________________
૨૨૬
ઉપદેશમાળા अच्चिय वंदिय पूइअ, सक्कारिय पणमिओ महग्यविओ। - તે તદ વારે નીવો, પાડે પણ કાપ ૧૮૭
અર્થ–“ગંદાદિક વડે અર્ચન-પૂજન કરાયેલો, અનેક લોકો દ્વારા ગુણસ્તુતિ વડે વંદના કરાયેલો, વસ્ત્રાદિક વડે પૂજાયેલો, ઊભા થવું વગેરે વિનયવડે સત્કાર કરાયેલો, મસ્તકવડે પ્રણામ કરાયેલો અને આચાર્યાદિક પદ આપીને મહત્ત્વ પમાડાયેલો એવો જીવ ગર્વિષ્ઠ થઈને તે પ્રમાદાદિક અકાયને એવી રીતે કરે છે કે જેથી તે જીવ પોતાના મહત્ત્વવાળા સ્થાનને પાડી દે છે, એટલે આચાર્યાદિક મહત્ત્વવાળા સ્થાનથી તે ભ્રષ્ટ થાય છે.”
सीलव्वयाइं जो बहु-फलाई हंतूण सुक्खमहिलसइ।
fધડકુલો તવસ્તી, વાડીવાળિ વિફા૧૮૮ અર્થ–“સંતોષવડે દુર્બલ (સંતોષ વિનાનો અતૃપ્ત) એવો જે તપસ્વી, જેનાથી સ્વર્ગમોક્ષાદિક ઘણાં ફળો પ્રાપ્ત થાય છે એવા શીલ (સદાચાર) અને પાંચ મહાવ્રતનો નાશ કરીને, વિષયસેવનરૂપ સુખનો અભિલાષ કરે છે તે મૂર્ખ કોટી દ્રવ્ય આપીને રૂપિયાના એંશીમા ભાગરૂપ કાકિણીને (કોડીને) ખરીદ કરે છે.'
जीवो जहामणसियं, हियइच्छियपत्थिएहिं सुक्खेहि ।
તોલે ન તીર, નાવીલેજ સલ્લેખ ૧૮ ' અર્થ–“આ સંસારી જીવ મનની અભિલાષાને અનુકૂળ અર્થાત્ જે પ્રમાણે મનમાં ચિંતવ્યું હોય તે પ્રમાણેનાં હિતકારક, ઇચ્છેલાં અને પ્રાર્થના કરેલાં એવાં સ્ત્રી વગેરેનાં સુખો આજીવન અનુભવ કર્યા છતાં અર્થાત્ તે સુખો ભોગવ્યાં છતાં પણ સંતોષ પામવાને સમર્થ થતો નથી; એટલે જીવજીવ નિરંતર અનુભવેલા વિષયસુખથી પણ આ જીવ સંતોષ પામતો નથી.”
सुमिणंतराणुभूयं, सुक्खं समइच्छियं जहा नत्थि ।
एवमिमं पि अईयं, सुक्खं सुमिणोवमं होइ ॥१९०॥ અર્થ–“જેમ સ્વપ્ન મધ્યે અનુભવેલું સુખ જાગૃત થયા પછી હોતું નથી, તેમ આ (પ્રત્યક્ષ અનુભવેલું વિષયસુખ) પણ વર્તમાનકાળનું ઉલ્લંઘન થયા પછી એટલે ભોગવી રહ્યા પછી સ્વપ્નની ઉપમાવાળું એટલે સ્વપ્ન તુલ્ય જ થાય છે. માટે તે વિષયસુખમાં આદર કરવો નહીં.”
पुरनिद्धमणे जक्खो, महुरा मंगू तहेव सुयनिहसो । '
बोहेइ सुविहियजणं, विसूरइ बहुं च हियएण ॥१९१॥ અર્થ–“તેમજ શ્રુતની પરીક્ષાના નિકષ એટલે સિદ્ધાંતની કસોટીના પાષાણ તુલ્ય અર્થાત્ બહુશ્રુત એલ માંગુ નામના આચાર્ય મથુરા નગરીમાં નગરીની પાળ