________________
૨૪૦
ઉપદેશમાળા અર્થ–“શીલ તે સદાચાર અને વ્રત તે અણુવત, તેનો નિયમ જેને દૃઢ હોય; વળી જે પૌષઘ (ઘર્મનું પોષણ કરનાર હોવાથી પૌષઘ) અને અવશ્ય કરવા લાયક સામાયિક વગેરે છ આવશ્યક (પ્રતિક્રમણ) ને વિષે અસ્મલિત (અતિચારરહિત) હોય, તથા જે મઘ, મદ્ય (મદિરા), માંસ અને વડલા, ઉંબરા વગેરે પાંચ પ્રકારના વૃક્ષોના બહુ જીવવાળા ફળો તથા બહુ બીજવાળા વૃતાક (રીંગણા) વગેરેથી નિવૃત્તિ પામેલો હોય, એટલે અભક્ષ્યાદિકના ત્યાગવાળો હોય, તે શ્રાવક કહેવાય છે.”
અષ્ટમી આદિ પર્વણીને દિવસે સાવઘત્યાગરૂપ નિયમ વિશેષ તે પૌષઘ કહેવાય છે; અને દરરોજ બે ટંક અવશ્ય કરવાના હોવાથી પ્રતિક્રમણ તે આવશ્યક કહેવાય છે.
નાહ મનનીવી, પૂર્વવરલાને ગમવલમુકુત્તો . .
सव्वं परिमाणकडं, अवरज्जइ तं पि संकंतो ॥२३५॥ અર્થ–“વળી શ્રાવક પંદર પ્રકારના કર્માદાન પૈકી કોઈ પણ પ્રકારના અથર્મ કર્મથી આજીવિકા કરતો ન હોય, એટલે શુદ્ધ નિર્દોષ વ્યાપાર કરતો હોય, તથા દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાં નિરંતર ઉદ્યમાન હોય, વળી જેને સર્વ ઘન ઘાન્ય વગેરેનું પરિમાણ કરેલું હોય, એટલે જે પરિગ્રહના પ્રમાણવાળો હોય અને જે આરંભાદિક જે કાંઈ અપરાઘવાળું (દોષવાળું) કાર્ય કરે તે પણ શંતિ થઈને કરે અર્થાત્ નિઃશંકપણે કરે નહીં અને કર્યા પછી પણ આલોયણ લઈને તે દોષથી શુદ્ધ (મુક્ત) થાય. (શ્રાવક એવો હોય.)”
निक्खमण नाण-निव्वाण-जम्मभूमीओ.वंदइ जिणाणं । न य वसइ साहुजणविरहियंमि देसे बहुगुणे वि ॥२३६॥
અર્થ–“વળી શ્રાવક જિનેશ્વરોના નિષ્ક્રમણ (દીક્ષા), કેવળજ્ઞાન, નિર્વાણ (મોક્ષ) અને જન્મભૂમિરૂપ કલ્યાણક સ્થાનોને વંદના કરે છે, અર્થાત્ તીર્થયાત્રા કરનારો હોય છે. વળી કોઈ ભૂમિના ઘણા ગુણ હોય, ઘણી જાતિનાં દ્રવ્યાદિકની પ્રાપ્તિનાં સાઘન હોય, છતાં પણ સાઘુજનરહિત એટલે સાધુજનના વિહારરહિત હોય એવા દેશમાં વસતો નથી.”
परतित्थियाण पणमण, उब्भावण थुणण भत्तिरागं च ।
सक्कारं सम्माणं, दाणं विणयं च वजेइ ॥२३७॥ અર્થ-“વળી શ્રાવક બૌદ્ધ તાપસ વગેરે પરતીર્થિકોનું પ્રણમન (માથું નમાવી વંદના કરવી), ઉલ્કાવન (બીજાની પાસે તેઓના ગુણની પ્રશંસા કરવી), સ્તવન (તે બૌદ્ધાદિકની પાસે તેમના દેવની સ્તુતિ કરવી), ભક્તિરાગ (તેમને બહુમાન આપવું), સત્કાર (તેમને વસ્ત્રાદિક આપવા), સન્માન (તેઓ આવે ત્યારે ઊભા થઈ માન આપવું), દાન (તેમને સુપાત્રની બુદ્ધિથી ભોજનાદિક આપવું) તથા