________________
જ્ઞાન વિના ચારિત્ર નિષ્ફળ
૩૦૧
અર્થ–પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ જ જીવનિકાયનું અને પ્રાણાતિપાતવિરમણાદિક પાંચ મહાવ્રતોનું પરિપાલન (સારી રીતે રક્ષણ) કરવાથી યતિધર્મ થાય છે. કહેવાય છે. પણ જો તે છ જીવનિકાય અને પાંચ મહાવ્રતોનું રક્ષણ ન કરે તો હે શિષ્ય!તું કહે કે તેને કયો ઘર્મ કહેવાય? અર્થાત્ તેના રક્ષણ વિના ઘર્મ કહેવાય જ નહીં.”
छजीवनिकायदया-विवजिओ नेव दिक्खिओ न गिही। जइधम्माओ चुक्को, चुक्कइ गिहीदाणधम्माओ ॥४३०॥
અર્થ-“છ જીવનિકાયની દયાથી રહિત એવો વેષઘારી દીક્ષિત એટલે સાઘુ કહેવાય જ નહીં તેમજ (મસ્તક મંડેલું હોવાથી) ગૃહસ્થ પણ કહેવાય નહીં. તે યતિઘર્મથી ચૂક્યો, ભ્રષ્ટ થયો, અને ગૃહસ્થના દાનઘર્મથી પણ ચૂકે છે, ભ્રષ્ટ થાય છે. કેમકે તેણે આપેલું દાન પણ શુદ્ધ સંયમીને કલ્પતું નથી.” - સવ્વાગોળે નદ વો, ગમળ્યો નરવ પિત્ત !
आणाहरणे पावइ, वहबंधणदव्वहरणं च ॥४३१॥ ' અર્થ– “જેમ કોઈ અમાત્ય (પ્રઘાન) નરપતિ (રાજા) ના સર્વ આયોગોને (અધિકારોને) ગ્રહણ કરીને (પામીને) પછી જો રાજાની આજ્ઞાનો ભંગ કરે, તો તે વઘ એટલે લાકડી વગેરેના પ્રહારને બેડી વગેરેના બંઘનને તથા દ્રવ્યહરણ એટલે સર્વસ્વના નાશને અને ર શબ્દથી છેવટે મરણને પણ પામે છે...” ... तह छक्कायमहव्वय-सव्वनिवित्तीउ गिण्हिऊण जई।
: પ્રગવિ વિરહંતો, મરડ્યો હરોહિં જરૂરા . . અર્થ–બતેવી જ રીતે છે જીવનિકાય તથા પાંચ મહાવ્રત સંબંધી સર્વ નિવૃત્તિ (સર્વવિરતિ) રૂપ પ્રત્યાખ્યાન (નિયમો)ને ગ્રહણ કરીને યતિ એક પણ જીવનિકાયની અથવા એક પણ વ્રતની વિરાઘના કરતો સતો અમત્ર્ય રાજાએ એટલે દેવોનો રાજા એવા તીર્થકરે આપેલી અથવા તેમણે પ્રરૂપેલી બોથિને હણે છે, નાશ પમાડે છે. અર્થાત્ જિનાજ્ઞાનો ભંગ કરવાથી બોથિ(સમ્યકત્વ)નો નાશ થાય છે, અને તેથી તે અનંતસંસારી થાય છે.”
तो हयबोहीय पच्छा, कयावराहाणुसरिसमियममियं । ___पुण वि भवोअहि पडिओ, भमइ जरामरणदुग्गम्मि ॥४३३॥ ' અર્થ–“ત્યાર પછી હણી છે બોધિ જેણે એવો તે મુનિ કરેલા જિનાજ્ઞાભંગરૂપ અપરાઘને અનુસાર એટલે અનુમાન વડે સમાન આ પ્રત્યક્ષ એવા અમિત એટલે માપરહિત (અતિ મોટા) ફળને પામે છે. તે ફળ કયું? તે કહે છે કે વૃદ્ધાવસ્થા