________________
ઉપદેશમાળા
તે ચોરોએ કબૂલ કર્યું. પછી ઘણા ચોરોને એકઠા કરીને તે રાજગૃહ નગરમાં ઘનાવહ શેઠને ઘેર આવ્યો. તેઓએ શેઠનું ઘર લૂંટયું. ચિલાતીપુત્રે કન્યાને ગ્રહણ કરી અને બીજા ચોરોએ પુષ્કળ ઘન લીધું. પછી સર્વ પાછા ફર્યા. ત્યાર પછી ઘનાવહ શેઠે બૂમ પાડી એટલે વિકટ યોદ્ધાઓના સમૂહ સહિત દુર્ગપાળ ચોરોની પાછળ દોડ્યો. શેઠ પણ પુત્ર પરિવાર સહિત દુર્ગપાળની સાથે દોડ્યો. તે ચોરો પણ ઘણા લોકો પછવાડે લાગવાથી અને માથા ઉપર બોજો વહન કરવાને અશક્ત બનવાથી પગ ધીમા પડવાને લીધે ભારને ભૂમિ ઉપર પડતો મૂકી નાસવા લાગ્યા. તેમાંથી કેટલાક નાસી ગયા, કેટલાકને દુર્ગપાળે ભૂમિ ઉપર પાડી દીઘા અને કેટલાકે દાંતમાં તૃણ લઈ તાબે થઈને ઘનશ્રેષ્ઠીની માફી મેળવી. -
ચિલાતીપુત્ર સુસમાને લઈ કોઈ દિશામાં પલાયન કરી ગયો. ઘનાવહ શેઠ પુત્ર સહિત તેની પાછળ લાગ્યો. દુર્ગપાળ ઘનની રક્ષા કરવા ત્યાં જ રહ્યો. થનાવહ શેઠના ભયથી સસમાને લઈ જવાને અશક્ત થતા ચિલાતીપુત્રે વિચાર્યું કે આ કન્યા મને પ્રાણથી પણ પ્રિય છે, તેથી તે અન્યની ન થવી જોઈએ. આમ વિચારી તે દુષ્ટ તલવારથી તેનું મસ્તક કાપી નાખ્યું અને ઘડ પડતું મૂકી મસ્તક લઈને નાઠો.. ઘનાવહ શેઠ વગેરે પાછળ દોડવાનું પ્રયોજન નાશ પામવાથી પાછા ફર્યા.
આગળ ચાલતાં ચિલાતીપુત્રે કાયોત્સર્ગમાં રહેલા એકબુનિને જોયા. મુનિ સબપિ આવી તેણે તેમને શઠતાપૂર્વક કહ્યું કે મને ઘર્મનો ઉપદેશ આપો. સાથુએ જ્ઞાનના અતિશયથી જાણ્યું કે “જોકે આ અતિ પાપિષ્ટ છે તોપણ તે ઘર્મ મેળવી શકશે.” એવું જાણી મુનિએ તેને ઉપદેશ દીઘો કે “તારે ઉપશમ, વિવેક અને સંવર કરવા જોઈએ.” રત્ન જેવા આ ત્રણ પદ તેને સંભળાવીને મુનિ તો આકાશમાં ઉત્પતી (ઊડી) ગયા. ચિલાતીપુત્રે વિચાર કર્યો કે
ખરેખર! આ મુનિએ મને ઠગ્યો નથી પણ સાચું કહ્યું છે. હું ઘણો પાપિચ્છ છું તેથી મારી શુદ્ધિ બીજી કોઈ પણ રીતે થશે નહીં, માટે મારે સાધુનાં વચન પ્રમાણે અવશ્ય કરવું જોઈએ. સાઘુએ જે કહ્યું તે મેં જાણ્યું. ઉપશમ એટલે ક્રોઘ આદિનો મારે ત્યાગ કરવો જોઈએ. ક્રોધથી અંઘ બની જઈને અનર્થ કરનાર એવા મને ધિક્કાર છે!વળી વિવેક એટલે બાહ્ય વસ્તુનો મારે ત્યાગ કરવો જોઈએ.” એ પ્રમાણે વિચારી તરવાર સહિત હાથમાં રહેલું મસ્તક છોડી દીધું. વળી “સંવર એટલે મારે દુષ્ટ યોગોનો સંવર કરવો જોઈએ.” એમ વિચારીને તેણે દુષ્ટ મનવચન-કાયાના વ્યાપારને રોકી દીઘો; અને તે જ ત્રણ પદ મનમાં ચિંતવતો ત્યાં જ કાયોત્સર્ગમાં સ્થિત થયો. લોહીની ગંઘથી વજમુખી કીડીઓ ત્યાં આવી અને ચિલાતીપુત્રનું રુધિર ને માંસ ખાવા લાગી. તેઓએ ચારે બાજુથી તેનું આખું શરીર ચાલણી જેવું કરી નાખ્યું; પરંતુ “આ દેહ મારો નથી અને હું કોઈનો નથી એમ