________________
(૫૮) મંગૂસૂરિની કથા પાસે (યક્ષપ્રાસાદમાં) યક્ષપણે ઉત્પન્ન થયા અને પછી તે સુવિહિત જન એટલે સાધુ જનને (પોતાના શિષ્યોને) બોઘ પમાડવા લાગ્યા અને હૃદયમાં ઘણો શોક કરવા લાગ્યા. (તે વાત હવે પછીની ગાથામાં કહેવામાં આવશે).” અહીં મંગ આચાર્યનો સંબંઘ જાણવો.
મંગુસૂરિની કથા એકદા કૃતરૂપી જળના સાગરરૂપ યુગપ્રધાન શ્રી મંગ નામના આચાર્ય મથુરા નગરીમાં પધાર્યા. તે નગરીમાં ઘણા ઘનાઢ્ય શ્રાવકો રહેતા હતા. તેઓ સાધુઓની અત્યંત ભક્તિ કરનારા હતા. તેથી તેઓએ તે આચાર્યની ઘણી સેવા કરી. આચાર્ય પણ ત્યાં જ રહીને પઠન, પાઠન તથા વ્યાખ્યાન કરવા લાગ્યા. તેથી તેમણે શ્રાવકોનાં ચિત્ત અત્યંત રંજિત કર્યા એટલે તેઓ મંગરિ પર અઘિક ભક્તિવાળા થયા. આચાર્યની સર્વ રીતભાત ઊંચા પ્રકારની જોઈને તેઓ એમ વિચારવા લાગ્યા કે “આ સુરિને આહારદિકનું દાન કરવાથી આપણે ભવસાગરનો પાર પામીશું જ.” એમ જાણીને ત્યાંના શ્રાવકો તેમને મિષ્ટ અને સરસ આહાર આપવા લાગ્યા. તેવો આહાર ભોગવતાં આચાર્યને રસલોલુપતા થઈ. એટલે તેમણે વિચાર કર્યો કે “જુદે જુદે સ્થાને વિહાર કરતાં આવો આહાર હું કોઈ પણ સ્થાને પામ્યો નથી. વળી અહીંના શ્રાવકો પણ વિશેષ પ્રકારે ભક્તિ કરે છે; માટે આપણે તો અહીં જ સ્થિરતા કરવી યોગ્ય છે.' એમ વિચારીને તે આચાર્ય એકસ્થાનવાસી થઈને ત્યાં જ રહ્યા. - ઘીરે ઘીરે ગૃહસ્થોની સાથે પરિચય વધતો ગયો. તેથી મિષ્ટ આહારના ભોજન વડે, અતિ કોમળ શય્યામાં શયન કરવા વડે અને સુંદર ઉપાશ્રયમાં રહેવા વડે તે આચાર્ય રસમૃદ્ધ (રસલોલુપ) થઈ ગયા, આવશ્યકાદિક નિત્યક્રિયા પણ છોડી દીધી, અને મનમાં અહંકાર કરવા લાગ્યા કે “મને શ્રાવકો કેવો રસવાળો આહાર આપે છે?’ એ પ્રમાણે તે રસગારવ કરવા લાગ્યા. અનુક્રમે ત્રણે ગારવામાં નિમગ્ન થઈને આખા જગતને તૃણ સમાન માનવા લાગ્યા. મૂળ ગુણમાં પણ કોઈ કોઈ વખત અતિચારાદિક લગાડવા વડે શિથિલ થયા. એ પ્રમાણે ચિરકાળ સુધી અતિચારાદિકથી દૂષિત થયેલા ચારિત્રનું પાલન કરીને છેવટે તેની આલોચના કર્યા વિના મૃત્યુ પામી તે જ નગરના મેલા જળને નીકળવાની ખાઈ પાસેના યક્ષાલયમાં યક્ષપણે ઉત્પન્ન થયા, - ત્યાં તે વિભંગજ્ઞાન વડે પૂર્વભવ જોઈને પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે “હા! હા! મેં મૂર્ખાએ જિલ્લાના સ્વાદમાં લંપટ થઈને આવી કુદેવની ગતિ પ્રાપ્ત કરી.” પછી પોતાના શિષ્યો બહિર્ભુમિએ (સ્પંડિલ) જઈને પાછા આવતાં તે યક્ષની નજીક આવ્યા ત્યારે તેમને ઉદ્દેશીને તે યક્ષે પોતાની જિલ્લા મુખથી બહાર કાઢીને દેખાડી. તે જોઈને તે સર્વે શિષ્યોએ મન દ્રઢ રાખીને તેને પૂછ્યું કે “હે યક્ષ! તું કોણ છે?