________________
૧૧૧
(૧૯) ગજસુકુમાળની કથા પ્રમાણે લખીને તે નગરમાંથી નીકળી ગયા.
પ્રાતઃકાલે સમુદ્રવિજયે તે વાત સાંભળીને ઘણો જ શોક કર્યો અને વિચારવા લાગ્યા કે “અરે! આ અભિમાનીએ દુષ્કલને ઉચિત આ શું કર્યું! પણ હવે શું કરીએ? ભાવિ કોઈ પ્રકારે અન્યથા થતું નથી.” વસુદેવ પણ પૃથ્વી પર ભ્રમણ કરતા, નવાં નવાં રૂપ, નવા નવાં વેષ ને નવાં નવાં આચરણોથી ભાગ્યવશાત્ હજારો વિદ્યાઘરની કન્યાઓ અને હજારો રાજકન્યાઓ પરણ્યા. એ પ્રમાણે એકસો વીસ વર્ષ પર્યત દેશાટન કરતાં તેણે ૭૨૦૦૦ સ્ત્રીઓનું પાણિગ્રહણ કર્યું. પછી રોહિણીના સ્વયંવરમાં આવીને પોતે કૂબડાનું રૂપ કરી તેને પરણ્યા. પછી યાદવો સાથે યુદ્ધ કરી, ચમત્કાર દેખાડી, પોતાનું સ્વરૂપ પ્રગટ કરી સમુદ્રવિજય આદિને આનંદ ઉત્પન્ન કર્યો. લોકો આશ્ચર્ય પામ્યાં અને કહેવા લાગ્યા કે “અહો! આના પૂર્વ પુણ્યનો ઉદય તો બહુ સારો જણાય છે. પછી સ્વજનોની સાથે વસુદેવ શૌરીપુર નગરે આવ્યા, અને છેવટે દેવકરાજાની પુત્રી દેવકીનું પાણિગ્રહણ કર્યું. તે દેવકીની કુક્ષિથી શ્રીકૃષ્ણ વાસુદેવ ઉત્પન્ન થયા અને તેના પુત્રો શાંબ, પ્રદ્યુમ્ન વગેરે થયા. આ પ્રમાણે વસુદેવ હરિવંશના પિતામહ (દાદા) થયા. [ આ સઘળું પૂર્વ ભવમાં આચરેલા વૈયાવચ્ચ રૂપ અત્યંતર તપ અને છઠ્ઠ અદ્દમાદિ બાહ્ય તપનું ફળ જાણવું. એ પ્રમાણે બીજાઓએ પણ બન્ને પ્રકારનાં તપને વિષે પ્રયત્ન કરવો. : - '' પરવા રાડ–વા સિલે પવિણ નિયા | ગાયનુગા હતા, તણા વય ના સિવ પત્તો I૧૧ાાં
અર્થ–પરાક્રમવાળા અને બહુ લાલનપાલન કરેલા એવા રાજાના બંધુ ગજસુકુમાળ મુનિએ પોતાનું મસ્તક બળતે સતે પણ એવી ક્ષમા કરી કે જેથી તેઓ મોક્ષને પામ્યા. અહીં ગજસુકુમાળનું દૃષ્ટાંત જાણવું , , ગજસુકુમાળની કથા
દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણ નામે વાસુદેવ રાજા હતા. તેની માતાનું નામ . દેવકી હતું. ત્યાં શ્રી નેમિનાથ જિનેશ્વર પઘાર્યા. દેવોએ આવીને સમવસરણ રચ્યું. નેમિનાથ ભગવાને દેશના આપી. સભાજનો પોતપોતાના સ્થાને જતાં ભદિલપુરમાં રહેનારા છ ભાઈ સાઘુઓ ભગવાનની આજ્ઞા લઈ છઠ્ઠને પારણે બબ્બેના જોડલે ત્રણ ભાગે નગરીમાં ભિક્ષા અર્થે નીકળ્યા. તેમાંના પહેલા બે મુનિ ફરતાં ફરતાં દેવકીનાં મંદિરે આવ્યા. તેમને જોઈને મનમાં અતિ હરખાતી દેવકીએ લાડુથી તેમને પ્રતિલાવ્યા. તેઓના ગયા પછી બીજા બે મુનિ પણ ત્યાં જ આવ્યા. તેમનું પણ દેવકીએ. ભાવપૂર્વક મોદક વહોરાવી સન્માન કર્યું. તેઓના ગયા પછી દૈવયોગે 2 બે મુનિ પણ ત્યાં આવ્યા.