________________
૧૬
ઉપદેશમાળા તો હવે મારે આ જીવનથી સર્યું.” એ પ્રમાણે વિચાર કરી તેણે પોતાના સેવકોને આજ્ઞા કરી કે “તમે મારા આવાસની પાસે એક મોટી ચિતા રચો, કે જેથી કમલવતીના વિરહથી દુઃખી થયેલો હું તેમાં પડીને મરણ પામું.” એ પ્રમાણે કહી પરાણે ચિતા કરાવી, અને સર્વ લોકોએ વાર્યા છતાં બળી મરવા તૈયાર થયો.
અહીં પુરુષોત્તમ રાજાએ તે વાત સાંભળી, એટલે પ્રથમ તો કૂડકપટની પેટી, મિથ્યા કલંક ચડાવનારી, અકાર્ય કરનારી અને નરકગતિમાં જનારી એવી ગંઘમૂષિકાને ઘણી કદર્થના કરાવી, ભાનરહિત કરી, અપમાન અપાવી રાસભા ઉપર બેસાડીને નગરની બહાર કાઢી મૂકી, સ્ત્રી જાતિ હોવાથી મારો નંખાવી નહીં. પછી તે કાર પાસે આવ્યો. ત્યાં તેણે તથા સાર્થવાહ આદિ લોકોએ કુમારને બહુ પ્રકારે વાર્યો છતાં તે ચિતા સમીપ આવ્યો. રાજા આદિ લોકો વિચાર કરવા લાગ્યા કે “મોટો અનર્થ થશે. એક સ્ત્રીના વિયોગથી આવું પુરુષરત્ન મૃત્યુ પામશે.” આ પ્રમાણે વિચારી કુમારને ચિતામાં પડવાને તૈયાર થયેલો જોઈને પુરુષોત્તમ રાજા બટુક સમીપ જઈ કહેવા લાગ્યો કે “હે આર્ય! આ કુમાર તારું વાક્ય ઉલ્લંઘન કરતા નથી, તેથી તું એવી વિજ્ઞતિ કર કે જેથી તે આ પાપકાર્યથી પાછા ફરે.”
પછી બટુક કુમાર પ્રત્યે બોલ્યો કે “હે ભદ્ર! ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયા છતાં આવું નીચ કુલને ઉચિત કર્મ કેમ કરો છો? તમારા જેવા સદાચારી પુરુષને એ ઘટિત નથી. અગ્નિપ્રવેશ આદિના મૃત્યુથી અનંત સંસારની વૃદ્ધિ થાય છે. તેમાં પણ મોહાર થઈને મરવું તે તો અતિ દુઃખદાયી છે. વળી હે મિત્ર!તમે મને પ્રથમ કહ્યું હતું કે હું તને ચક્રઘર ગામની સમીપે પાછો પહોંચાડીશ' તે તમારું વચન અન્યથા થાય છે. તેમજ મૃત્યુ પામેલી કમલવતીની પાછળ મરવા ઇચ્છો છો, તે પણ વ્યર્થ છે. કારણ કે જીવ પોતાના કર્મ પ્રમાણે જ પરભવમાં જાય છે. જીવોની ચોરાશી લાખ યોનિ છે, તેથી તેઓની ગતિ એક નથી; કર્મને અનુસરીને જીવની ગતિ થાય છે. પંડિત પુરુષે સારું અથવા મધ્યમ કાર્ય પણ પરિણામનો વિચાર કરીને જ કરવું જોઈએ. રસભવૃત્તિએ કરેલું તથા વગર વિચાર્યું કરેલું કાર્ય આગળ ઉપર શલ્યની જેમ દુઃખદાયક નીવડે છે. તેથી આ સાહસ કરવાથી પાછા ફરો; કારણકે કે “જીવતો નર સેંકડો ભદ્રને જુએ છે.” વળી જો તમે મારી વાત સાંભળીને તમારા પ્રાણનું રક્ષણ કરશો તો કદાચિત્ તમને કમલવતીનો સંયોગ પણ પ્રાપ્ત થશે; પણ જો મૂઢપણાથી પ્રાણત્યાગ કરશો તો તેનો સંગમ દુર્લભ જ છે.”
આ પ્રમાણેની બટુકની વાણી સાંભળીને કમલવતીને મળવાની કિંચિત્ અભિલાષા જેના હૃદયમાં ઉદ્ભવી છે એવો કુમાર કહેવા લાગ્યો કે હે મિત્ર!શું તેં મારી પ્રિયાને જોઈ છે? અથવા શું તે જીવે છે એવું કોઈએ તને કહ્યું છે? અથવા જ્ઞાનના બળથી તું જાણે છે કે તે મળશે કે નહીં? તું મને અગ્નિમાં પડતો અટકાવે છે