________________
૧૬ર
ઉપદેશમાળા
દિવસ પ્રિયંગુમંજરી ગુસપણે સુજાતકુમારનો વેષ ઘારણ કરીને લોકોની સાથે પુરુષની પેઠે ક્રીડા કરતી પરસ્પર ખેલવા લાગી. મંત્રીએ તે સઘળું ગુસપણે જોયું તેથી તેના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તે વિચાર કરવા લાગ્યો કે “અરે! મારી બધી સ્ત્રીઓ સુજાતકુમારની સાથે વિલાસ કરે છે. પછી તેણે સુજાતકુમાર ઉપર ટેપ રાખ્યો, અને સર્વ સ્ત્રીઓનો ત્યાગ કર્યો.
એક દિવસ મંત્રીએ કૂટપત્ર લખી રાજાના હાથમાં આપ્યો અને કહ્યું કે આવા કૂટલેખ લખનાર સુજાતકુમારને મારી નાંખવો જોઈએ. એ પ્રમાણે સાંભળીને રાજાએ વિચાર કર્યો કે જો હું તેને અહીં એકદમ મારી નાંખીશ તો મારી અપકીર્તિ થશે.” એમ જાણી સુજાતકમારને કૂટપત્ર લખી આપીને ચંદ્રધ્વજ રાજાની પાસે મોકલ્યો. તે પત્રમાં લખ્યું હતું કે “આ પત્ર લાવનાર સુજાતકુમારને મારી નાંખવો.” તે વાક્ય વાંચીને ચંદ્રધ્વજ રાજાએ વિચાર કર્યો કે “આ પુરુષરત્નને મારી નાંખવાનું શા માટે લખે છે?” પછી ગુપ્તચર મોકલી તેણે સર્વ હકીકત જાણી લીધી. પછી તેણે પેલો કૂટપત્ર ગુપ્ત રીતે પોતાની પાસે સાચવી રાખ્યો, અને પોતાની બહેન “ચંદ્રયશાને સુજાતકુમારની સાથે પરણાવી તેને પોતાના મહેલમાં રાખ્યો. ચંદ્રયશાના સંયોગથી સુજાતકુમારને રોગ ઉત્પન્ન થયો. તેથી ચંદ્રયશા વિચારવા લાગી કે “મને ધિક્કાર છે કે મારા સંયોગથી આ પુરુષ રોગી થયો. ત્યારે સુજાતકમારે કહો કે હે સલોચના! આમાં તારો કાંઈ અપરાઘ નથી, મારાં અશુભ કર્મનો આ દોષ છે.' ઇત્યાદિ વચનોથી ચંદ્રયશા પ્રતિબોથ પામી, વૈરાગ્યપરાયણ થઈ, અનશન અંગીકાર કરીને સમાધિથી મૃત્યુ પામી દેવપણે ઉત્પન્ન થઈ.
અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણી તે ત્યાં આવી અને સુજાતકુમારને કહ્યું કે હે સ્વામિનું! આપના પ્રસાદથી હું ચંદ્રયશાનો જીવ દેવ થયેલ છું, માટે આપનું શું ઇષ્ટ કરું?” સુજાતકુમારે કહ્યું કે મને મારાં માતાપિતા પાસે પહોંચાડ અને મારું લંક ઉતાર, જેથી હું દીક્ષા ગ્રહણ કરું. દેવે તત્કાળ તે પ્રમાણે કર્યું. સુજાતકુમારને ચંપાનગરીના ઉદ્યાનમાં મૂક્યો અને નગરપ્રમાણ શિલા વિકુવને ચંદ્રપ્રભ રાજાને ભય પમાડી કહ્યું- હે નરાધમ! તેં આ સુજાતકુમાર પ્રત્યે વિરુદ્ધ આચરણ કેમ કર્યું?” તેથી રાજાએ ભયભ્રાંત થઈ પગમાં પડીને સઘળી હકીક્ત યથાર્થ નિવેદન કરી અને સુજાતકુમારના પગમાં પડી વારંવાર ખમાવવા લાગ્યો. દેવે પણ શિલા સંહરી લીધી. પછી રાજાએ સુજાતકમારને હાથી ઉપર બેસાડી મોટા મહોત્સવ સાથે નગરમાં આણ્યો. સુજાતકુમાર પિતા સાથે દીક્ષા લઈ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયો.
ઘર્મઘોષ મંત્રીને રાજાએ દેશનિકાલ કર્યો. તેના છોકરાઓએ તથા સ્ત્રીઓએ તેને ઘણો ધિક્કાર આપ્યો. તે ભમતો ભમતો રાજગૃહ નગરે આવ્યું. ત્યાં તેણે