________________
૨૪૧
શ્રાવકના ગુણ પાદપ્રક્ષાલન વગેરે કરીને વિનય કરવો; તે સર્વનો ત્યાગ કરે છે અર્થાત્ એટલાં વાનાં સાચો શ્રાવક કરતો નથી.” હવે શ્રાવક સુપાત્રની બુદ્ધિથી ભોજનાદિક કોને આપે છે તે કહે છે
पढमं जईण दाऊण, अप्पणा पणमिऊण पारेइ । - असइ य सुविहिआणं, भुंजेई कयदिसालोओ॥२३८॥
અર્થ–“શ્રાવક પ્રથમ યતિઓને (ઇંદ્રિયોનું દમન કરવાના પ્રયત્નવાળા સાઘુઓને પ્રણામપૂર્વક આપીને પછી પોતે ભોજન કરે છે. કદાચ સુવિહિત સાઘુઓ ન હોય તો તે સાધુઓની દિશાનો આલોક કરતો સતો ભોજન કરે છે. એટલે સાઘુઓ જે દિશા તરફ વિચરતા હોય તે દિશા તરફ જોઈને જો સાધુઓ આવે તો સારું એમ વિચારતો ભોજન કરવા બેસે છે, ભોજન કરે છે.”
साहूण कप्पणिजं, जं नवि दिन्नं कहिं पि किंचि तहिं ।
धीरा जहुत्तकारी, सुसावगा तं न भुंजंति ॥२३९॥ અર્થ–“સાઘુઓને કલ્પનીય (ખપમાં આવે તેવું શુદ્ધ) જે કાંઈક થોડું પણ અન્નાદિક કોઈ પણ દેશકાળમાં સાઘુઓને નથી જ આપ્યું અર્થાત્ મુનિએ નથી લીધું એવા તે અન્નાદિકને ઘીર (સત્ત્વવાન) અને યથોક્તકારી (જેવો શ્રાવકનો માર્ગ છે તે જ પ્રમાણે વર્તનારા) સુશ્રાવકો વાપરતા નથી; અર્થાત્ સાધુઓને આપ્યા વિનાની કોઈ પણ ચીજ પોતે વાપરતા નથી; જે વસ્તુ મુનિ મહારાજ ગ્રહણ કરે તે વસ્તુ જે પોતે વાપરે છે.”
વહી સયાલ-મત્ત-પાન-મેલ-વસ્થાપત્તા - ન વિ ન પત્તો , થોવા વિંદુ થોવયે ફાર૪૦ના ' અર્થ–“યદ્યપિ નથી પર્યાપ્ત ઘન જેને એટલે પૂરતું ઘન નહીં હોવાથી સંપૂર્ણ આપવાને અસમર્થ એવો કોઈ શ્રાવક હોય તો તે પોતાની પાસેના થોડામાંથી પણ થોડું એવું વાસસ્થાન (ઉપાશ્રય), શયન (સૂવાની પાટ), આસન પાદપીઠ આદિ), ભક્ત (અa), પાન (જળ), ભૈષજ્ય (ઔષઘ), વસ્ત્ર અને પાત્ર વગેરે આપે છે, પણ અતિથિ સંવિભાગ કર્યા વિના વાપરતો નથી.” .
संवच्छरचउम्मासिएसु, अट्ठाहियासु अ तिहीसु । - સવ્વાયરે અફ, નિબવરપૂયાત્તવ મુછો ર૪૫
અર્થ–“વળી સુશ્રાવક સંવત્સરી પર્વમાં, ત્રણે ચાતુર્માસમાં, ચૈત્ર અને આસો મહિનાની અઠ્ઠાઈમાં અને અષ્ટમી વગેરે તિથિઓમાં (એ સર્વ શુભ દિવસોમાં) વિશેષ કરીને સર્વ આદરવડે (સર્વ ઉદ્યમવડે) જિનેશ્વરની પૂજા, ' - છઠ્ઠમાદિક તપ અને જ્ઞાનાદિક ગુણોમાં લાગે છે એટલે આસક્ત થાય છે.”
૧૬