટલેક કાળે તેવી લજ્જા-ઉત્પાદક મૂર્તિ લોકોએ કાઢી નાંખી અને તેની જગ્યાએ લિંગની સ્થાપના કરી. માટે વિષયમાં અનુરાગ ન કરવો એવો આ કથાનો ઉપદેશ છે. *** सुतवस्सियाण पूया - पणाम -सक्कार - विणयकञ्जपरो ।
बद्धं पि कम्ममसुहं, सिटिलेइ दसारनेया वा ॥ १६५॥ અર્થ—“સુતપસ્વી એટલે મહામુનિ, તેમની પૂજા તે વસ્ત્રાદિ આપવું, પ્રણામ તે મસ્તકવડે વંદન કરવું, સત્કાર તે તેમના ગુણનું વર્ણન કરવું, અને વિનય તે તેઓ આવે એટલે ઊભા થવું ઇત્યાદિ કાર્યમાં તત્પર એવો પુરુષ, આત્મપ્રદેશની સાથે બાંધેલું એવું પણ અશુભ મધ્યમ જે કર્મ તેને શિથિલ કરે છે, કોની જેમ? દશારનેતા એટલે દશારના સ્વામી કૃષ્ણની જેમ.’