________________
ઉપદેશમાલ મુનિએ કહ્યું કે મેં દ્રઢ મનથી જે નિયાણું કરેલું છે તે ફરવાનું નથી, માટે હવે તું કાંઈ કહીશ નહીં. તે સાંભળીને ચિત્રમુનિ મૌન રહ્યા.
અનુક્રમે બન્ને મુનિ અનશન પાળીને સ્વર્ગે ગયા. બન્ને જણા એક જ | વિમાનમાં ઉત્પન્ન થયાં. ત્યાં ચિરકાલ ભોગ ભોગવી પ્રથમ ચિત્રનો જીવ ત્યાંથી
ચ્યવને પરિમતાલ નગરમાં એક શેઠને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો; અને સંભતિ નિદાનના માહાભ્યથી કાંપિલ્યપુર નગરમાં બ્રહ્મદત્ત નામનો બારમો ચક્રવર્તી થયો. તેની ઉત્પત્તિનું સ્વરૂપ આગળ કહીશું. અનુક્રમે તેણે છ ખંડનો વિજય કર્યો.
એક દિવસ સભામાં બેઠેલા બ્રહ્મદત્તને પુષ્પનો ગુચ્છ જોવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી પૂર્વભવમાં અનુભવેલું નલિની ગુલ્મ વિમાન તેને યાદ આવ્યું. તે સાથે પાછલા પાંચ ભવ તેને યાદ આવ્યા. તેણે મનમાં ચિંતવન કર્યું કે જેની સાથે મારે પાંચ ભવથી સંબંધ હતો તે મને કેવી રીતે મળશે? તે ક્યાં ઉત્પન્ન થયો હશે?” પછી તેણે પોતાના બંધુને મળવા માટે આ પ્રમાણે અર્ધી ગાથા રચી.
आश्वदासौ मृगौ हंसौ मातंगावमरौ तथा।। “પ્રથમ બન્ને અશ્વદાસ (ઘોડાના ખાસદાર), પછી બે મૃગ, પછી બે હસ, પછી બે માતંગ (ચાંડાલ) અને પછી બન્ને દેવ થયા.” આ પ્રમાણે બનાવીને, જે આ ગાથાનો અર્થ ભાગ પૂરો કરશે તે મારો બંઘુ જ હોવો જોઈએ, બીજાથી પૂરી શકાય તેમ નથી, એવો નિશ્ચય કરીને તેણે લોકોમાં જાહેર કર્યું કે “જે આ ગાથાનો ઉત્તરાર્ધ પૂરો કરશે તેને હું મનવાંછિત આપીશ. આ પ્રમાણેની હકીક્ત સાંભળીને બઘા લોકોએ તે અર્ધી ગાથા કંઠે કરી, પરંતુ કોઈ તે સમસ્યા પૂર્ણ કરી શક્યું નહીં. એ પ્રમાણે ઘણા દિવસો વ્યતીત થયા.
અહીં પુમિતાલ નગરમાં શેઠનાં કુલમાં ઉત્પન્ન થયેલા ચિત્રના જીવે ગુરુ. પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે તેને જાતિસ્મરણશાન થયું, તેથી તેણે પણ પાછલો પાંચ ભવનો સંબંઘ જાણ્યો. પછી તેણે વિચાર્યું કે “મારા બાંઘવે નિયાણું કરેલું હોવાથી તે બીજા કુળમાં ચક્રવર્તી થયેલો છે, માટે હું તેને પ્રતિબોઘ પમાડું એવો વિચાર કરી તે કાંપિલ્યપુરના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં રેંટ ચલાવનારના મુખથી પેલી અરધી ગાથા સાંભળી ચિત્રમુનિએ ઉત્તરાર્ધ નીચે પ્રમાણે પૂરું કર્યું–
एषा नौ षष्ठिका जातिरन्योन्याभ्यां वियुक्तयोः ॥ “એક બીજાથી જુદા પડેલા એવા આપણો આ છઠ્ઠો ભવ છે.” એ પ્રમાણે મુનિમુખથી ઉત્તરાર્ધ સાંભળીને રેંટ ચલાવનારે રાજા પાસે જઈ ગાથાનું ઉત્તરાર્ધ પૂરું કર્યું. તે સાંભળી અતિ સ્નેહથી રાજા મૂર્ણિત થઈ ગયો. પછી સ્વસ્થ થઈને
૧. જુઓ પૃષ્ઠ ૧૮૫ ઉપર ચૂલણી રાણીનું દ્રષ્ટાંત.