________________
(૧૪) શ્રી દંઢણકુમાર કથા તેમના ચરણકમલમાં પડે છે. માટે મારે તેમને શુદ્ધ મોદક વહોરાવીને લાભ લેવો. તેમને વહોરાવવાથી મને મોટું પુણ્ય થશે આ પ્રમાણે વિચારીને ઢંઢણ મુનિને પોતાને ઘરે તેડી લાવી તેણે બહુભાવથી મોદક વહોરાવ્યા.
ઢંઢણ મુનિએ ભગવાનની સમીપે આવીને પૂછ્યું કે હે ભગવન્! મારું અંતરાય કર્મ આજે નષ્ટ થયું?” ભગવાને કહ્યું કે “હે મુનિ! હજુ તે નષ્ટ થયું નથી.” ઢંઢણ મુનિએ પૂછ્યું કે “હે સ્વામિનુ! ત્યારે આજે મને ભિક્ષાનો લાભ કેમ થયો? ભગવાને કહ્યું કે “કૃષ્ણ વાસુદેવની લબ્ધિથી તને આ આહાર મળેલો છે, પણ અંતરાયકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલી તમારી લબ્ધિથી મળ્યો નથી.” આ પ્રમાણે ભગવાનનાં વચન સાંભળીને ઢંઢણ મુનિ તે આહારને શુદ્ધ ભૂમિમાં પરઠવવા ગયા. ત્યાં શુદ્ધ અને અતિ શુદ્ધ અધ્યવસાયથી મોદકને ચૂર્ણ કરતાં કરતાં પોતાના પૂર્વ કર્મોને પણ ચૂર્ણ કરી નાખ્યા અને પ્રબળ શુક્લધ્યાનરૂપી અગ્નિ વડે કમનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. તે વખતે દેવોએ દુંદુભિ વગાડી ચારે બાજુ જય જય શબ્દ કર્યો અને કૃષ્ણ આદિ સર્વભવ્ય જનો ખુશી થયા. ઘણાકાળ સુધી કેવળીપણે વિહાર કરીને પ્રાંતે ઢંઢણ મુનિએ મુક્તિ પ્રાપ્ત કરી. આ પ્રમાણે અન્ય મહાત્માઓએ પણ વર્તવું.
ઇતિ કંઢણ મુનિ કથા | સાહારેલું સુનું , રમવહેલું બનેલું છે. साहूण नाहिगारो, · अहिगारो धम्मक सु॥४०॥
અર્થ-“શુભ એવા આહારમાં, રમ્ય એવા ઉપાશ્રયમાં અને વિચિત્ર એવા) - ઉદ્યાન બાગ બગીચામાં સાઘુને અધિકાર (આસક્તપણું) નથી; નિર્મમત્વ ભાવ છે. તેઓને તો માત્ર ઘર્મકાર્યમાં અધિકાર છે. મુનિને ઇંદ્રિયોને સુખકારી બાહ્ય પદાર્થોમાં આસક્તિ હોતી નથી.”
साहू कंतार महा-भएसु अवि जणवए वि मुइयम्मि। . વિ તે સરીર પs, સતિ નતિ વિરુદ્ધ I૪ના - અર્થ–“અટવીમાં કે રાજ્યવિપ્લવાદિ મહા ભયમાં પણ મુનિ, ઋદ્ધિવાળા નિરુપદ્રવ જનપદમાં હોય તેમ, નિર્ભયપણે વર્તે છે. વળી તે મુનિઓ શરીરની પીડાને સહન કરે છે, પણ વિરુદ્ધ વસ્તુ ગ્રહણ કરતા નથી.”
ભાવાર્થ-મુનિ ગમે તેવા કષ્ટમાં પણ અનેષણીય આહાર-પાણી વગેરે ગ્રહણ કરતા નથી અને બીજાનું ગ્રહણ કરેલું તેવું હોય તો વાપરતા નથી; અર્થાત્ તેમને આહારાદિને વિષે પ્રતિબંઘ નથી, ઘર્મકાર્યને વિષે જ પ્રતિબંઘ વર્તે છે.
जंतेहि पीलिया विहु, खंदगसीसा न चेव परिकुविया। विइय परमत्थसारा, खमंति जे पंडिया हुंति ॥४२॥