________________
૨૩૮
ઉપદેશમાળા
સર્વની ઉન્નતિનું કારણ થાય છે. જુઓ, ગંગાનદીમાં મળેલા શેરીના જળને દેવો પણ વંદન કરે છે.' વળી કહ્યું છે કે
वरं पर्वतदुर्गेषु, भ्रान्तं वनचरैः सह ।
न मूर्खजनसम्पर्कः, सुरेन्द्रभवनेष्वपि ॥ પર્વતના દુર્ગોમાં વનચરો (ભીલ વગેરે) સાથે ભમવું એ કાંઈક ઠીક છે પરંતુ દેવેન્દ્રના ભવનમાં (સ્વર્ગમાં) પણ મૂર્ખનનો સંગ સારો નથી.”
તે સાંભળીને રાજા પ્રસન્ન થયો. તેટલામાં રાજાનું સર્વ સૈન્ય કે જે પાછળ આવતું હતું તે આવી પહોંચ્યું. તેની સાથે રાજા પોતાના નગરમાં ગયો. "
આ પ્રમાણે સંગતિનું ફળ જાણીને યતિઓએ ભ્રષ્ટાચારીનો સંગ તજી તપસ્યામાં યત્ન કરવો. સિદ્ધાંતમાં કહ્યું છે કે
वरमग्गिंमि पवेसो, वरं विसुद्धेण कम्मुणा मरणं। ...
मा गहियव्वयभंगो, मा जीयं खलियसीलस्स॥ “અગ્નિમાં પ્રવેશ કરવો શ્રેષ્ઠ છે અને વિશુદ્ધ કર્મ વડે એટલે અનશન અંગીકાર કરીને મરણ પામવું શ્રેષ્ઠ છે. પરંતુ ગ્રહણ કરેલા વ્રતનો ભંગ કરવો શ્રેષ્ઠ નથી, અને જેનું શીલ અલિત–ભ્રષ્ટ થયું છે એવા સાધુનું જીવવું તે શ્રેષ્ઠ નથી.”
ओसन्नचरणकरणं, जइणो वंदति कारणं पप्प । ' ને સુવિફાપરમલ્યિા, તે વંતે નિવાતિ ર૨૮.
અર્થ–“યતિઓ કારણ પામીને એટલે નિર્વાહાદિક કારણની અપેક્ષા રાખીને જેમનું મહાવ્રતાદિક મૂળ ગુણરૂપ ચરણ અને પંચ સમિટ્યાર્દિક ઉત્તર ગુણરૂપ કરણ અવસત્ર (શિથિલ-ભ્રષ્ટ) થયું હોય તેવા શિથિલાચારીને પણ વંદના કરે છે. પરંતુ જેઓએ સારી રીતે પરમાર્થને જાણ્યો છે, એટલે કે “આપણે સુવિહિત ઉત્તમ સાઘુઓ પાસે વંદન કરાવવું યોગ્ય નથી' એમ પોતાના દોષોને જે જાણે છે તેવા પાસસ્થાઓ પોતાને વંદન કરનાર સાધુઓને નિવારે છે અર્થાત “તમે અમને વંદન કરશો નહીં. એમ કહી તેમને અટકાવે છે.”
सुविहिय वंदावंतो, नासेइ अप्पयं तु सुपहाओ ।
दुविहपहविष्पमुक्को, कहमपं न जाणइ मूढो ॥२२९॥ અર્થ–“સુવિહિત સાઘુઓ દ્વારા વંદાવનાર એટલે વાંદનારને નિષેઘ નહીં કરનાર પાસત્યાદિ સુપથથી (મોક્ષમાર્ગથી) પોતાના આત્માનો જ નાશ કરે છે; અને બન્ને પ્રકારના સાધુ-શ્રાવકના) માર્ગથી ભ્રષ્ટ થયેલો તે મૂર્ખ કેમ પોતાના આત્માને પણ જાણતો નથી? અર્થાત્ હું બન્ને માર્ગથી ભ્રષ્ટ થાઉં છું, તેથી મારી શી ગતિ થશે એમ કેમ જાણતો નથી?”