________________
૧૬0.
ઉપશામા
દેવલોકે ઉત્પન્ન થયા.
તપ કરનાર બલદેવ સાધુ, સહાય કરનાર રથકાર અને અનુમોદના કરનાર મૃગ એ ત્રણે જણાએ સરખું ફળ મેળવ્યું. માટે આ જૈનઘર્મ આચર્યો હોય, બીજા પાસે પળાવ્યો હોય અને કોઈ પાળનારની અનુમોદના કરી હોય તો તે સમાન ફળ આપે છે, તેથી નિરંતર ઘર્મમાં ઉદ્યમ કરવો, એવો આ કથાનો ઉપદેશ છે.
जंतं कयं पुरा पूरणेण अइदुक्करं चिरं कालं ।
जइ तं दयावरो इह, करिंतु तो सफलयं हुंतं ॥१०९॥ અર્થ–“જે તે અતિદુષ્કર એવું તપ પૂર્વે ઘણા કાળ સુધી પૂરણ તાપસે કર્યું, તે તપ જો આ સંસારમાં (તે ભવમાં) દયાતત્પરપણે (દયા સહિત) કર્યું હોત તો તે સફલ થાત.” પરંતુ તેણે કરેલું તપ ઘણું છતાં અજ્ઞાનદોષવાળું હોવાને લીધે તુચ્છ ફળ પ્રાપ્ત થયેલું હોવાથી તે નિષ્ફળ ગયું જ કહેવાય.
પૂરણ તાપસે તામલી તાપસની જેમ બાર વર્ષ પર્યત તપ કર્યું તેને પરિણામે તે ચમરેજ થયો, વિશેષ ફળ મળ્યું નહીં. અહીં પૂરણ તાપસનો સંબંઘ જાણવો..
પૂરણ તાપસનો વૃતાંત વિંધ્યાચળ પર્વત પાસે પેઢાલ નામે ગામમાં પૂરણ નામે એક શેઠ રહેતો હતો. એક દિવસ વૈરાગ્ય થવાથી પોતાના પુત્રને પોતાને સ્થાને સ્થાપીને તેણે તામલી તાપસની પેઠે તાપસી દીક્ષા લીધી. તે હંમેશાં છઠ્ઠ તપ કરીને પારણું કરે છે, અને પારણાને દિવસે ચતુષ્કોણ (ચાર ખાનાવાળું) પાત્ર લઈને પરિમિત ઘરે ભિક્ષા અર્થે ભમે છે. તેમાં જે અન્નાદિ પાત્રના પ્રથમ ખંડમાં (ખાનામાં) પડે તે પક્ષીઓને આપી દે છે, બીજા ખંડમાં પડ્યું હોય તે મત્સ્યને આપી દે છે, ત્રીજા ખંડમાં પડ્યું હોય તે સ્થલચર જીવોનો આપી દે છે, અને ચોથા ખંડમાં પડ્યું હોય તે પોતે ખાય છે. આ પ્રમાણે અતિ ઉગ્ર અજ્ઞાન તપ બાર વર્ષ સુધી કરી એક માસની સંલેખનાથી કાળઘર્મ પામી ચમચંચા નામની રાજધાનીમાં ચમરેન્દ્ર થયો. આટલું તપ જો તેણે દયાપૂર્વક કર્યું હોત તો તેને બહુ ફળ પ્રાપ્ત થાત. માટે જ્ઞાનપૂર્વક તપ કરવું, એવો આ કથાનો ઉપદેશ છે.
कारण नीयावासी सुट्टयरं उनमेण जइयव्वं ।
जह ते संगमथेरा, सपाडिहेरा तया आसि ॥१०॥ અર્થ–“વૃદ્ધાવસ્થાદિ કારણ કરીને નિત્યાવાસી એટલે એક સ્થાનકે રહેતાં છતાં પણ અતિશય ઉદ્યમે કરીને ચારિત્રવિષયમાં) પ્રયત્નવાન રહેવું, જેવી રીતે ચારિત્રવિષયમાં ઉદ્યમવંત “સંગમ સ્થવિર' નામે આચાર્ય એક જ સ્થાનકે રહેતા છતાં (દેવસાન્નિધ્યથી) પ્રાતિહાર્ય એટલે અતિશયવાળા થયા હતા.”