________________
૩૧૬
ઉપદેશમાળા સ્થાપન કરનાર નિહવ છે એમ જાણી તેને તજીને ભગવંતની પાસે ગયા.
પછી જમાલિ પણ નીરોગી થયો ત્યારે વિહાર કરતો સતો ચંપાનગરીમાં ભગવાનની પાસે આવી કહેવા લાગ્યો કે હું તમારા બીજા શિષ્યોની જેમ છવાસ્થ નથી, પણ હું તો કેવળી છું.' તે સાંભળીને શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું કે “જો તું કેવળી હો તો કહે કે આ લોક શાશ્વત છે કે અશાશ્વત? તથા જીવ શાશ્વત છે કે અશાશ્વત?” તે સાંભળીને તેનો પ્રત્યુત્તર આપવાને અસમર્થ એવો જમાલિ મૌન જ રહ્યો. ત્યારે શ્રી ગૌતમસ્વામી બોલ્યા કે “હે જમાલિ! તું કેવળીનું નામ ઘારણ કરે છે તો ઉત્તર કેમ આપી શકતો નથી? હું છઘસ્થ છું તોપણ તેનો ઉત્તર જાણું છું તે સાંભળ–લોક બે પ્રકારનો છે, શાશ્વત અને અશાશ્વત. તેમાં દ્રવ્યથી આ લોક શાશ્વત (નિત્ય) છે, અને પર્યાયથી એટલે ઉત્સર્પિણી, અવસર્પિણી વગેરે કાળપ્રમાણથી અશાશ્વત (અનિત્ય) છે. તથા જીવ પણ દ્રવ્યથી નિત્ય છે, અને દેવ, મનુષ્ય, તિર્યંચ તથા નરકગતિરૂપ પર્યાયથી અનિત્ય છે.” તે સાંભળીને તેના ઉત્તર ઉપર શ્રદ્ધા નહીં રાખતો જમાલિ વિહાર કરી શ્રાવસ્તી નગરીએ ગયો.
પ્રિયદર્શના સાધ્વીએ પણ પતિમોહથી જમાલિનો મત અંગીકાર કર્યો હતો. તે પણ તે જે નગરીમાં ઢંક નામના ભગવાનના ઉપાસક કુંભારની શાળામાં રહીને લોકોની પાસે જમાલિના મતની પ્રરૂપણા કરવા લાગી. તે સાંભળી ઢકે વિચાર્યું કે જુઓ! કર્મની કેવી વિચિત્રતા છે? આ પ્રિયદર્શના ભગવાનની પુત્રી થઈને પણ કર્મના વશથી ઉત્સુત્ર પ્રરૂપણા કરે છે, તો પણ જો આને હું કોઈ પણ ઉપાયથી પ્રતિબોઘ પમાડું તો મને મોટું ફળ પ્રાપ્ત થાય.' એમ વિચારીને તેણે એકદા પોરસી સમયે સ્વાધ્યાય કરતી પ્રિયદર્શના સાધ્વીની સાડી પર એક અંગારો નાંખ્યો, તેથી સાડીમાં બે ત્રણ કાણાં પડ્યાં. તે જોઈને પ્રિયદર્શનાએ કહ્યું કે “હે શ્રાવક! આ તે શું કર્યું? મારી આ આખી સાડી બાળી નાખી.” ત્યારે ઢક બોલ્યો કે “હે સાથ્વી! તમે એમ ન બોલો. એ તો ભગવાનનો મત છે, કેમકે બળવા માંડ્યું હોય તે બળ્યું કહેવું એવું ભગવાને કહેલું છે. તમારો મત તો સમગ્ર બન્યા પછી જ બન્યું કહેવાનો છે, માટે હવે તમે ભગવાનનું વચન સત્ય માનો.” આ પ્રમાણે ટંકની બુદ્ધિથી પ્રિયદર્શનાએ ભગવાનનું વચન સત્ય માન્યું. પછી તેણે જમાલિ પાસે આવીને કહ્યું કે ભગવાનનું વાક્ય સત્ય છે, અને તમારો મત પ્રત્યક્ષ રીતે અસત્ય છે. એમ કહ્યા છતાં પણ જમાલિએ કર્મના વશથી તે વચન અંગીકાર કર્યું નહીં.
પછી પ્રિયદર્શના ભગવાન પાસે આવી મિથ્યાદુષ્કત આપી શુદ્ધ ચારિત્રનું પ્રતિપાલન કરી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગઈ; અને જમાલિ તો ઘણા દિવસો સુધી કષ્ટ સહીને પ્રાંતે પંદર દિવસનું અનશન કરી વિરાઘક હોવાથી કિલ્ડિંપી દેવ થયો. ત્યાંથી ચ્યવીને ચિરકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે.