________________
(૩૨) શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવ
૧૫૫ ત્રિદંડીનો વેષ ગ્રહણ કર્યો. પરંતુ જે કોઈ તેને ઘર્મ પૂછે તેને સાઘુઘર્મ બતાવે અને જે કોઈ તેની દેશનાથી પ્રતિબોઘ પામે તેને ભગવાન પાસે મોકલે. આ પ્રમાણે તેણે અનેક રાજપુત્રોને પ્રતિબોઘ પમાડ્યો.
આ સ્થિતિમાં પણ મરીચિ ભગવાનની સાથે વિચરે છે. વિહાર કરતાં કરતાં એક વાર ભગવાન અયોધ્યામાં સમવસર્યા. ભરત ચક્રી પ્રભુને વાંદવા આવ્યા અને દેશનાને અંતે પૂછ્યું કે હે ભગવન્! આવી મોટી સભામાં કોઈ પણ ભાવ તીર્થંકર છે?” ભગવાને કહ્યું કે “આ ત્રિદંડી સંન્યાસી વેષઘારી મરીચિ નામે તારો પુત્ર આ ચોવીશીમાં ચોવીશમાં “વર્ધમાન' નામે તીર્થકર, મહાવિદેહમાં મૂકા નગરીમાં પ્રિય મિત્ર' નામે ચક્રવર્તી અને આ ભરતક્ષેત્રમાં જ ‘ત્રિપૃષ્ઠ નામે પહેલો વાસુદેવ થશે. એ પ્રથમ બે પદવી ભોગવી છેવટે તીર્થકર થશે.” એ સાંભળી ભરતે મરીચિ પાસે જઈ, ત્રણ પ્રદક્ષિણા દઈ, નમસ્કાર કરીને કહ્યું કે “હે મરીચિ! આ સંસારમાં જેટલા લાભ છે તેટલા બઘાં તે મેળવ્યા છે. કારણ કે તું ચક્રવર્તી, વાસુદેવ અને તીર્થકર થનાર છે; માટે હું તારા પરિવ્રાજક વેષની અનુમોદના કરતો નથી. પરંતુ તું છેલ્લો તીર્થકર થનાર છે તેથી હું તને વાંદું છું.”
ભરત ચક્રીના ગયા પછી મરીચિએ ત્રણ વખત પગ પછાડી નાચતાં નાચતાં કહ્યું કે હું ત્રણ પદ મેળવીશ તેથી મારું કુળ ઉત્તમ છે.' એ પ્રમાણે વારંવાર કુળનો મદ કરવાથી તેણે નીચ ગોત્ર બાંધ્યું. '
અન્યદા શ્રી ઋષભદેવ ભગવાન મોક્ષે ગયા. પછી સાધુ સાથે વિહાર કરતાં તેના શરીર માંદગી આવી, પરંતુ સાઘુના આચારથી રહિત હોવાને લીધે તેની કોઈએ સેવા ચાકરી કરી નહીં, તેથી તે વિચાર કરવા લાગ્યો કે જો હું સાજો થાઉં તો એક શિષ્ય કરું. અનુક્રમે તે સ્વસ્થ થયો. એક દિવસ કોઈ “કપિલ' નામે રાજપુત્ર મરીચિની દેશના સાંભળી પ્રતિબોધ પામ્યો. ત્યારે મરીચિએ કહ્યું કે હે કપિલ! તું સાધુ પાસે જઈ ચારિત્ર ગ્રહણ કર.” તેણે કહ્યું કે હું તમારો શિષ્ય થઈશ.' પછી મરીચિએ પોતાનું સ્વરૂપ યથાર્થ કહી બતાવ્યું અને કહ્યું કે “મારામાં ચારિત્ર નથી. તોપણ કપિલ માન્યો નહીં અને કહેવા લાગ્યો કે “શું તમારા દર્શનમાં સર્વથા ઘર્મ નથી જ?” ત્યારે મરીચિએ જાણ્યું કે “આ કપિલ મને યોગ્ય મળ્યો છે.” એમ જાણીને મરીચિએ કહ્યું કે “પ! ત્યારે હરિ. હે કપિલ! ત્યાં પણ ઘર્મ છે, અને અહીં પણ ઘર્મ છે.” એ પ્રમાણે સૂત્રવિરુદ્ધ કથનથી તેણે એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ સંસારની વૃદ્ધિ કરી. તેની આલોચના કર્યા વગર ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂરું કરીને તે ચોથા ભવે પાંચમા દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો.
ત્યાંથી ચ્યવી પાંચમા ભવમાં કોલ્લાગ ત્રિવેષ ગામમાં એંશી લાખ પૂર્વના