________________
૧૫૬
ઉપદેશમાળા
આયુષ્યવાળો બ્રાહ્મણ થયો. તે ભાવમાં પણ ત્રિદંડી થઈ ઘણો કાળ સંસારમાં ભટક્યો. (આ ભવો ગણતરીમાં લીધા નથી, સ્થૂળ ભવો જ ગણેલા છે.) પછી છઠ્ઠા ભવમાં સ્થણા નગરીમાં બોંતેર લાખ પૂર્વના આયુષ્યવાળો “પુષ્પ' નામે બ્રાહ્મણ થયો, તે ત્રિદંડી થઈ મરણ પામીને સાતમા ભવે પ્રથમ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી આઠમા ભવમાં ચૈત્યસન્નિવેષ ગામમાં સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળો “અગ્નિદ્યોત' નામે બ્રાહ્મણ થયો. છેવટે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને નવમા ભવે બીજા દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. ત્યાંથી એવી દશમા ભવે મંદિર સંનિવેષ ગામમાં સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિભૂત’ નામે બ્રાહ્મણ થયો. પ્રાંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામ્યો. અગિયારમા ભવે ત્રીજા દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. ત્યાંથી એવી બારમા ભવમાં શ્વેતામ્બરી નગરીમાં ચોરાશી લાખ પૂર્વના આયુષ્યવાળો ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયો. છેવટે ત્રિદંડીપણે મૃત્યુ પામી તેરમા ભવે ચોથા દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. પછી ઘણો કાળ સંસારમાં ભટકી (આ ભવો પણ ગણતરીમાં લીઘા નથી) ચૌદમા ભવે રાજગૃહ નગરમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળો સ્થાવર નામે બ્રાહ્મણ થયો. છેવટે ત્રિદંડી થઈ મૃત્યુ પામ્યો. પંદરમા ભવે પાંચમા દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો.
ત્યાંથી ચ્યવી સોળમા ભવમાં એક ક્રોડ વર્ષના આયુષ્યવાળો વિશ્વભૂતિ નામે યુવરાજ પુત્ર થયો. તે જન્મમાં તેણે વૈરાગ્યપરાયણ થઈ સંભૂતિ મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કરી અત્યંત તીવ્ર તપ કર્યું. એક દિવસ માસક્ષપણને પારણે મથુરા નગરીમાં ગોચરીએ ગયા હતા. ત્યાં દુર્બલપણાથી એક ગાય અથડાવાથી તે ભૂમિ ઉપર પડી ગયા. તેને જોઈને તેના કાકાનો છોકરો વિશાખાનંદી હસીને બોલ્યો કે તું એક મુષ્ટિના પ્રહારથી કોઠાના ઝાડના બધા ફળોને ભૂમિ પર પાડી નાખતો હતો તે બળ ક્યાં ગયું?” આ વચન સાંભળીને ક્રોધાયમાન થઈ તે ગાયને શીંગડાથી પકડી આકાશમાં ઉછાળી અને એવું નિયાણું કર્યું કે “જો આ તપનું ફળ હોય તો આગામી ભવે હું ઘણો બળવાન થાઉં.' એ પ્રમાણે હજાર વર્ષ તપ તપી પ્રાંતે પાપની આલોચના કર્યા વિના મરણ પામી સત્તરમા ભવે સાતમા દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળો દેવ થયો.
ત્યાંથી એવી અઢારમા ભવે પોતનપુર નગરમાં પ્રજાપતિ નામના રાજાને ઘેર પોતે પરણેલી પોતાની પુત્રી એ મૃગાવતી તેની કુક્ષિમાં સાત સ્વપ્નથી સૂચન કરાયેલ ત્રિપૃષ્ઠ નામનો વાસુદેવ થયો. તે ભવમાં ભરતાર્થને સાથી ઘણું પાપ કરી ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય ભોગવી ઓગણીશમા ભવે સાતમી નરકે ગયો. ત્યાંથી ચ્યવને વશમાં ભવે સિંહપણે ઉત્પન્ન થયો. એકવીશમા ભવે ચોથી