________________
૧૪
ઉપદેશમાળા પ્રમાણે ચિન્તન કરતો વિસ્મયથી તેને પુનઃ પુનઃ જોતાં પણ તૃપ્ત થયો નહીં. કમલવતી પણ સ્નેહથી પોતાના પ્રિયને નીરખવા લાગી. પછી કુમાર બટુકને સાથે લઈને પોતાના મુકામે આવ્યો, અને ભોજન વગેરેથી ભક્તિપૂર્વક તેનું બહુ સન્માન કરીને તેને પોતાની પાસે બેસાડ્યો.
પછી કુમાર તેને કહેવા લાગ્યો કે “હે બટુક! તારું અંગ ફરીફરીને જોતાં મને તૃપ્તિ થતી નથી. તારું દર્શન મને અતિશય ઇષ્ટ લાગે છે.” બટુક બોલ્યો કે “હે : સ્વામિન્! એ સત્ય છે. જેમ ચંદ્રની કાંતિના દર્શનથી ચાંદ્રોત્પલમાંથી જ અમૃત સૂવે છે, બીજામાંથી સ્રાવતું નથી, તેમ આ સંસારમાં પણ છે જેનો વલ્લભ હોય છે, તેને જોવાથી તૃપ્તિ થતી જ નથી.” કુમારે કહ્યું કે “મારે આગળ જવાનું ખાસ કારણ છે, પરંતુ તારા પ્રેમની શૃંખલાથી બંઘાયેલ મારું મન એક પગલું પણ આગળ ભરવાને ઉત્સાહિત થતું નથી; તેથી કૃપા કરી તું મારી સાથે ચાલ. પાછો હું તને અહીં અવશ્ય લાવીશ.' એ પ્રમાણે સાંભળીને બટુક બોલ્યો કે “મારે અત્રે હંમેશા ચક્રઘરદેવની પૂજા કરવાની છે, તેથી મારાથી કેમ આવી શકાય? વળી દંભરહિત વ્રત ધારણ કરનાર એવા મારે ત્યાં આવવાનું પ્રયોજન પણ શું છે?” કુમારે કહ્યું કે જો કે તારે કંઈ પણ કામ નથી તોપણ મારા પર કૃપા કરીને તારે આવવું જોઈએ.' કમારના આગ્રહથી તેણે તે કબૂલ કર્યું, અને તેની સાથે આગળ ચાલ્યો.
માર્ગમાં જતાં કુમારને બટુકની સાથે ઘણી પ્રીતિ બંધાઈ. એક ક્ષણ પણ તે તેનો સંગ છોડતો નથી. તેની સાથે જ બેસવું, ઊઠવું, ચાલવું ને સૂવું વગેરે કરે છે. શરીરની છાયાની જેમ તેઓ બન્ને એક ક્ષણ પણ નોખા પડતાં નથી. દૂઘ ને જળ જેવી તેઓને મૈત્રી થઈ છે. કહ્યું છે કે “પોતાની સાથે મિશ્રિત થયેલ જળને પોતાના સર્વ ગુણ આપ્યા. પછી દૂઘને તાપ ઉપર ચડાવેલું જોઈને જળે પોતાની જાતને અગ્નિમાં નાંખી, અર્થાત પોતે બળવા માંડ્યું. તે વખતે પોતાના મિત્રને આપત્તિમાં જોઈને દૂઘ ઊછલીને અગ્નિમાં પડવા તૈયાર થયું. તેને પાછું તેના મિત્ર સાથે મેળવ્યું અર્થાત્ પાણી છાંટ્યું ત્યારે તે શાંત થયું. સારા માણસોની મૈત્રી એવા પ્રકારની હોય છે.'
એકદા કમાર બટુકને કહેવા લાગ્યો કે “હે મિત્ર! મારું મન મારી પાસે નથી.” તેણે પૂછ્યું કે તે ક્યાં ગયું છે? કુમારે કહ્યું કે તે મારી વલ્લભા કમલવતીની સાથે ગયું છે. તેણે પૂછ્યું કે “કમલવતી ક્યાં ગઈ છે?” કુમારે કહ્યું કે “મારા જેવા મંદભાગ્યવાળાના ઘરમાં એવું સ્ત્રીરત્ન ક્યાંથી રહે? દૈવથી જેનું મન નષ્ટ થયેલું છે એવા મેં તે નિરપરાધી બાલાને કાઢી મૂકી. તે ક્યાં ગઈ હશે?” બટુકે કહ્યું કે જેને માટે તું આટલો બધો ખેદ કરે છે તે કેવી હતી?” કુમાર નેત્રમાં અશ્રુ સહિત કહેવા લાગ્યો કે “હે મિત્ર! તેના ગુણો એક જીભથી કહેવાને કેમ શક્તિમાન થવાય? સર્વ ગુણનું ભાજન તે સ્ત્રી હતી. હવે તેના વિના સર્વ સંસાર શુન્ય લાગે છે. પરંતુ તારા