SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ઉપદેશમાળા અને શા માટે જિલ્લા બહાર કાઢે છે?” યક્ષ બોલ્યો કે “હું ચારિત્રમાં પંગુ (લંગડો) એવો તમારો ગુરુમંગ જિલ્લાના સ્વાદમાં પરાધીન થઈને આવો અપવિત્ર દેવ થયો છું. ઘરનો ત્યાગ કરી ચારિત્ર લઈને પણ જિનેશ્વરે કહેલા ઘર્મની આરાધના ન કરી અને ત્રણ ગારવવડે આત્માને મલિન કર્યો, ચારિત્રની શિથિલતામાં સમગ્ર આયુષ્ય ગુમાવ્યું. હવે અઘન્ય, પુણ્યરહિત અને વિરતિ વિનાનો એવો હું શું કરું? આ ભવમાં તો હું વિરતિ પાળવા સમર્થ નથી; તેથી મારા આત્માનો હું શોક કરું, છું. આ પાપી જીવ વિતરાગના ઘર્મને પામ્યા છતાં પણ તે ઘર્મનું સમ્યક પ્રકારે પાલન નહીં કરવાથી ઘણો કાળ સંસારમાં ભટકશે. માટે તે સાધુઓ!.તમે શ્રી, જિનઘર્મને પામીને રસલંપટ થશો નહીં. જો કદાચ જિહાના સ્વાદમાં લુબ્ધ થશો તો મારી જેમ પશ્ચાત્તાપ કરવાનો વખત આવશે.” આ પ્રમાણે પોતાના પૂર્વ ભવના શિષ્યોને ઉપદેશ આપીને તે યક્ષ અદ્રશ્ય થયો. પછી તે સાધુઓ ચારિત્રનું પાલન કરીને સદ્ગતિને પામ્યા. આ દૃર્શત સાંભળીને બઘાએ જિલ્લાના સ્વાદનો ત્યાગ કરવો. હવે તે યક્ષે જે પ્રમાણે શોક કર્યો તે નીચેની ગાથામાં બતાવે છે– " निग्गंतूण घराओ, न कओ धम्मो मए जिणक्खाओ। इडिरससायगुरुय-तणेण न य चेइओ अप्पा ॥१९२॥ ' અર્થ–“મેં ઘરથી બહાર નીકળીને પણ નિવાસસ્થાન, વસ્ત્ર વગેરેની ઋદ્ધિથી ઋદ્ધિગારવ, મિષ્ટ આહારાદિકના રસથી રસગારવ અને કોમળ શયાદિકના સુખથી સાતાગારવ–એમ એ ત્રણેમાં આદરપણાએ કરીને એટલે તેમનો આદર કરીને શ્રી જિનેશ્વરે કહેલો ઘર્મ કર્યો નહીં (પાળ્યો નહીં) અને મારા આત્માને મેં ચેતવ્યો નહીં, સાવઘાન કર્યો નહીં.” ओसन्नविहारेणं, हा जह झीणम्मि आउए सव्वे । હિં વાહન હમો, સંપ સોયામિ સખા ૧૬રા અર્થ–“અરે! આ પ્રકારે ચારિત્રવિષયમાં શિથિલ વ્યવહાર કરવા વડે મારું સર્વ આયુષ જીર્ણ—ક્ષીણ થયું, તો હવે અઘન્ય (નિર્ભાગ્ય) એવો હું શું કરું? હવે તો માત્ર મારા આત્મામાં શોક કરું.” हा जीव पाव ! भमिहिसि, जाई जोणीसयाइं बहुयाई। भवसयसहस्सदुलहं, पि जिणमयं एरिसं लद्धं ॥१९४॥ અર્થ–“હે પાપી જીવ! સો હજાર (લાખ) ભવો વડે પણ દુર્લભ એવો અચિંત્ય ચિંતામણી સદ્ગશ શ્રી જિનમત (જિનકથિત ઘમ) પામીને પણ, તેની
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy