________________
૧૭૩
(૩૮) કામદેવ શ્રાવકનું વૃત્તાંત કરવા આવ્યો હતો. પરંતુ જે પ્રમાણે ઇન્દ્ર તારી પ્રશંસા કરી હતી તે પ્રમાણે જ મેં મારી નજરે જોયું છે. આ પ્રમાણે કહી સ્તુતિ કરીને તે દેવ પોતાને સ્થાનકે ગયો.
પ્રાતઃકાળે કાયોત્સર્ગ પારી કામદેવ શ્રાવક સમવસરણમાં ભગવાનને વાંદવા ગયો. ત્યાં તેને ભગવંતે કહ્યું કે હે કામદેવ! આજ મધ્યરાત્રિએ કોઈ દેવે તને ત્રણ ઉપસર્ગ કર્યા એ વાત સાચી છે?” કામદેવે કહ્યું કે “હે સ્વામી!તે વાત સાચી છે.” પછી ભગવાને સર્વ સાધુઓ અને સાધ્વીઓને સંબોધીને કહ્યું કે “હે દેવાનુપ્રિય!
જ્યારે આ કામદેવ શ્રાવકઘર્મમાં રહેતો સતો પણ દેવોએ કરેલા ઉપસર્ગોને સહન કરે છે તો શ્રુતના જાણ સાઘુઓએ તો તે સમ્યક્ પ્રકારે સહન કરવા જ જોઈએ.” આ પ્રમાણે ભગવાનનું વાક્ય વિનયપૂર્વક બઘા સાધુ સાધ્વીએ સાંભળ્યું અને અંગીકાર કર્યું. આ કામદેવ ઘન્યાત્મા છે કે જે કામદેવની ભગવાને પોતાના મુખે પ્રશંસા કરી. કહ્યું છે કે
धण्णा ते जिअलोए, गुरवो निवसन्ति जस्स हिययंमि।
धन्नाण वि सो धन्नो, गुरुण हियए वसइ जो उ॥
આ જીવલોકમાં તે પુરુષ ઘન્ય છે કે જેના હૃદયમાં ગુરુમહારાજ વસે છે, અને તે તો ઘન્યમાં પણ ઘન્ય છે કે જે ગુરુમહારાજના હૃદયમાં વસે છે.”
આ પ્રમાણે લોકોથી સ્તુતિ કરાતો કામદેવ ભગવાનને વાંદી પોતાને ઘેર આવ્યો. પછી તેણે શ્રાવકોની દર્શન આદિ અગિયાર પ્રતિમાઓને સારી રીતે આરાથી અને વિશ વર્ષ સુધી શ્રાવક પર્યાય પાળી છેવટે એક માસની સંલેખના વડે સારી રીતે સર્વ પાપની આલોચના-પ્રતિક્રમણા કરીને કાળ કરી સૌઘર્મ નામના દેવલોકમાં અરુણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવને મહાવિદેહમાં જન્મ લઈ સિદ્ધિપદને પામશે.
જેવી રીતે કામદેવે શ્રાવક છતાં પણ ભયંકર ઉપસર્ગો સહન કર્યા તેવી રીતે મોક્ષાર્થી સાધુઓએ પણ ઉપસર્ગો સહન કરવા એવો આ કથાનો ઉપદેશ છે. * - भोगे अभुंजमाणा वि, केइ मोहा पडंति अहरगई।
कुविओ आहारत्थी जत्ताइजणस्स दमगुव्व ॥१२२॥ ' અર્થ–“કેટલાક પ્રાણીઓ ભોગને ભોગવ્યા વિના તેની ઇચ્છા કરતા સતા પણ મોહને અજ્ઞાનથકી અધોગતિ એટલે નરકતિર્યંચ ગતિમાં પડે છે. કોની જેમ? યાત્રાએ એટલે ઉજાણી અર્થે વનમાં ગયેલા લોકોની ઉપર (આહાર ન આપવાથી) કોપાયમાન થયેલા આહારના અર્થી ઠુમક એટલે ભિક્ષુકની જેમ.”
મનવડે દુર્થાન ચિંતવવાથી જેમ તેણે દુર્ગતિરૂપ ફળ પ્રાપ્ત કર્યું તેમ બીજા પણ પ્રાપ્ત કરે છે. અહીં તે ઠુમકનો સંબંઘ જાણવો.