________________
એકાકી વિહારના દોષો
૨૦૫
મળ્યો નહોતો, તે વખતમાં તિર્યંચના ભવમાં થોડું કષ્ટ સહન કરવાથી તેં મનુષ્યનું આયુષ્ય બાંધ્યું, તો ચારિત્ર ગ્રહણ કર્યા પછી કષ્ટ સહન કરવાથી તો મોટું ફળ મળે છે; અથવા આ જીવે ઘણી વાર નરકાદિનાં ઘણાં દુઃખો ભોગવ્યાં છે, તો તું આ સાધુઓના પગ અડવાથી ઉત્પન્ન થયેલા દુઃખથી શા માટે દુભાય છે? સાધુના ચરણની ૨જ પણ વંદ્ય છે, તેથી આ ચારિત્ર તજી દેવાનો તારો મનોરથ યોગ્ય નથી. અગ્નિમાં પ્રવેશ કરવો સારો, વિષનું ભક્ષણ કરવું સારું, પણ ગ્રહણ કરેલા વ્રતનો ભંગ કરવો એ સારું નહીં.”
ઇત્યાદિ ભગવંતનાં કહેલાં વચનોથી મેઘમુનિને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, એટલે સઘળું પ્રભુના કહેવા પ્રમાણે જોયું. પછી ભગવાનને વંદન કરીને મેઘમુનિ બોલ્યા કે “હે ભગવાન ! ભવકૂપમાં પડતાં તમે મને બચાવ્યો છે. આજથી માંડીને બે ચક્ષુ સિવાય બીજા કોઈ અંગની મારે શુશ્રુષા કરવી નહીં એવો હું અભિગ્રહ ગ્રહણ કરું છું.” આ પ્રમાણે અભિગ્રહ લઈ, નિર્દોષ ચારિત્ર પાળી, ગુણરત્ન સંવત્સરાદિ તપ કરી, નિર્મળ ઘ્યાનવડે પોતાનું આયુષ્ય પૂર્ણ કરી સમાધિથી મૃત્યુ પામીને વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય થઈને મોક્ષે જશે. ॥ કૃતિ મેષમુનિ થા ।।
अवरुप्परसंबाहं, सुक्खं तुच्छं सरीरपीडा य ।
सारण वारण चोयण, गुरुजणआयत्तया य गणे ॥ १५५ ॥ અર્થ—ગચ્છમાં વસવાથી પરસ્પર સંબાઘ એટલે ઘર્ષણ થાય, સ્વેચ્છયા પ્રવર્તવારૂપ અથવા ઇન્દ્રિયજન્ય જે સુખ તે તુચ્છ અર્થાત્ થોડું થાય, પરીસહાદિ વડે શરીરને પીડા થાય, સારણ (કોઈ પણ કાર્ય ન કર્યું હોય તેનું સ્મરણ કરાવવું), વારણ (પ્રમાદ કરતાં વાંરવું), ચોયણ (મધુર કે કઠોર વચનથી સારા કાર્યની પ્રેરણા કરવી), ગુરુજનની અશ્વીનતા થાય—એટલા ગુણો થાય. માટે અવશ્ય ગચ્છમાં જ વસવું, એકલા ન રહેવું.”
इक्कस्स कओ धम्मो, सच्छंदगईमईपयारस्स ।
किं वा करे इक्को, परिहरउ कहमकज्जं वा ॥ १५६ ॥ અર્થ—“સ્વચ્છંદ જે ગતિ તેમાં છે મતિનો પ્રચાર જેનો અર્થાત્ સ્વચ્છંદે વર્તવાની છે બુદ્ધિ જેની એવા એકલા મુનિને ધર્મ જ ક્યાંથી હોય ? ન જ હોય. વળી એક્લો તપક્રિયા વગેરે શું કરે? અથવા એક્લો અકાર્યને પરિહરવા પણ કેમ શક્તિમાન થાય? અર્થાત્ ન થાય. માટે ગુરુકુળવાસમાં જ કહેવું.’
कत्तो सुत्तत्थागम, पडिपुच्छणा चोयणा य इक्कस्स । विणओ वेयावच्चं, आराहणया य मरणंते ॥१५७॥