________________
૨૬૦
ઉપદેશમાળા
નિર્જન પ્રદેશમાં જાતે જ સામે આવેલી સુંદર સ્ત્રીનો ત્યાગ કરી પોતાના મનને કાબૂમાં રાખ્યું. માટે ધન્ય છે તે માળીને !' પછી જેઓ માંસ ખાવામાં લુબ્ધ હતા તેઓએ રાક્ષસની પ્રશંસા કરી અને તેને દુષ્કરકારી કહ્યો. છેવટે પેલો આમ્રફળ લેનાર ચોર બોલ્યો કે “તે ત્રણે કરતાં ચોરો જ દુષ્કર કાર્ય કરનારા કહેવાય. કેમકે તેઓએ આભૂષણોથી ભૂષિત થયેલી અને સમીપે આવેલી તે સ્ત્રીને મૂકી દીધી, અને લૂંટી નહીં, તેથી તેઓને જ ધન્ય છે !” તે સાંભળીને અભયકુમાર તે ચંડાળને પકડી એકાંતમાં લઈ ગયો અને કહ્યું કે ‘તું જ આમ્રફળનો ચોર છે, માટે સત્ય વાત કહી દે; નહીં તો તારો નિગ્રહ કરીશ.' ત્યારે ચંડાળ બોલ્યો કે ‘હા, મેં ફળો લીધાં છે.’ અભયે પૂછ્યું કે ‘શા માટે અને કેવી રીતે લીધાં ?’ ત્યારે તેણે પોતાની સ્ત્રીના દોહદનું અને વિદ્યાના સામર્થ્યનું સ્વરૂપ યથાર્થ નિવેદન કર્યું.
પછી તેને લઈને અભયકુમાર શ્રેણિક રાજા પાસે આવ્યો. રાજાએ તે ચોરને મારવાની આજ્ઞા કરી. ત્યારે દયાળુ અભયે કહ્યું કે “હે સ્વામી! એક વાર એની પાસેથી વિદ્યા તો ગ્રહણ કરો; પછી જેમ કરવું હોય તેમ કરજો.” તે સાંભળી રાજાએ સિંહાસન પર બેઠા બેઠા જ હાથ બાંધીને આગળ ઊભા રાખેલા ચોર પાસે વિદ્યા શીખવા માંડી. તે ચંડાળ વિદ્યા શીખવવા લાગ્યો, પણ રાજાના મુખે એક અક્ષર પણ ચડ્યો નહીં. ત્યારે અભયકુમારે કહ્યું કે “હે રાજા ! એ પ્રમાણે વિદ્યા આવડે નહીં. વિનયથી વિદ્યા પ્રાપ્ત થાય છે. માટે તેને સિંહાસન પર બેસાડો અને તમે હાથ જોડીને સન્મુખ બેસો.’’ તે સાંભળીને રાજાએ તેમ કર્યું, એટલે તરત જ વિદ્યા આવડી. પછી ફરીથી રાજાએ તેનો વધ કરવાની આજ્ઞા કરી, ત્યારે અભયકુમારે કહ્યું કે “હે રાજા ! એ આપની આજ્ઞા અયોગ્ય છે; કેમકે એક અક્ષરનું પણ જ્ઞાન આપે તેને જે ગુરુ તરીકે માને નહીં, તે સો વાર કૂતરાની યોનિમાં જન્મ લઈ છેવટે ચંડાળમાં ઉત્પન્ન થાય છે એમ નીતિશાસ્ત્રમાં કહ્યું છે; તેથી આ ચંડાળ આપનો વિદ્યાગુરુ થયો છે માટે તેને કેમ મરાય? હવે તો તે આપને પૂજ્ય થયો છે.” તે સાંભળીને રાજાએ તે ચંડાલની ઘણી ભક્તિ કરી અને ઘન વસ્ત્ર વગેરે આપવા વડે તેનો સત્કાર કરીને તેને ઘેર મોકલ્યો. ॥ કૃતિ અંકાવૃષ્ટાંતઃ ॥
એવી જ રીતે શિષ્યે પણ વિનયપૂર્વક ગુરુ પાસે વિદ્યાનો અભ્યાસ કરવો એ કથાનું તાત્પર્ય છે. વળી બીજે પ્રકારે વિનયની જ પ્રરૂપણા કરે છે–
विजाए कासवसंति - आए दगसूअरो सिरिं पत्तो ।
पडिओ मुसं वयंतो, सुअनिण्हवणा इय अपित्था ॥ २६७॥ અર્થ—“દકશુકર એટલે કોઈ ત્રિકાળ શૌચ કરનાર ત્રિદંડી, કાશ્યપ એટલે હજામે આપેલી વિદ્યાથી લક્ષ્મી પામ્યો હતો; પરંતુ પછીથી મૃષા (અસત્ય) બોલવાથી એટલે પોતાના વિદ્યાગુરુનો અપલાપ કરવાથી તે પડ્યો, નષ્ટ