________________
(૮) બ્રહ્મદત્ત ચક્રીની કથા
દૂર જઈને તેઓએ તેને એકાંતમાં કહ્યું કે ‘તમે અમારા વિદ્યાગુરુ છો તેથી અમે તમને છોડી દઈએ છીએ, માટે તમે આ ગામ છોડી દૂર ચાલ્યા જાઓ.' એટલે નમુચિ ત્યાંથી નીકળી ગયો. અનુક્રમે તે હસ્તિનાપુર આવ્યો અને સનત્કુમારનો સેવક થઈને રહ્યો.
૬૧
અહીં ચિત્ર અને સંભૂતિ નામના તે બન્ને ભાઈઓ સંગીત કલામાં ઘણા કુશલ થયા હતા, તેથી હાથમાં વીણા લઈને નગરના ચોકમાં સંગીત કરવા લાગ્યા. ત્યાં તેમના રાગથી મોહિત થઈને ઘણા લોકો આવતા હતા. જેઓ સૂર્યને પણ જોઈ શકતી નહોતી એવી યુવતીઓ પણ તેમના રાગથી મોહિત થઈ લગ્ન છોડીને સાંભળવા માટે ત્યાં આવતી હતી. કેટલીક સ્ત્રીઓ તો અર્થ શૃંગાર કર્યો છે અને અર્થ બાકી છે એવી સ્થિતિમાં ત્યાં આવતી હતી; તેમાં કેટલાકે અળતાથી એક જ પગ રંગ્યો હતો, કેટલીક સ્ત્રીઓએ એક જ આંખ આંજી હતી અને કેટલીક સ્ત્રીઓનાં માથા ઉપરનાં કપડાં પવનથી ઊડી ગયાં હતાં. કેટલીક સ્ત્રીઓએ એક જ સ્તન ઉપર કાંચળી પહેરી હતી, કેટલીક સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓનાં બાળકોને પોતાનાં છે એવી બુદ્ધિથી ઉપાડીને આવી હતી, કેટલીક સ્ત્રીઓ પોતાના ભર્તાર પાસે કાંઈ બહાનું કાઢી ‘આવું છું’ એમ કહી ત્યાં આવેલી હતી. કેટલીક સ્ત્રીઓ તો જમતી જમતી ભોજનની થાળી છોડીને જોવા માટે દોડી આવી હતી, કેટલીક સ્ત્રીઓ ગાય દોહવા માટે વાછડાને ગાયના આંચળે વળગાડીને આવી હતી, અને કેટલીક સ્ત્રીઓ તો પોતાના ભર્તારની નજરે ઊંચું મુખ કરીને એમને જોતી હતી. આ પ્રમાણે રાગમાં પરવશ બનેલી કામિનીઓ સઘળું ઘરનું કામકાજ છોડી દઈને આવતી હતી. અહો! નાદની પરવશતા કેવી છે! કહ્યું છે કે—
सुखिनि सुखनिदानं, दुःखितानां विनोदः । श्रवणहृदयहारी, मन्मथस्याग्रदूतः ॥ रणरणकविधाता, वल्लभः कामिनीनाम् । जयति जगति नादः, पंचमश्चोपवेदः ॥
“નાદ એ સુખી જનોના સુખનું કારણ છે, દુઃખી માણસોને વિનોદ આપનાર છે, શ્રવણ અને હૃદયને હરનાર છે, કામદેવનો અગ્રેસર (મુખ્ય) દૂત છે, વિધાતાને વ્યાકુલતા કરાવનાર છે અને કામિનીઓને વહાલો છે—એવો નાદ કે જે પાંચમો ઉપવેદ છે તે જગતમાં જય પામે છે.”
આમ સઘળી સ્ત્રીઓ રાગમાં મોહિત થઈને તેમની પાછળ ભમ્યા કરે છે. તેથી લોકોએ વિચાર્યું કે ‘ચાંડાલકુળમાં ઉત્પન્ન થયેલા આ બન્ને છોકરાઓએ તો આખું નગર મલિન કર્યું છે.’ પછી તેઓએ રાજા પાસે જઈને અરજ કરી કે હે દેવ ! આ ચિત્રસંભૂતિ નામના બન્ને ચાંડાલપુત્રોને ગામમાંથી બહાર કાઢી મૂકવા જોઈએ,