________________
ક્ષમા ધર્મ
૩૧૭
આ પ્રમાણે જમાલિએ જેમ જિનવચનનું ઉત્થાપન કરવાથી બહુ સંસાર ઉપાર્જન કર્યો તેમ જે કોઈ પણ જિનાજ્ઞાની વિરાધના કરે તે આ લોકમાં નિંદા અને પરંલોકમાં દુર્ગતિને પ્રાપ્ત થાય તથા બહુલસંસારી થાય, માટે શ્રી જિનેશ્વરનું વચન સત્યપણે સદ્દહવું એ આ કથાનું તાત્પર્ય છે. // કૃતિ ખમાહિસંબંધઃ ॥
इंदियकसायगाव - एहिं सययं किलिट्ठपरिणामो । “પળમંદાના, અનુસમય બંધ નીવો।।૪૬૦ના અર્થ—“સ્પર્શ વગેરે ઇંદ્રિયો, ક્રોધાદિક કષાયો, રસ સાતા ને ઋદ્ધિ એ ત્રણ ગારવ તથા જાતિ વગેરેનો મદ–એટલા વડે નિરંતર ક્લિષ્ટ પરિણામવાળો એટલે દુષ્ટ પરિણામમાં વર્તતો એવો સંસારી જીવ દરેક સમયે કર્મરૂપી મેઘના સમૂહને બાંધે છે, અર્થાત્ કર્મરૂપી મેઘના પટલે કરીને જ્ઞાનરૂપી ચંદ્રનું આચ્છાદન કરે છે.’’ परपरिवायविसाला, अणेगकंदप्पविसयभोगेहिं ।
संसारत्था जीवा, अरइविणोअं करिंतेवं ॥ ४६१ ॥ અર્થ—પરપરિવાદ વડે વિશાલ એટલે પારકી નિંદા કરવામાં આસક્ત એવા સંસારી જીવો અનેક પ્રકારના કંદર્પ (હાસ્યાદિક કરવું તે) અને શબ્દાદિક વિષયોના ભોગ એટલે સેવન વડે અન્યને અપ્રીતિ ઉત્પન્ન કરે તેવા વિનોદને કરે છે. એવું એટલે એ પ્રમાણે બીજાને પરિતાપ ઉત્પન્ન કરીને પોતાના આત્માને સુખ ઉત્પન્ન કરે છે.
आरंभपायनिरया, लोइअरिसिणो तहा कुलिंगी अ ।
दुहओ चुक्का नवरं, जीवंति दरिद्द जियलोए ॥४६२ ॥ અર્થ—“આરંભ (પૃથ્વીકાય આદિનું ઉપમર્દન) અને પાક એટલે રંઘનક્રિયા તેમાં નિરત (આસક્ત) એવા લૌકિક ઋષિઓ (તાપસ વગેરે) તથા ત્રિદંડી વગેરે કુલિંગીઓ યતિધર્મથી અને શ્રાવકધર્મથી એમ બન્ને ધર્મથી ભ્રષ્ટ થઈને આ જીવલોકમાં માત્ર દરિદ્ર (ધર્મરૂપી ધનરહિત) એવા છતાં જીવે છે.
सव्वो न हिंसियव्वो, जह महिपालो तहा उदयपालो । મૈં ય મયવાળવા, નળોવમાળે હોયવ્યું ૫૪૬૩॥ અર્થ—“સાધુએ સર્વ જીવની (કોઈ પણ જીવની) હિંસા કરવી નહીં. જેવો મહીપાળ (રાજા) તેવો જ ઉદકપાળ (અંક) પણ જાણવો. (મુનિ રાજાને અને અંકને સમાન ગણે છે, એટલે એકેને મારતા નથી.) અભયદાનના વ્રતવાળા સાધુએ સાંમાન્ય જન જેવા થવું નહીં, એટલે કે કરેલાનો પ્રતિકાર કરવો (કોઈએ આપણને માર્યા હોય તો તેનું વૈર લેવું) ઇત્યાદિ સામાન્ય જનની કહેણી અને કરણી છે, તેની સમાન થવું નહીં.’’