________________
૯૬
ઉપદેશમાળા
કે જેથી અપકાર કરનાર ઉપર પણ તેમની ઉપકારબુદ્ધિ છે.’ પછી પુરોહિતે કહ્યું કે ‘હે ભગવન્! ભવસાગરમાં ડૂબતા એવા મને ચારિત્રરૂપી નાવ આપીને તારો.' ગુરુએ તરત જ તેને દીક્ષા આપી. તે નિર્દોષ ચારિત્ર પાળવા લાગ્યો, પરંતુ બ્રાહ્મણ જાતિને લીધે પોતાની ઉચ્ચ જાતિનો મદ કર્યો તેથી નીચ ગોત્રકર્મ બાંધ્યું. એ પ્રમાણે ઘણા કાળ સુધી ચારિત્ર પાળીને છેવટે જાતિમદની આલોચના કર્યા વગર મરણ પામી દેવપણાને પ્રાપ્ત થયો.
દેવગતિમાં ઘણા કાળ સુધી ભોગ ભોગવી, નીંચ ગોત્રકર્મ જેણે બાંધેલું છે એવો તે સોમદેવ પુરોહિતનો જીવ, ત્યાંથી ચ્યવીને ગંગાતટ ઉપર ‘બલકોટ’ નામના ચંડાલને ઘેર તેની સ્ત્રી ગૌરીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. માતાએ સ્વપ્નમાં લીલા રંગનો આંબો જોયો હતો, તેથી તેનું નામ ‘હરિકેશીબલ’ પાડ્યું. અનુક્રમે મોટો થતાં એકવાર વસંતોત્સવમાં સમાન વયવાળા બાળકોની સાથે ક્રીડા કરતાં તે અતિ ચપળ હોવાથી બીજા બાળકોની તર્જના કરવા લાગ્યો. કારણ કે બાળકોનો એવો જ સ્વભાવ હોય છે. કહ્યું છે કે—
न सहति इक्कमिक्कं, न विणा, चिट्ठति इक्कमिक्केण । રાસહ વસહ તુરંગા, ગૂગારી પંડિયા કિંમા ||૧|| “રાસભ, વૃષભ, ઘોડા, જુગારી, પંડિતો ને બાળકો એકબીજાને સહન કરી શકતા નથી અને પાછા એકબીજા વિના એકલા રહી પણ શકતા નથી.’’
પછી ઘણા બાળકોએ મળીને રિકેશીબલને પોતાના મંડળમાંથી હાંકી કાઢ્યો. હવે એ અવસરે એક ઝેરી સર્પ નીકળ્યો. તેને ઘણા માણસોએ મળીને મારી નાંખ્યો. તેવામાં એક બીજો સર્પ નીકળ્યો; પણ તે નિર્વિષ હતો તેથી લોકોએ વિચાર્યું કે ‘આ સર્પ વિષ વગરનો છે તેથી તેને મારવો ન જોઈએ' એમ વિચારી તેને જીવતો છોડી દીઘો. એ પ્રમાણે જોઈને લઘુકર્મી હરિકેશી બાળકે વિચાર્યું કે “અરે ! આ અગાધ ભવકૂપમાં આ જીવ પોતાના કર્મથી જ દુઃખી થાય છે, તો નિમિત્ત માત્ર છે. કહ્યું છે કે—
અન્ય
રે નીવ! સુહવુહેતુ, નિમિત્તમિત્ત પરં વિયાળાહિ | सकयफलं भुंजंतो, कीस मुहा कुप्पसि परस्स
‘હે જીવ! સુખ અને દુઃખની અંદર અન્ય તો નિમિત્ત માત્ર છે એમ તું જાણ. સ્વકૃત એટલે પોતાનાં કરેલાં કર્મના ફળને ભોગવતાં તું શા માટે બીજા ઉપર ગુસ્સે થાય છે?’
વળી આ જીવ પોતાના ગુણથી જ સુખી થાય છે. સુખ અને દુઃખનું મૂળ કારણ પોતાને આત્મા જ છે; માટે નિર્વિષપણું જ વધારે સારું છે. વિષયરૂપ વિષવાળા પુરુષો મરણ પામે છે; તેથી જેઓ વિષયરૂપ વિષથી રહિત છે તેઓને