________________
૨૦૪
ઉપદેશમાળા
ક્યાં? મારી કોમળ પુષ્યશયા ક્યાં? અંગનાના અંગસંગથી ઉત્પન્ન થતું સુખ ક્યાં? અને આ કઠિન ભૂમિમાં આળોટવું ક્યાં? આ સાઘુઓ પહેલાં તો મારા પ્રત્યે આદરવાળા હતા અને હવે તો તે જ સાઘુઓ મને પગ વગેરેના સંઘટ્ટ કરે છે, તેથી જો આજની રાત્રિ સુખે સુખે જાય તો પ્રાતઃકાળમાં વીરપ્રભુને પૂછી રજોહરણ આદિ વેષ પાછો સોંપીને હું મારે ઘેર ચાલ્યો જઈશ.”
મેઘમુનિએ જેમ-તેમ રાત્રી પસાર કરી. સવાર થતાં તેઓ પ્રભુ પાસે આવ્યા.. ભગવાને મેઘમુનિના બોલ્યા પહેલાં જ કહ્યું કે “હે મેઘ! તે આજ રાત્રિના ચારે પહોર દુઃખ અનુભવ્યું છે અને ઘેર જવાનો વિચાર કરેલો છે. આ હકીકત સાચી છે?” મેઘમુનિએ કહ્યું– એ હકીકત સાચી છે. ત્યારે ભગવાને કહ્યું-“હે મેઘ! આ દુઃખ તો શું છે? પણ જે દુઃખ તેં આ ભવથી ત્રીજે ભવે અનુભવેલું છે તે સાંભળ
પૂર્વે વૈતાઢ્ય પર્વતની ભૂમિમાં શ્વેતવર્ણવાળો, ઘણો ઊંચો અને એક હજાર હાથણીના ટોળાનો અધિપતિ છ દાંતવાળો સુમપ્રભ નામનો તું હાથી હતો. એક દિવસ વનમાં દાવાનળ લાગ્યો. તેનાથી ભય પામી તૃષાતુર થઈ વનમાં ભટકતાં થોડા પાણીવાળા ને ઘણા કીચડવાળા સરોવરમાં પેઠો. ત્યાં તું કીચડની અંદર ખૂંપી ગયો. તું જળ સુધી પહોંચ્યો નહીં એટલે તને જળ પણ મળ્યું નહીં, અને બહાર પણ નીકળી શક્યો નહીં. પછી ઘણા વૈરી હાથીઓએ આવીને તને દંતમૂશળના પ્રહાર કર્યા. સાત દિવસ સુધી પીડા અનુભવી સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી કાળ કરીને તે વિંધ્યભૂમિમાં ચાર દાંતવાળો, રક્તવર્ણવાળો ને સાતસો હાથણીનો પતિ મેસ્મભ નામે હાથી થયો. ત્યાં પણ અગ્નિ લાગેલો જોઈ જાતિસ્મરણથી તેં તારો પૂર્વભવ દીઠો. પછી દાવાનળથી ભય પામીને તેં એક યોજન પ્રમાણ ભૂમિમાંથી તૃણ કા આદિ સર્વ દૂર ફેંકી દીધું, અને નવા ઊગેલા તૃણ વલ્લી અંકુરો વગેરેને શુંઢ વડે પરિવારની મદદથી મૂળમાંથી ઉખેડી નાંખ્યા.
એક વખત ફરીથી દાવાનળ પ્રગટ્યો. તે વખતે તે પરિવાર સહિત પેલા એક યોજન પ્રમાણવાળા મંડળમાં આવી ગયો. બીજાં પણ ઘણાં વનચર પ્રાણીઓ ત્યાં આવ્યાં. તે વખતે તેં શરીર ખણવા માટે એક પગ ઊંચો કર્યો, તેવામાં એક સસલો કોઈ જગ્યાએ તેને સ્થાન નહીં મળવાથી તારા પગ નીચે આવીને ઊભો રહ્યો. પગ નીચે મૂકતાં તેં સસલાને જોયો; એટલે દયાને લીધે તારું મન આર્ટ્સ થવાથી તેં તારો પગ ઊંચો ને ઊંચો રાખ્યો. એ પ્રમાણે અઢી દિવસ સુધી એક પગ ઊંચો રાખીને રહ્યો. દાવાનળ શાંત થતાં સર્વ પ્રાણીઓ પોતપોતાને સ્થાને ગયા. એટલે પગ-નીચે મૂકતાં શરીર ઘણું સ્થળ હોવાથી, પર્વતનું શિખર તૂટી પડે તેમ તું પડી ગયો, અને ઘણી વેદના ભોગવી, સો વર્ષનું આયુષ્ય પૂરું કરી દયાના પરિણામથી શુભ કર્મ બાંધી તું શ્રેણિક રાજાનો પુત્ર થયો. હવે તું વિચાર કર કે સમકિતનો પણ લાભ