________________
ઉપદેશમાળા
पाविजइ इह वसणं, जणेण तं छगलओ असत्तो त्ति । नय कोइ सोणिय - बलिं करेइ वग्घेण देवाणं ॥४६४ ॥ અર્થ—“ક્ષમા કરનાર પ્રાણી આ સંસારમાં વ્યસન એટલે નિંદારૂપ કષ્ટને પામે છે કેમકે લોકમાં ક્ષમાવાન પ્રાણીને એવું કહેવામાં આવે છે કે ‘આ તો અસમર્થ (બિચારો) બકરા જેવો છે' એવી રીતે લોકો તેનો ઉપહાસ કરે છે. બીજાથી પીડા પામતો છતો પણ તે ક્ષમા જ કરે છે, માટે આ અસમર્થ બકરા જેવો છે, એમ લોકો કહે છે. વળી કોઈ પુરુષ વાઘના રુધિરવડે દેવને બલિ આપતો નથી; એટલે જે અસમર્થ હોય તે જ હણાય છે, પણ બળવાનને કોઈ હણતું નથી. આ પ્રમાણે સાંભળીને પણ સાધુ ક્ષમાને તજતા નથી, તે તો ક્ષમા જ કરે છે.’
૩૧૮
वच्चइ खणेण जीवो, पित्तानिलधाउसिंभखोभेहिं । નામહ મા વિલીગઢ, તરતમનોનો ફ્લો દુલ્હો ૪૬૧. અર્થ—“આ જીવ પિત્ત (પિત્તવિકાર), અનિલ (વાત-વાયુ વિકાર), થાઉ એટલે ધાતુવિકાર અને સિંભક્ષોભ એટલે શ્લેષ્મના વિકાર વડે એક ક્ષણવારમાં નાશ પામે તેવો છે. માટે હે ભવ્ય પ્રાણીઓ! ક્ષમાદિક ધર્મમાં ઉદ્યમ કરો, અને વિષાદ ન કરો એટલે ઘર્મમાં શિથિલ આદરવાળા ન થાઓ. કેમકે આ તરતમ યોગ એટલે વૃદ્ધિ પામતો ધર્મસામગ્રીનો યોગ ફરી પ્રાપ્ત થવો દુર્લભ છે.”
पंचिंदियत्तणं माणुसत्तणं आयरिए जणे सुकुलं । साहुसमागम सुणणा, सद्दहणाऽरोग पव्वज्जा ॥ ४६६ ॥ અર્થ—“આ સંસારમાં પંચેન્દ્રિયપણું પામવું દુર્લભ છે. તે પામ્યા છતાં પણ મનુષ્યપણું દુર્લભ છે. તે પામ્યા છતાં પણ મગધાદિક આર્ય દેશમાં ઉત્પત્તિ દુર્લભ છે. આર્ય દેશમાં ઉત્પત્તિ થયા છતાં પણ સુકુળ (ઉત્તમ કુળમાં જન્મ) દુર્લભ છે. સુકુળ પામ્યા છતાં પણ સાધુસમાગમ દુર્લભ છે. સાધુનો સંયોગ મળ્યા છતાં સૂત્રનું (ધર્મનું) શ્રવણ દુર્લભ છે, શ્રવણ કર્યા છતાં પણ તેના પર શ્રદ્ધા થવી દુર્લભ છે, શ્રદ્ઘા થયા છતાં પણ નીરોગતા (દ્રવ્યભાવ આરોગ્યતા) રહેવી દુર્લભ છે અને નીરોગતા રહ્યા છતાં પ્રવ્રજ્યા ગ્રહણ કરવી અતિ દુર્લભ છે.”
आउं संविल्लंतो, सिढिलंतो बंधणाइ सव्वाई । લેહકિરૂં મુયંતો, સાયક્ુાં વહું નીવો।।૪૬ના અર્થ—“આયુષ્યનો સંક્ષેપ કરતો (ઓછું કરતો), સર્વ અંગોપાંગાદિક
બંધનોને શિથિલ કરતો અને દેહની સ્થિતિને મૂકતો એવો આ ધર્મરહિત જીવ છેવટે અંતસમયે કરુણ (દીન) સ્વરથી ઘણો શોક કરે છે, હા ! મેં ધર્મ કર્યો નહીં એ પ્રમાણે અતિ શોક કરે છે.”
*