________________
(૩૫) ચંડાલની કથા
૨૫૯
પતિએ તેને સત્યવાદી જાણીને જવાની રજા આપી, એટલે તે ભોગની સર્વ સામગ્રી લઈ સુંદર વેષ ઘારણ કરીને મધ્ય રાત્રિએ ઘર બહાર નીકળી. ગામની બહાર જતાં રસ્તામાં તેને ચોર મળ્યા. તે ચોરો તેને સર્વ આભૂષણોથી ભૂષિત જોઈ લૂંટવા તૈયાર થયા. ત્યારે તે સુંદરીએ તેમની આગળ માળી પાસે જવા સંબંધી સર્વ વૃત્તાંત જણાવીને કહ્યું કે હું પાછી આવીશ, ત્યારે તમને સર્વ અલંકારાદિક ઉતારી આપીશ.” તે સાંભળીને ચોરોએ તેને સત્યવાદી જાણીને જવા દીધી. આગળ જતાં તેને એક રાક્ષસ મળ્યો. તે તેને ખાઈ જવા તૈયાર થયો. એટલે તેને પણ સર્વ વૃત્તાંત કહી તેણે પાછા આવવાનું કબૂલ કર્યું. તેથી રાક્ષસે પણ તેને મૂકી દીધી. પછી તે સુંદરી અનુક્રમે તે વાડીમાં માળી પાસે ગઈ.
નવી પરણેલી, નવા યૌવનવાળી અને અત્યંત અદ્ભત રૂપવાળી તેને જોઈને તે માળી હર્ષિત થયો. તેણે તેને પૂછ્યું કે હે સુંદર નેત્રવાળી સ્ત્રી! તું અત્યારે રાત્રે એકલી અહીં કેમ આવી?” ત્યારે તેણે પોતે આપેલું વચન જણાવીને પોતાના પતિ સંબંઘી તથા માર્ગ સંબંધી સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળી ભાળીએ વિચાર્યું કે “અહો! ઘન્ય છે આ સ્ત્રીને કે જે વચનથી બંધાયેલી આવી અંધારી રાત્રે બુદ્ધિના બળથી ચોરને તથા રાક્ષસને પણ વચન આપીને અહીં મારી પાસે આવી! જ્યારે તેને તેના પતિએ, ચોરોએ અને રાક્ષસે મૂકી દીધી ત્યારે મારે પણ આ સત્યવાદી સ્ત્રીને મૂકી દેવી જ જોઈએ.” એમ વિચારીને માળીએ તેને કહ્યું કે હું તારો ભાઈ છું અને તું મારી બહેન છે. મારો અપરાઘ ક્ષમા કર.” એમ કહી તેના પગમાં પડી (નમસ્કાર કરીને તેને પાછી મોકલી. પાછા આવતાં માર્ગમાં રાક્ષસ મળ્યો. તેની પાસે તેણે માળીનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાક્ષસે વિચાર્યું કે “આવી નવયૌવના સુંદરીને તે માળીએ ન ભોગવતાં મૂકી દીથી, તો હું આવી સત્યવાદી સતીને શા માટે ભક્ષણ કરું?” એમ વિચારીને તેને પણ “તું મારી બહેન છે' એમ કહી મૂકી દીધી. ફરી આગળ જતાં ચોરો મળ્યા, તેમની પાસે પણ માળીનું તથા રાક્ષસનું વૃત્તાંત કહ્યું, એટલે તેઓ લૂંટવા આવ્યા હતા તો પણ તેમણે તેને બહેન કહીને છોડી દીધી. પછી અનુક્રમે તે પતિ પાસે આવી અને સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળીને તે અત્યંત ખુશ થયો અને તેણે ઘરનો સર્વ અધિકાર તેને સોંપ્યો.”
આ પ્રમાણે કથા કહીને અભયકુમારે બઘા લોકોને પૂછ્યું કે “હે લોકો! કહો. આ ચારે (પતિ, ચોર, રાક્ષસ અને માળી)માં દુષ્કર કામ કોણે કર્યું કહેવાય?” તે સાંભળીને જેઓ સ્ત્રી ઉપર અવિશ્વાસુ હતા તેઓ બોલ્યા કે “તેનો પતિ દુષ્કર કામ કરનાર કહેવાય. કેમકે તેણે નવી પરણેલી અને નવા યૌવનવાળી પોતાની જ પત્નીને પ્રથમ સંગમ વખતે જ પરપુરુષ પાસે મોકલી.” પછી પરસ્ત્રીલંપટ કામી પુરુષો બોલ્યા કે “માળી દુષ્કર કામ કરનાર કહેવાય. કેમકે તેણે રાત્રિને વખતે