________________
(૪૯) મેઘકુમારનું દૃષ્ટાંત
આપ્યો કે ‘તમે બહુ વિરુદ્ધ આચરણ કર્યું કે વસુભૂતિને ઘેર મારો અભ્યુત્થાનાદિ વિનય કર્યો. તેમ કરવાથી તમે સર્વત્ર અશુદ્ધ આહાર કરી દીધો છે. માટે હવે આજથી મારે તમારી સાથે એક ક્ષેત્રમાં રહેવું ઉચિત નથી.' એ પ્રમાણે કહી આર્યમહાગિરિએ જુદો વિહાર કર્યો અને ગચ્છનો આશ્રય છોડી દઈ એકાકી તપસંયમ પાળી સ્વર્ગે ગયા. એ પ્રમાણે બીજાએ પણ પ્રતિબંધ કરવો નહીં, એવો આ કથાનો ઉપદેશ છે.
૨૦૩
रूवेण जुव्वणेण य, कन्नाहि सुहेहि वरसिरीए य । न य लुब्धंति सुविहिया, निदरसणं जंबूनामुत्ति ॥१५३॥
અર્થ—“રૂપથી, યૌવનથી, ગુણવતી કન્યાઓથી, સાંસારિક સુખોથી તેમજ શ્રેષ્ઠ એવી લક્ષ્મીથી સુવિહિતો એટલે સાધુ પુરુષો લોભાતા નથી. અહીં જંબૂ નામે મહામુનિનું નિદર્શન અર્થાત્ દૃષ્ટાંત જાણવું.' જંબૂસ્વામીનું દૃષ્ટાંત પૂર્વે આવેલું છે તેથી અહીં લખ્યું નથી:
उत्तमकुलप्पसूया, रायकुलवडिंसगा वि मुणिवसहा । बहुजणजइसंघट्टं, मेहकुमारुव्व विसहंति ॥१५४॥
અર્થ—“ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા અને રાજકુળમાં મુગટ સમાન એવા મુનિવૃષભો—શ્રેષ્ઠ મુનિઓ અનેક કુળમાં ઉત્પન્ન થયેલા ઘણા મુનિજનોનો સંઘટ્ટ મેઘકુમારની જેમ વિશેષ પ્રકારે સહન કરે છે.’’
મેઘકુમારનું દૃષ્ટાંત
મગધદેશમાં રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેની ધારિણી નામે રાણી હતી. તેની કુક્ષિમાં કોઈ જીવ ઉત્પન્ન થયો. તેના પ્રભાવથી તેને અકાળે મેઘનો દોહદ થયો. અભયકુમારે અટ્ટમભક્તથી કોઈ દેવને આરાધીને તેની સહાયથી તે દોહદ પૂર્ણ કર્યો. ઉત્તમ સમયે પુત્રનો પ્રસવ થયો. સ્વપ્નને અનુસારે તેનું નામ મેઘકુમાર પાડ્યું. અનુક્રમે તેણે યુવાવસ્થા પ્રાપ્ત કરી. શ્રેણિક રાજાએ તેને સ્વરૂપવતી આઠ કન્યા એક લગ્ને પરણાવી. તે સ્ત્રીઓ સાથે વિષયસુખ ભોગવતો મેઘકુમાર અન્યદા વીરપ્રભુ ત્યાં પધાર્યાથી વાંદવા ગયો. પ્રભુની દેશના સાંભળી તેણે વૈરાગ્ય પ્રાપ્ત થવાથી ચારિત્ર ગ્રહણ કર્યું. ભગવંતે તેમને શિક્ષા ગ્રહણ કરવા માટે સ્થવિર (વૃદ્ધ) મુનિ પાસે મોકલ્યા.
હવે રાત્રે પૌરુષી ભણાવ્યા પછી સંથારા કરતાં વૃદ્ઘલઘુત્વના (મોટા-નાનાના) વ્યવહારથી મેઘમુનિનો સંથારો સર્વ સાધુઓ પછી ઉપાશ્રયની બહાર આવ્યો. ત્યાં રાત્રિએ જતાં આવતાં સાધુઓના ચરણના પ્રહારથી અને તેમના અથડાવા વગેરેથી મેઘમુનિ બહુ ખિન્ન થયા. તે વિચારવા લાગ્યા કે “અરે! મારો સુખકારી આવાસ