________________
૩૧૫
(૭૦) જમાલિની કથા પણ રાજકન્યાઓ પરણ્યો. તે બઘાની સાથે પંચેન્દ્રિય સંબંધી સુખ ભોગવતો સતો એકદા તે શ્રી મહાવીર સ્વામીને વાંદવા ગયો. ત્યાં વંદના કરીને ભગવાનના મુખથી દેશના સાંભળી. તેથી સંસારની અસારતા જાણી એટલે તેણે પાંચસો રાજકુમારો સહિત મહોત્સવપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. ભગવાનની પુત્રી પ્રિયદર્શનાએ પણ ઘણી સ્ત્રીઓ સહિત ચારિત્ર ગ્રહણ કર્યું. ભગવાને જમાલિને પાંચસો રાજકુમારો શિષ્ય તરીકે સોંપ્યા. જમાલિએ અનુક્રમે એકાદશાંગનો અભ્યાસ કર્યો અને છઠ્ઠ અઠ્ઠમાદિ તપ કરવા લાગ્યો. અન્યદા તેણે ભગવાનની પાસે આવીને સ્વતંત્ર વિહાર કરવાની આજ્ઞા માગી પરંતુ ભગવાને આજ્ઞા આપી નહીં. ત્યારે ભગવાનની આજ્ઞા વિના જ પાંચસો શિષ્યો સહિત તેણે જુદો વિહાર કર્યો.
અનુક્રમે વિહાર કરતાં તે શ્રાવસ્તી નગરીના કોષ્ટક નામના વનમાં આવ્યો, ત્યાં તેના શરીરમાં મહા વર ઉત્પન્ન થયો. તે વરની વેદના સહન ન થવાથી તેણે પોતાના એક શિષ્યને કહ્યું કે “મારે માટે સંથારો કર.” ત્યારે શિષ્ય સંથારો કરવા માંડ્યો. ફરીથી જમાલિએ વેદના સહન ન થવાથી પૂછ્યું કે સંથારો કર્યો? શિષ્ય જવાબ આપ્યો કે “હા, કર્યો.” તે સાંભળીને જમાલિ ત્યાં આવ્યો, તો હજુ સંથારો પથરાતો હતો. તેથી ગુસ્સે થઈને તે બોલ્યો કે હે શિષ્ય! તું હજુ સંથારો કરે છે અને કર્યો એમ અસત્ય કેમ કહ્યું?” શિષ્ય જવાબ આપ્યો કે “તારેમાળ
–કરવા માંડેલું તે કર્યું જ કહેવાય એવું ભગવાનનું વચન છે.” તે સાંભળી જમાલિ બોલ્યો કે “હે શિષ્ય! એ ભગવાનનું વચન અસત્ય છે, કેમ કે એ વચન પ્રત્યક્ષ રીતે જ વિરુદ્ધ દેખાય છે. ભૂતકાળ અને વર્તમાન કાળમાં મોટો વિરોઘ આવે છે, માટે કર્યા પછી જ કર્યું એમ કહેવું, પણ કરાતું હોય તેને કર્યું ન કહેવું.”
તે સાંભળીને સર્વ શિષ્યો બોલ્યા કે “જેમ કોઈ પુરુષ ક્યાંક દૂર ગામ જવા તૈયાર થઈને નીકળ્યો અને ગામ બહાર ઊભો હોય તોપણ તે અમુક ગામે ગયો જ કહેવાય છે. જેમ કોઈ ભાજન થોડું ભાગ્યું હોય તો પણ તે વાસણ ભાગ્યું કહેવાય છે. જેમ વસ્ત્રનો થોડો ભાગ ફાટ્યા છતાં પણ વસ્ત્ર ફાટ્યું એવો વચન વ્યવહાર થાય છે, તેવી જ રીતે કરાતું એવું કાર્ય પણ કર્યું એમ કહેવાય છે. વાડેના વડે એ નિશ્ચય સૂત્ર છે. જો પ્રથમ ક્ષણે કાર્યની ઉત્પત્તિ ન માનીએ, તો પછી બીજી ક્ષણે પણ કાર્ય થયું ન કહેવાય, એમ ત્રીજી, ચોથી વગેરે ક્ષણે પણ કાર્ય ઉત્પન્ન થયેલું ન કહેવાય. માત્ર એક છેલ્લી ક્ષણે જ કાર્યસિદ્ધિ કહેવાશે. તેમ માનવાથી પ્રથમાદિક ક્ષણોની વ્યર્થતા થશે. વળી અંત્ય ક્ષણે જ કાંઈ સર્વ કાર્યસિદ્ધિ દેખાતી નથી. માટે “મા વડે' એ ભગવાનનું વાક્ય યુક્તિયુક્ત અને સત્ય જ છે.” ઇત્યાદિ અનેક યુક્તિથી બોઘ કર્યા છતાં પણ જમાલિએ પોતાનો કદાગ્રહ ન છોડ્યો, ત્યારે કેટલાક શિષ્યો, “આ જમાલિ) અયોગ્ય છે, જિનવચનનો ઉત્થાપક છે, અને પોતાના મતનું