________________
(૧) રણસિંહ કથા દર્શનથી મને આનંદ ઉત્પન્ન થાય છે.” ત્યારે બટુકે કહ્યું કે હે સુંદર! આટલો બધો પશ્ચાત્તાપ કરવો ઉચિત નથી, કારણકે વિધિએ નિર્માણ કરેલ કાર્ય નિવારવાને કોણ શક્તિમાન છે? કહ્યું છે કે વિધિ અઘટિત ઘટનાને ઘટાડે છે ને સુઘટિત ઘટનાને જર્જરીભૂત કરે છે. જેને માટે મનુષ્યજાતને વિચાર પણ આવી શકતો નથી તેવી ઘટના વિઘિ ઘટાવે છે. તો આ પ્રમાણે બહુ શોચ કરવાથી શો લાભ છે? - હવે ઘણા દિવસે કુમાર મિત્ર સહિત સોમાપુરીએ પહોંચ્યો. પુરુષોત્તમ રાજા મહા ઉત્સવથી તેની સામે ગયા, અને જમાઈને મોટા આડંબરથી પોતાના નગરમાં પ્રવેશ કરાવ્યો, શુભ મુહૂર્વે રત્નાવતીનું પાણિગ્રહણ કરાવ્યું. પુરુષોત્તમ રાજાએ પહેરામણીમાં ઘણા હાથી તથા અશ્વો વગેરે આપ્યાં. ત્યાં રણસિંહ કુમાર શ્વસુરે આપેલ આવાસમાં રહેતો સતો રત્નાવતીની સાથે વિષયસુખ ભોગવવા લાગ્યો.
એકદા રનવતીએ તેને પૂછ્યું- હે પ્રાણનાથ! તે કમલવતી કેવી હતી કે જે મરી ગઈ છતાં પણ આપના ચિત્તને છોડતી નથી, અને જેણે મારા પાણિગ્રહણાર્થે અહીં આવતાં આપને વશ કરી દઈને પાછા વાવ્યા હતા?” કુમાર બોલ્યો- હે પ્રિયે! આ ત્રિભુવનને વિષે એના જેવી બીજી કોઈ સ્ત્રી નથી. તેના અંગના લાવણ્યનું શું વર્ણન કરું? તે મરી ગયે સતે તને પરણીને જે વિષયસુખનો આનંદ લઉં છું તે આનંદ, દુકાળમાં ગોઘમ, તંદુલ આદિ ઘાન્ય નહીં મળવાથી હલકાં કાંગ, કોદરા સામો વગેરે તૃણઘાન્ય ખાઈને જે આનંદ મળે તેના જેવો છે. કહ્યું છે કે
“હેળવીયો હીરે, રૂડે રયણાયર તણે;
ફૂટરે ફટિક તણે, મણિએ મન માને નહીં.” રત્નાકરના રૂડા હીરાથી હળેલા માણસનું મન ફુટડાં કે ઊજળાં એવા સ્ફટિકના મણિથી માને નહીં.”
આ પ્રમાણે કુમારનાં વચન સાંભળીને રનવતી રોષથી બોલી કે મેં કેવું કર્યું? તે દુષ્ટ સ્ત્રીને કેવી શિક્ષા આપી? અહીંથી ગંઘમૂષિકાને મોકલી, તે બધું મેં જ કર્યું હતું. જેવી તે તમારી ઇષ્ટ હતી, તેવું મેં કર્યું, તો હવે તમે શું સેવકની પેઠે તેના ગુણો વારંવાર ગાયા કરો છો?” એ પ્રમાણે સાંભળીને કુમાર કમલવતીને તદ્દન નિષ્કલંક માની, ક્રોઘથી લાલચોળ થઈ, રત્નાવતીને હસ્તથી પકડી, લાત મારી, તિરસ્કાર કરીને બોલ્યો કે “હે મલિન કર્મ કરવાવાળી! તને ધિક્કાર છે. તે આજ્ઞા આપીને કુકર્મ કરાવ્યું, પણ તેથી તેં તારા પોતાના જીવને જ દુઃખસમુદ્રમાં નાંખ્યો છે. તારા જેવી સ્ત્રી કરતાં તો કૂતરી વઘારે સારી છે, કે જે ભસતી હોય પણ અન્ન આપવાથી વશ થાય છે ને ભસતી નથી. પરંતુ બહાનિના એવી પણ માનિની (સ્ત્રી) કદી પણ પોતાની થતી નથી.” એ પ્રમાણે કહીને પછી તે વિચારવા લાગ્યો કે અરે! વૃથા કચિંતામાં પડેલી મારી પ્રિયા કમલવતી જરૂર મૃત્યુવશ થઈ હશે,