________________
૧૯૪
ઉપદેશમાળા કહ્યું કે “તે બીજા આસન ઉપર મારું કમંડળ રહેશે.” એ પ્રમાણે કહી તેણે તેના ઉપર પોતાનું કમંડળ મૂક્યું. પછી દાસીએ ત્રીજું આસન બતાવ્યું, ત્યારે ચાણક્ય. કહ્યું કે તે આસન પર મારો દંડ રહેશે.” એમ કહી ત્યાં દંડ મૂક્યો. ત્યારે દાસીએ ચોથું આસન બતાવ્યું. ત્યાં તેણે માળા મૂકી. ત્યારે દાસીએ પાંચમું આસન બતાવ્યું. ત્યાં તેણે યજ્ઞોપવીત મૂકયું. એ પ્રમાણે તેણે પાંચે આસનો રોક્યાં ત્યારે કોપિત થયેલી દાસીએ કહ્યું કે “અરે! તું કોઈ મોટો ધૃષ્ટ દેખાય છે. કારણકે પ્રથમનું ભદ્રાસન તું છોડતો નથી ને નવાં નવાં આસનો રોકે છે.” પછી દાસીએ તેને પાદપ્રહાર કર્યો. તેથી પાદપ્રહાર કરાયેલા સર્પની જેમ ક્રોઘથી ઊભો થઈને તે બોલ્યો કે “અરે દુષ્ટ ચાકરડી! તું અત્યારે મારી અવગણના કરે છે. પરંતુ જ્યારે પરંપરાથી આવેલા નંદના રાજ્યને ઉખેડી નાંખી આ સ્થાને નવીન રાજાને બેસાડું. ત્યારે જ મારું નામ ચાણક્ય ખરું.” એ પ્રમાણે કહી નગરની બહાર નીકળી ગયો. - હવે તે ચાણક્ય મનમાં વિચારે છે કે “પ્રથમ સાઘુએ મારી બાબતમાં કહ્યું હતું કે “આ બાળક બિંબાંતરિત એટલે નામધારક કોઈ રાજાની નીચે પૂર્ણ સત્તાવાળો રાજા થશે.” માટે હું રાજા થવા લાયક કોઈ પુરુષને શોધી કાઢું.” એ. પ્રમાણે વિચારી ઘણાં ગામો ને નગરો જોતો જોતો અનુક્રમે નંદ રાજાના મયુરપાલકના ગામમાં આવ્યો, અને સંન્યાસીના વેષે ભિક્ષા અર્થે ફરવા લાગ્યો. ત્યાં મયૂરપાલકની સ્ત્રીને ગર્ભનાં માહાભ્યથી ત્રીજે મહિને ચંદ્રપાન કરવાનો દોહદ થયો. તે દોહદ કોઈ પણ ઉપાયથી પૂર્ણ થવો અશક્ય છે એમ ઘારી તે પોતાના ભર્તારને કહેતી નથી, અને દિવસે દિવસે દુર્બલ થતી જાય છે. પછી તેના ભતરિ તેને આગ્રહથી પૂછ્યું એટલે તેણે યથાર્થ હકીકત જણાવી. મયૂરપાલક પણ ચાણક્યને જોઈ દોહદને પૂર્ણ કરવાનો ઉપાય તેને પૂછવા લાગ્યો. ત્યારે ચાણક્ય કહ્યું કે જો આ ગર્ભમાં રહેલો પુત્ર મને આપો તો આ દોહદ પૂર્ણ કરવાનો ઉપાય હું કરું, નહીં તો દોહદ પૂર્ણ થયા વિના સ્ત્રીનો અને ગર્ભનો–બન્નેનો વિનાશ થશે. એ પ્રમાણે સાંભળી પંચની સમક્ષ તેણે પુત્ર આપવાનું કબૂલ કર્યું. ..
પછી ચાણક્ય એક ઘાસનું ઘર બનાવ્યું અને તેના ઉપર એક છિદ્ર રાખ્યું. એક માણસને ક્રમે ક્રમે છિદ્ર ઢાંકવા માટે એક ઢાંકણું આપી તે ઘર ઉપર રાખ્યો અને ઘરની અંદર ગર્ભવતી સ્ત્રીને રાખી. પછી જ્યારે પૂર્ણિમાનો ચંદ્ર અર્થે રાત્રિએ આકાશના મધ્ય ભાગમાં આવ્યો, ત્યારે દૂઘની ભરેલી થાળી લઈ તે સ્ત્રીની આગળ મૂકી, અને તે થાળીમાં ચંદ્રનું પ્રતિબિંબ પડ્યું ત્યારે ચાણક્ય કહ્યું કે હે ભાગ્યવતી! તારા ભાગ્યથી આ ચંદ્ર અત્ર આવ્યો છે, તેથી હર્ષિત થઈ તું તેનું પાન કર. એ પ્રમાણે કહેતાં તેણે ચંદ્રનું પાન કરવાની શરૂઆત કરી. જેમ જેમ તે દૂઘનું પાન કરતી ગઈ તેમ તેમ છાપરા ઉપર રહેલો માણસ પેલા ઢાંકણવતી છિદ્રને ઢાંક્તો