________________
૧૬૧
(૩૫) વરદત્ત મુનિનું દ્રષ્ટાંત - एगंत नीयावासी घरसरणाइसु जइ ममत्तं पि।
कह न पडिहंति कलिकलुसरोसदोसाण आवाए ॥१११॥ અર્થ–“રોગાદિ કારણ વિના એકાંત નિત્યાવાસી એટલે નિત્ય એક સ્થાને રહેનાર મુનિ ઘર સજ્જ કરવા વગેરેમાં એટલે પોતે જે મકાનમાં રહેતા હોય તે મકાન દુરસ્ત કરવા વગેરેમાં જો મમત્વપણું ઘારણ કરે છે તો મુનિ કલિ એટલે ક્લેશ-કલહ, કલુષ એટલે મલિન આચરણ અને રોષ એટલે ક્રોઘ તદ્રુપ અથવા તેના જે દોષ તેની આપદામાં કેમ ન પડે? અર્થાત્ પડે જ.”
अविकत्तिऊण जीवे कत्तो घरसरणगुत्तिसंठप्पं । - अविकत्तिआ य तं तह पडिया असंजयाण पहे ॥११२॥
અર્થ–“જીવને હણ્યા વિના ઘરનું સંમાર્જન અને ઘરને ફરતી વાડ વગેરે નાખવા વડે સંરક્ષણ ક્યાંથી થાય? ન જ થાય. તેથી તેવા પ્રકારના વેષઘારી જીવઘાતકો અસંયતિના માર્ગમાં પડેલા જ જાણવા.”
ભાવાર્થ–ઉપાશ્રયને ઘર કરી બેસનારા અને તેની સારસંભાળ વગેરે કરવાકરાવવાવાળા મુનિવેષઘારીને માટે આ ઉપદેશ જાણવો. તેમને અસંયતિ જ જાણવા.
थोवोऽवि गिहिपसंगो, जइणो सुद्धस्स पंकमावहइ ।
ગહ સો વારિરિસિ સીગો પોયનારા ૧૧૩ - અર્થ–“થોડો પણ ગૃહસ્થનો પ્રસંગ શુદ્ધ મુનિને પણ પાપરૂપ પંક એટલે કર્દમ-કાદવ લગાડે છે. જેમ તે વાક નામના મુનિની ચંડપ્રદ્યોત રાજાએ હાંસી કરી કે હે નૈમિત્તિક! તમને વંદન કરું છું. માટે મુનિએ થોડો પણ ગૃહસ્થનો પ્રસંગ ન કરવો.” અહીં વરદત્ત મુનિનો સંબંઘ જાણવો. વાર્તક ઋષિનું જ બીજું નામ વરદમુનિ જાણવું
. વરદત્ત મુનિનું દ્રષ્ટાંત ચંપાનગરીમાં મિત્રપ્રભ' નામે રાજા હતો. તેને “ઘર્મઘોષ' નામે મંત્રી હતો. તે નગરમાં ‘ઘનમિત્ર' નામે એક અત્યંત રાજમાન્ય શેઠ હતો. તે શેઠને ઘનશ્રી નામે ભાર્યા હતી. તેમને “સુજાતકુમાર' નામે અતિ કાંતિવાન, રૂપલાવણ્યથી મુક્ત અને સ્ત્રીઓને અતિપ્રિય લાગે તેવો પુત્ર થયો હતો. એક દિવસ ઘર્મઘોષ મંત્રીના અંતઃપુર પાસે થઈને તે જતો હતો, તેવામાં પ્રિયંગુમંજરી નામની મંત્રી પત્નીએ તેને જોયો. તે કુમારનું રૂપલાવણ્ય જોઈને મોહિત થયેલી મંત્રીની બધી સ્ત્રીઓ પરસ્પર કહેવા લાગી કે “હે સખીઓ! આપણને આ પુરુષ ઘણો પ્રિય લાગે છે, પરંતુ જે રીનો આ ભોક્તા થશે તે સ્ત્રીને ઘન્ય છે!” એ પ્રમાણે વિચાર થયેલો હોવાથી એક
૧૧