________________
૧૫૪
ઉપદેશમાળા
ઉપર દત્ત રાજાના ઘોડાનો પગ પડ્યો. તેથી વિષ્ટાનો અંશ ઊછળીને રાજાના મુખમાં પડ્યો. એટલે ગુરુના વચન પર વિશ્વાસ આવવાથી રાજા પાછો વળ્યો. ત્યાં એકાંત જાણીને જિતશત્રુ રાજાના સેવકોએ તેને પકડી લીધો અને જિતશત્રુને ગાદીએ બેસાર્યો. પછી સામંત રાજાઓએ વિચાર્યું કે જો આ જીવતો રહેશે તો દુઃખદાયી થશે.' એમ વિચારી તેઓએ તેને લોઢાની કોઠીમાં નાંખ્યો. પછી ઘણા દિવસ પર્યંત મહાન દુઃખ ભોગવતો સતો વિલાપ કરતો અને પોકાર કરતો તે મૃત્યુ પામ્યો. મરીને તે સાતમી નરકે ગયો, અને શ્રી કાલિકાચાર્ય તો ચારિત્ર પાળીને સ્વર્ગે ગયા.
એ પ્રમાણે સાધુએ પ્રાણાંતે પણ મિથ્યા ભાષણ ન કરવું એવો આ કથાનો ઉપદેશ છે. // કૃતિ ભિાવાર્થ ત્યા ॥
फुडपागडमकहंतो, जहट्ठियं बोहिलाभमुवहणइ । નંદ મળવો વિશાળો, નરમરળમહોબત્તી ઞાતિ ૧૦૬ાાં અર્થ—“સ્ફુટ પ્રગટ (સત્યાર્થ) ન કહેવાથી યથાસ્થિત સત્ય એવા બોધિલાભને (ધર્મપ્રાપ્તિને) આગામી ભવે હણી નાખે છે, વિનાશ કરે છે. જેમ ભગવંત શ્રી મહાવીરસ્વામીને (મરીચિના ભવમાં સત્ય ન કહેવાથી) વિશાળ એવો જરામરણરૂપ મહોદધિ–મહાસમુદ્ર થયો. અર્થાત્ કોટાકોટિ સાગરોપમપ્રમાણ સંસાર વધ્યો. શ્રી મહાવીર સ્વામીના પૂર્વભવ
પ્રથમ ભવમાં પશ્ચિમ મહાવિદેહમાં ‘નયસાર' નામે કોઈ ગ્રામાધિપતિ (ગામેતી) હતો. તે એક દિવસ કાષ્ઠ લેવા માટે વનમાં ગયો. મધ્યાહ્ન સમયે ભોજન તૈયાર કર્યું. તે અવસરે સાર્થથી વિખૂટા પડી ગયેલા કોઈ એક મુનિ ત્યાં આવ્યા, તેમને જોઈને નયસાર ઘણો ખુશી થયો અને ભાવથી શ્રદ્ધાપૂર્વક તેમને આહાર આપ્યો. આહાર કરી રહ્યા પછી સાધુને માર્ગ બતાવવા માટે તે સાથે ગયો. સાધુએ પણ યોગ્ય જીવ જાણીને તેને દેશના વડે સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવ્યું. પછી તે સાધુને નમીને ઘેર ગયો. કાલાંતરે મરણ પામીને તે સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયો. એ બીજો ભવ થયો.
ત્યાંથી ચ્યવીને ત્રીજા ભવમાં મરીચિ નામે ભરત ચક્રવર્તીનો પુત્ર થયો. શ્રી ઋષભદેવ ભગવાનની દેશના સાંભળી, ભોગોનો ત્યાગ કરી સ્થવિર મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી અગિયાર અંગનું અધ્યયન કરી ચારિત્ર પાળતાં એકવાર ઉનાળામાં તાપથી પીડિત થઈને તે વિચાર કરવા લાગ્યો કે મારાથી ચારિત્ર પાળવું મુશ્કેલ છે; આ ચારિત્રધર્મ અતિ દુષ્કર છે, તેથી મારાથી તે પાળી શકાય તેમ નથી અને ઘરે જવું એ પણ યોગ્ય નથી.' એ પ્રમાણે વિચારી તેણે એક નવો