________________
૧૭૨
ઉપદેશમાળા
सर्वेभ्योऽपि प्रियाः प्राणास्तेऽपि यात्वधुनापि हि। ' - ર પુનઃ સ્વીત્ત ધર્મ, guડયારૂમનું .
“સર્વ વસ્તુ કરતાં પ્રાણ વહાલા હોય છે પરંતુ તે પણ હમણાં ભલે જાઓ, પણ સ્વીકૃત કરેલા ઘર્મને હું અંશમાત્ર પણ ખંડિત કરીશ નહીં.”
પછી તે દેવ ત્રીજી વખત મહા ભયંકર, મૂશળ જેવી જેની કાયા છે, કાજળ જેવો જેનો વર્ણ છે, ફણના આડંબરથી જે સુશોભિત છે, જેની બે જિહા . લપલપાયમાન થઈ રહી છે અને જેના દર્શન માત્રથી જ કાયર મનુષ્યના પ્રાણ નાશ. પામે છે–એવા તીવ્ર વિષવાળા સર્પનું રૂપ વિદુર્વ કામદેવ પ્રત્યે બોલ્યો કે તું ગ્રહણ કરેલા વ્રતનો ત્યાગ કર, નહીં તો મારી દાઢના વિષવડે અકાળે મૃત્યુ પામીશ.' એ પ્રમાણે કહ્યા છતાં પણ તે બિલકુલ ભયાકુલ થયો નહીં અને મનમાં વિચાર કરવા લાગ્યો કે “મારાં વ્રતોમાં જરા પણ અતિચાર મને ન લાગો. સ્વલ્પ અતિચારથી પણ મોટો દોષ ઉદ્ભવે છે. કહ્યું છે કે
अत्यल्पादप्यतिचाराद् धर्मस्यासारतैव हि। .. .. ___ अंघ्रिकण्टकमात्रेण, पुमान्पंगूयते न किम् ॥ . .
અતિ અલ્પ અતિચારથી પણ ઘર્મની નિસારતા થઈ જાય છે. પગમાં માત્ર કાંટો વાગવાથી શું પુરુષ લંગડો નથી થતો? થાય છે. એ પ્રમાણે નિશ્ચળ આત્માવાળો તેને જાણીને સર્પરૂપ દેવ તેને ડસ્યો. અત્યંત દુઃખ ઉત્પન્ન કરનાર તે દંશથી કામદેવનું શરીર કાળજ્વરથી જાણે પીડાયેલું હોય તેવું થઈ ગયું અને તેને ઘણી વેદના થવા લાગી, પણ તે ધ્યાનથી ચલિત થયો નહીં. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે
खण्डनायां तु धर्मस्यानन्तैरपि भवैभवैः।
दुःखान्तो भाविता नैव, गुणस्तत्र च कश्चन ॥ “ઘર્મનું ખંડન કરવાથી અનંતા ભવો ભમતાં પણ દુઃખનો અંત આવતો નથી અને તેમાં કોઈ જાતનો લાભ તો છે જ નહીં.”
दुःखं तु दु:ष्कृताज्जातं, तस्यैव क्षयतः क्षयेत् । . .
सुकृतात्तत्क्षयश्च स्यात् तत्तस्मिन् सुदृढो न कः॥ દુઃખ દુષ્કતથી ઉત્પન્ન થાય છે અને દુષ્કતનો ક્ષય કરવાથી તેનો ક્ષય થાય છે; દુષ્કતનો ક્ષય સુકૃતથી થાય છે, ત્યારે તે સુકૃતમાં કોણ પ્રાણી સુદ્રઢ ન હોય?”
એ પ્રમાણે કામદેવને શુભધ્યાનમાં લીન જાણી દેવે પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું અને તેને સારી રીતે ખમાવ્યો. પછી તે કહેવા લાગ્યો કે હે કામદેવ!તને ઘન્ય છે, તું પુણ્યશાળી છે અને તેં જીવિતનું ફળ મેળવ્યું છે. સૌઘર્મ દેવલોકમાં ઇન્દ્ર તારી પ્રશંસા કરી, તે શબ્દો પર મને શ્રદ્ધા ન આવવાથી હું અહીં તારી પરીક્ષા